તહેવારમાં માતમ: પંચમહાલમાં પતંગની દોરીથી વધુ 2ના મોત, 4થી વધુ ઈજાગ્રસ્ત

ઉત્તરાણયના તહેવાર પર રસ્તા પર જતા લોકોને દોરી વાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે પંચમહાલમાં પતંગની દોરીથી વધુ એક બાઈક ચાલકનું મોત નીપજ્યું છે

તહેવારમાં માતમ: પંચમહાલમાં પતંગની દોરીથી વધુ 2ના મોત, 4થી વધુ ઈજાગ્રસ્ત

જયેન્દ્ર ભોઈ/ પંચમહાલ: રાજ્યમાં હાલ કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણના તહેવાર પર ધાબા પર ચઢીને પતંગરસિકો પતંગની મજા માણી રહ્યા છે. ત્યારે આજ તહેવાર કેટલાક પરિવારો માટે માતમમાં ફેરવાઈ જાય છે. ઉત્તરાયણના તહેવાર પર રસ્તા પર જતા લોકોને દોરી વાગવી તેમજ દાબા પરથી પડી જવાના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે પંચમહાલમાં પતંગની દોરી વાગવાથી વધુ એક બાઈક ચાલકનું મોત નિપજ્યું છે. જો કે, દિવસ દરમિયાન જિલ્લામાં પતંગની દોરી વાગવાથી 2 લોકોના મોત જ્યારે 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે..

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરાણયના તહેવાર પર રસ્તા પર જતા લોકોને દોરી વાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે પંચમહાલમાં પતંગની દોરીથી વધુ એક બાઈક ચાલકનું મોત નીપજ્યું છે. ગોધરા બરોડા હાઈવે પર વેજલપુરથી કાકા પોતાના ભત્રીજાને લઇને નાંદરખા તરફ જઈ રહ્યાં હતા. તે દરમિયાન રસ્તામાં અચાનક ચાઈનીઝ દોરી ગળે લપેટાઈ જતાં આશરે 40 વર્ષીય કાકાનું મોત નિપજ્યું છે. મૃતક કાકા અને ભત્રીજો બંને વેજલપુર ગામના વતની હતા. દિવસ દરમિયાન પંચમહાલ જિલ્લામાં પંતગની દોરી વાગવાથી 2 વ્યક્તિના મોત નિપજ્યા છે. જ્યારે 4થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ઉલ્લેખનીય છે કે, દાહોદમાં પતંગની દોરીથી યુવક ઇજાગ્રસ્ત થયો છે. દાહોદમાં એકટીવા લઈ બ્રિજ પરથી પસાર થતા ગાળામાં દોરી આવી જતા દિપક ભરવાણી નામનો યુવક ઇજાગ્રસ્ત થયો હતો. યુવકને સારવાર હેઠળ ખસેડાયો છે. ઇજાગ્રસ્ત યુવકના માથાના ભાગે  35 જેટલા ટાંકા આવ્યા છે. તો બીજી તરફ આણંદ પાસે બોચાસણ ગામ પાસેના રોડ પર ગઈકાલે 4 વર્ષીય બાળકનું ગળું કપાયું તહેવારના દિવસે જ દીપક રબારીનું મોત નિપજતાં પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news