ગુજરાતમાં શ્વાન કરડવાના કિસ્સામાં વધારો! છેલ્લા 9 માસમાં 6500થી પણ વધુ ઘટના, ના માનતા હોય તો જાણો આંકડા
મહાનગરપાલિકા દ્વારા સતત દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે 2008 થી ખસીકરણ ઝુંબેશને વેગવંતી બનાવવામાં આવી છે. 2008 પૂર્વે રાજકોટ મહાનગરપાલિકાના હદમાં 40000 થી 45000 શ્વાન હતા. બાદમાં ક્રમશઃ સાત જેટલા નવા ગામડાઓ પણ મનપાની હદમાં ભેળવવામાં આવ્યા.
Trending Photos
રાજકોટ: રાજકોટ મનપા તરફથી એક તરફ ખસીકરણ ઝુંબેશની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે અને તેની પાછળ બજેટમાં લાખો રૂપિયા વાપરવામાં આવે છે. ત્યારે બીજી તરફ રાજકોટ શહેરમાં શ્વાનની વસ્તીનો વિસ્ફોટ અને શ્વાનના કરડવાના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
છેલ્લા નવ માસમાં શ્વાન કરડવાના કેસના આંકડા
- એપ્રિલ મહિનામાં 1387 કેસ
- મે મહિનામાં 1345 કેસ
- જૂન મહિનામાં 677 કેસ
- જુલાઈ મહિનામાં 500 કેસ
- ઓગસ્ટ મહિનામાં 547 કેસ
- સપ્ટેમ્બર મહિનામાં 586 કેસ
- ઓક્ટોબર મહિનામાં 502 કેસ
- નવેમ્બર મહિનામાં 592 કેસ
ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં 282 કેસ
બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા સતત દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે 2008 થી ખસીકરણ ઝુંબેશને વેગવંતી બનાવવામાં આવી છે. 2008 પૂર્વે રાજકોટ મહાનગરપાલિકાના હદમાં 40000 થી 45000 શ્વાન હતા. બાદમાં ક્રમશઃ સાત જેટલા નવા ગામડાઓ પણ મનપાની હદમાં ભેળવવામાં આવ્યા.
તેમ છતાં હાલ શ્વાનની વસ્તી રાજકોટ શહેરમાં 30,000 ની આસપાસ છે. તો સાથે જ ખસીકરણની ઝુંબેશ માત્ર લોકડાઉનના સમયે બે થી ત્રણ મહિના જ બંધ રહી હતી. તે સિવાય 2008 થી લઇ અત્યાર સુધી ખસીકરણની ઝુંબેશ શરૂ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે