મોરબી પુલ દુર્ઘટનામાં મોટો પુરાવો હાથ લાગ્યો, માત્ર 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર ઓરેવા ગ્રુપને કોન્ટ્રાકટ અપાયો

Morbi Bridge Collapse: ઓરેવા ગ્રુપ અને મોરબી પાલિકા વચ્ચે થયેલા કરારમાં મોરબી પાલિકાના પદાધિકારીઓની સહી છે. મોરબી પાલિકા પ્રમુખ કે.કે. પરમારની કરાર પર સહી કરી છે. પાલિકા ઉપ પ્રમુખ જયરાજ સિંહ જાડેજાની પણ કરાર પર સહી છે.

મોરબી પુલ દુર્ઘટનામાં મોટો પુરાવો હાથ લાગ્યો, માત્ર 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર ઓરેવા ગ્રુપને કોન્ટ્રાકટ અપાયો

મોરબી: ZEE 24 કલાક પાસે મોરબી દુર્ઘટના મામલે મોટા પુરાવો હાથ લાગ્યો છે. ઓરેવા ગ્રુપ અને મોરબી પાલિકાના સભ્યો સીધા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. સામાન્ય સભામાં ઠરાવ કર્યા વગર કોન્ટ્રાકટ ઓરેવા ગ્રુપને આપી દેવાયો હોવાનો ખુલાસો થયો છે. શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયાએ કહ્યું છે કે કોઈને પણ છોડવામાં આવશે નહીં.

માત્ર 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કોન્ટ્રાકટ ઓરેવા કંપનીને અપાયો હોવાનો ખુલાસો સામે આવતા ખળભળાટ મચ્યો છે. જેમાં સામે આવ્યું છે કે કરાર નોટરી સમક્ષ થવો જોઈતો હતો. જે સ્ટેમ્પ પેપર પર આપી દેવાયો છે. કરારમાં સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવાનો ઉલ્લેખ છે. પરંતુ અહીં તો પાલિકાના ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓએ ઠરાવ વગર કોન્ટ્રાકટ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

ઓરેવા ગ્રુપ અને મોરબી પાલિકા વચ્ચે થયેલા કરારમાં મોરબી પાલિકાના પદાધિકારીઓની સહી છે. મોરબી પાલિકા પ્રમુખ કે.કે. પરમારની કરાર પર સહી કરી છે. પાલિકા ઉપ પ્રમુખ જયરાજ સિંહ જાડેજાની પણ કરાર પર સહી છે. આ સિવાય ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ પણ કરાર પર સહી કરી છે. 

નોંધનીય છે કે, અત્યાર સુધી મોરબી ઝૂલતા પુલની જવાબદારીમાંથી પાલિકાએ છટકબાજી શોધતી હતી. પણ આ પુરાવા બતાવે છે કે પાલિકાએ કરાર કર્યા હતા. 

મહત્વનું છે કે, પાલિકાએ ઓરેવા ટ્રસ્ટને ઝૂલતા બ્રિજની જવાબદારી સોંપી હતી. મોરબીમાં ઝૂલતો બ્રિજ તૂટવના કારણે 135 લોકોના મોત થયા છે. નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. પાલિકાએ ઠરાવ વગર જ કંપનીને જવાબદારી સોંપતા અનેક સવાલ થઈ રહ્યા છે.

મોરબી પુલ હોનારતમાં ઓરેવા કંપની અને પાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. ઓરેવા કંપનીએ 5 વર્ષ સુધી કરાર વગર જ બ્રિજની જવાબદારી પોતાની પાસે રાખી હતી. ઓરેવા કંપનીએ 6 વખત પત્ર લખવા છતાં પાલિકાએ બ્રિજની જવાબદારી લીધી નહોતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news