ફિલ્મી દ્રશ્યો: મુંબઇના GST અધિકારી આવ્યા અને એક મહિલાને કરોડોની સંપત્તી સાથે રવાના

મુંબઇના GST વિભાગના અધિકારીઓ સાથે મુંબઇ પોલીસે સુરતના પોશ વિસ્તારમાંથી એક મહિલાની અટકાયત કરીને મુંબઇ લઇ ગયા હોવાનું સામે આવ્યું છે. મહિલા વિરુદ્ધમાં મહારાષ્ટ્રમાં જીએસટી ચોરીનો આરોપ લાગ્યા બાદ અટકાયત કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. મહિલા ત્રણ મહિના અગાઉ જ પતિ સાથે સુરત ભાગીને આવી હતી. જીએસટીના અધિકારીઓએ મહિલાના ઘરમાંથી લાખો-કરોડો રૂપિયાની રોકડ સાથે ઝડપી લેવાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જો કે હજી સુધી આ અંગે કોઇ અધિકારીક નિવેદન સામે આવ્યું નથી. 
ફિલ્મી દ્રશ્યો: મુંબઇના GST અધિકારી આવ્યા અને એક મહિલાને કરોડોની સંપત્તી સાથે રવાના

સુરત : મુંબઇના GST વિભાગના અધિકારીઓ સાથે મુંબઇ પોલીસે સુરતના પોશ વિસ્તારમાંથી એક મહિલાની અટકાયત કરીને મુંબઇ લઇ ગયા હોવાનું સામે આવ્યું છે. મહિલા વિરુદ્ધમાં મહારાષ્ટ્રમાં જીએસટી ચોરીનો આરોપ લાગ્યા બાદ અટકાયત કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. મહિલા ત્રણ મહિના અગાઉ જ પતિ સાથે સુરત ભાગીને આવી હતી. જીએસટીના અધિકારીઓએ મહિલાના ઘરમાંથી લાખો-કરોડો રૂપિયાની રોકડ સાથે ઝડપી લેવાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જો કે હજી સુધી આ અંગે કોઇ અધિકારીક નિવેદન સામે આવ્યું નથી. 

અટકાયત બાદ મહિલાને તબીબી તપાસ બાદ મુંબઇ લઇ જવાનું હોવાનું અને ત્યાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. મહિલાની તપાસ માટે મુંબઇ લઇ જવાઇ હોવાનું અને ત્યાં ખાનગી હોસ્પિટલમાં હાલ સારવાર લઇ રહી હોવાનું સામે આવ્યું છે. જો કે આ મહિલાની તપાસમાં પણ ખુબ જ ચોંકવનારા ઘટસ્ફોટ થઇ શકે છે. મહિલાને લઇ જતા સીસીટીવી સામે આવતા મુંબઇ જીએસટી અધિકારીઓએ મહિલાની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. 

ગુરૂવારે મોડી રાત્રે જ મુંબઇ વિભાગનાં અધિકારીઓએ પોલીસને સાથે રાખીને સુરતના સિટી લાઇટ વિસ્તારના ભગવતી આશિષ સોસાયટી વિભાગ-1 કોમ્પલેક્સના પહેલા માળે 101 માં દરોડા પાડ્યા હતા. આ કોમ્પલેક્સમાં ત્રણ મહિના પહેલા જ રહેવા આવેલી મહિલાએ મુંબઇ ખાતે દોઢસો કરોડનો જીએસટીની ચોરી કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. લાંબા સમયથી આ મહિલા પર GST ના અધિકારીઓએ વોચ હતી. જો કે મહિલાને અંદેશો આવી જતા તે દિકરીઓને મળવા સુરત આવી ગઇ હતી. આ મહિલા છેલ્લા ત્રણ મહિનાથી સુરત ખાતે આવીને ભાડાના મકાનમાં રહેતી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જો કે આ અંગે જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા મોડી રાત્રે મહિલા કરોડો રૂપિયાની રોકડ સાથે ઝડપાઇ હતી. આ ઉપરાંત તેની પાસેથી મોટા પ્રમાણમાં જ્વેલરી પણ મળી આવી હતી. 

જો કે જીએસટી વિભાગના અધિકારીઓએ પુછપરછ શરૂ કરતાની સાથે જ બીમારીનું બહાનું કાઢ્યું હતું. જેથી તેને તત્કાલ સુરત સિવિલ હોસ્પિટલ લઇ જવાઇ હતી ત્યાંથી સીધી જ મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં મોડી રાત્રે દાખલ કરાઇ હતી. હાલ તો તે સ્વસ્થય થાય તેની રાહ જીએસટી અધિકારીઓ જોઇ રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news