સેન્ચુરિયન ટેસ્ટઃ દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડને 107 રને હરાવ્યું

દક્ષિણ આફ્રિકાએ પોતાની શાનદાર બોલિંગની મદદથી સુપરસ્પોર્ટ્ પાર્ક મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે રવિવારે ઈંગ્લેન્ડને 107 રને પરાજય આપ્યો હતો. 
 

સેન્ચુરિયન ટેસ્ટઃ દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડને 107 રને હરાવ્યું

સેન્ચુયિરનઃ કગિસો રબાડા (4 વિકેટ), એનરિચ નોર્ત્જે (3 વિકેટ) અને કેશવ મહારાજ (2 વિકેટ)ની શાનદાર બોલિંગની મદદથી દક્ષિણ આફ્રિકાએ સુપરસ્પોર્ટ્ પાક મેદાન પર રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે રવિવારે ઈંગ્લેન્ડને 107 રનથી પરાજય આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સિરીઝમાં આ પ્રથમ જીત છે. 

યજમાન ટીમ ઈંગ્લેન્ડની સામે 376 રનનો લક્ષ્ય રાખ્યો હતો, જેનો પીછો કરતા મહેમાન ટીમ 93 ઓવરોમાં 268 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના તરફથી રોરી બર્ન્સે સૌથી વધુ 84 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન જો રૂટે 48 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય ડોમિનિક સિબ્લેએ 29, જો ડેનલેએ 31 અને જોસ બટલરે 22 રન બનાવ્યા હતા. 

દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા પોતાની પ્રથમ ઈનિંગમાં 284 રન બનાવ્યા હતા. આફ્રિકા તરફથી ડી કોકે સૌથી વધુ 95 રન ફટકાર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી સ્ટુઅર્ટ બ્રોડ અને સેમ કરને ચાર-ચાર વિકેટ ઝડપી હતી. જવાબમં ઈંગ્લેન્ડની ટીમ વર્નોન ફિલાન્ડર (16/4) અને રબાડા (68/3)ની ધારદાર બોલિંગની આગળ 181 રન પર ઢેર થઈ ગઈ હતી. 

યજમાન ટીમે પોતાની બીજી ઈનિંગમાં તમામ વિકેટ ગુમાવી 272 રન બનાવ્યા હતા. તેમાં રુસી વૈન ડર ડુસેને સૌથી વધુ 51 રનનું યોગદાન આપ્યું હતું. બીજી ઈનિંગમાં જોફ્રા આર્ચરે પાંચ વિકેટ ઝડપી, જ્યારે બેન સ્ટોક્સને બે વિકેટ મળી હતી. ઈંગ્લેન્ડે ત્રીજા દિવસની સમાપ્તિ સુધી 1 વિકેટ પર 121 રન બનાવ્યા હતા. બર્ન્સ 77 અને ડેનલી 10 રન બનાવી ક્રીઝ પર હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news