Virat Kohli T20 WC Record: ટી20 વર્લ્ડકપમાં કોહલીએ પોતાના નામે કર્યો આ 'વિરાટ' રેકોર્ડ, સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યા

ટી20 વર્લ્ડકપ 2022 માં અત્યાર સુધી વિરાટ કોહલીએ શાનદાર પરફોર્મ કર્યું છે. પાકિસ્તાન વિરૂદ્ધ રમાયેલી પહેલી મેચમાં તેમણે અણનમ 82 રનની ઇનિંગ રમી હતી.

Virat Kohli T20 WC Record: ટી20 વર્લ્ડકપમાં કોહલીએ પોતાના નામે કર્યો આ 'વિરાટ' રેકોર્ડ, સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યા

Virat Kohli T20 WC Record: ટી20 વર્લ્ડકપ 2022  (T20 World Cup 2022) માં વિરાટ કોહલી (Virat Kohli) શાનદાર લયમાં જોવા મળ્યા છે. તેમણે આ વર્ષે રમાઇ રહેલી ટી20 વર્લ્ડકપમાં એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વિરાટ કોહલી ટી20 વર્લ્ડકપના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ સમાચાર લખાય રહ્યા છે ત્યાં સુધી વિરાટે કુલ 1024 રન બનાવી લીધા છે. આ પહેલાં પૂર્વ શ્રીલંકાઇ બેટ્સમેન મહેલા જયવર્ધને ટી20 વર્લ્ડકપના ઇતિહાસમાં 1016 રન સાથે નંબર વન પર હતા. 

વિરાટે આ રેકોર્ડ ફક્ત 23 ઇનિંગમાં પોતાના નામ કરી લીધો છે. જ્યારે મહેલા જયવર્ધનેએ 1016 રન બનાવવા માટે 31 ઇનિંગનો સહારો લીધો હતો. મહેલા જયવર્ધનેની સરેરાશ 39.07 રહી. તો બીજી તરફ વિરાટ કોહલીએ 85 થી વધુની રનરેટથી આ રનોનો આંકડો પાર કરી લીધો છે. 

રોહિત શર્મા પણ આ યાદીમાં સામેલ
આ યાદીમાં રોહિત શર્મા પણ 921 રનોની સાથે નંબર ચાર પર છે. રોહિત શર્માથી ઉપર વેસ્ટઇંડીઝના બેટ્સમેન ક્રિસ ગેલ 965 રન સાથે નંબર ત્રણ પર છે. રોહિત શર્મા અત્યાર સુધી ટી20 વિશ્વકપમાં કુલ 34 ઇનિંગ રમી ચૂક્યા છે. તો બીજી તરફ ક્રિસ ગેલે કુલ 31 ઇનિંગમાં આ રન બનાવ્યા છે. તો બીજી તરફ લિસ્ટમાં નંબર પાંચ પર પૂર્વ શ્રીલંકાઇ બેટ્સમેન તિલકરત્ને દિલશાન છે. દિલશાને કુલ 34 ઇનિંગમાં 897 રન બનાવ્યા છે. 

આ પણ વાંચો: સૌથી સસ્તી 7 સીટર કાર પર તૂટી પડ્યા લોકો, ખૂબ થયું વેચાણ, કિંમત 5 લાખથી પણ ઓછી
  
સારો રહ્યો ટી20 વર્લ્ડકપ 2022
ટી20 વર્લ્ડકપ 2022 માં અત્યાર સુધી વિરાટ કોહલીએ શાનદાર પરફોર્મ કર્યું છે. પાકિસ્તાન વિરૂદ્ધ રમાયેલી પહેલી મેચમાં તેમણે અણનમ 82 રનની ઇનિંગ રમી હતી. ત્યારબાદ નેધરલેંડ્સ વિરૂદ્ધ રમાયેલી આ મેચમાં વિરાટના બેટ વડે 62* રનની ઇનિંગ રમી હતી. જોકે સાઉથ આફ્રીકા વિરૂદ્ધ રમાયેલી આ મેચમાં તેમના બેટ શાંત જોવા મળ્યું હતું. આફ્રીકા વિરૂદ્ધ વિરાટ 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news