યુવાધનની બરબાદીમાં કોને છે આટલો રસ? ફરી ઝડપાયો ગુજરાતમાં પોસ ડોડાનો મોટો જથ્થો!
અમદાવાદ મોરબી હાઇવે ઉપર હળવદ નજીક નકલંક ગુરૂધામ શક્તિનગર મંદિર સામે મોરબી જિલ્લા એસઓજીની ટીમે બાતમી આધારે બ્રેઝા ગાડીને રોકી હતી ત્યારે બ્રેઝા ગાડી નંબર GJ-36-AC-4325 માં જઈ રહેલા બે શખ્સોને ચેક કર્યા હતા.
Trending Photos
હિમાંશું ભટ્ટ/મોરબી: અમદાવાદ મોરબી હાઇવે ઉપર હળવદ નજીકથી પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરી હતી અને તે કારમાં જઈ રહેલા બે શખ્સ પાસેથી 79 ગ્રામ 68 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. તેવી જ રીતે એક ટ્રકને ચેક કરતાં તેમાંથી 99 કિલો તથા 680 ગ્રામ માદક પદાર્થ પોસ ડોડાનો જથ્થો મળી આવ્યો હતી. જેથી પોલીસે લાખો રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કરીને કુલ ચાર શખ્સોની ધરપકડ કરેલ છે.
અમદાવાદ મોરબી હાઇવે ઉપર હળવદ નજીક નકલંક ગુરૂધામ શક્તિનગર મંદિર સામે મોરબી જિલ્લા એસઓજીની ટીમે બાતમી આધારે બ્રેઝા ગાડીને રોકી હતી ત્યારે બ્રેઝા ગાડી નંબર GJ-36-AC-4325 માં જઈ રહેલા બે શખ્સોને ચેક કર્યા હતા અને તેની પાસેથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 79 ગ્રામ 68 મિલિગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો.
જેની કિંમત 7,96,800, ત્રણ મોબાઈલ જેની કિંમત 11,000 તેમજ પાંચ લાખની ગાડી આમ કુલ મળીને 13,48,800 નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી કલ્પેશભાઇ ઉર્ફે લાલો મધુભાઇ નિમાવત (35) રહે. ખત્રીવાડ મોરબી તથા અહેમદ દાઉદભાઇ સુમરા (33) રહે. ગુલાબનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને નાર્કોટિક્સ એકટ મુજબ ફરિયાદ નોંધાવેલ છે.
આવી જ રીતે અમદાવાદ તરફથી નીકળી હળવદ થઇ કચ્છ તરફ જતાં ટ્રકને એસઓજી અને હળવદ તાલુકાની ટીમે રોકીને ચેક કર્યો હતો ત્યારે ટાટા ટ્રક નંબર RJ 39 GA 6051 માંથી માદક પદાર્થ પોસ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે માદક પદર્થ પોસ ડોડા 99 કિલો તથા 680 ગ્રામ જેની કિંમત 2,99,040 તેમજ બે મોબાઇલ અને ટ્રક મળીને કુલ 23,09,040 નો મુદામાલ કબજે કરેલ છે.
આરોપી દેદારામ નારણારામ જાટ (40) અને બાબુલાલ ગંગારામ જાટ (26) રહે બંને આડેલ પણજી બેનીવાલકી ધાની થાણાનગર તાલુકો નોકડા જી બાડમેર (રાજસ્થાન)ની ધરપકડ કરેલ છે અને તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં આ બંને આરોપીને માલ નવલારામ ગોદારા નામના શખ્સે આપેલ હોવાનું સામે આવ્યું છે જેથી તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
મોરબી જીલ્લામાં નશીલ માદક પદાર્થોનું વેચાણ છૂટથી કરવામાં આવે છે તેવામાં સ્થાનિક પોલીસની કામગીરી સામે સો ટકા સવાલ ઊઠે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં એસઓજી અને હળવદ પોલીસે મેફેડ્રોન પાવડરનો જથ્થો અને માદક પદાર્થ પોસ ડોડાનો જથ્થો પકડીને લાખો રૂપિયાનો મુદામાલ કબજે કરીને હાલમાં ચાર આરોપીની ધરપકડ કરેલ છે અને આ ગોરખધંધામાં સંડોવાયેલા બીજા જે કોઈપણ હોય તેને શોધવા માટે તજવીજ ચાલી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે