રાજકોટ પોલીસ કથિત કમિશનકાંડ : કિશન સખીયાએ કર્યા સ્ફોટક નિવેદનો, પીઆઈના રાઈટરનુ નામ ખૂલ્યું

રાજકોટ પોલીસ કથિત કમિશનકાંડમાં રોજ નવા ફણગા ફૂટી રહ્યાં છે. આ કેસમાં હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી.કે.ગઢવીના રાઇટર યોગીરાજસિંહ જાડેજાની પણ સંડોવણી હોવાનું કિશન સખીયાએ નિવેદન આપ્યુ છે. ફરિયાદી જગજીવન સખીયાના ભત્રીજા કિશન સખીયાએ કરાઈ એસ.પી હરેશ દુઘાતની તપાસમાં આ નિવેદન આપ્યુ છે. 2 જુલાઈના રોજ પોલીસ કમિશરની કચેરીના પાર્કિંગમાં PSI સુમરા સાખરાએ રૂપિયા 50 લાખ સ્વીકાર્યા હોવાનું સખીયાએ પોતાના નિવેદનમાં કહ્યુ છે. બાકીના રૂપિયા 25 લાખ 17 ઓગષ્ટના રોજ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ ગઢવીના રાઇટર યોગીરાજસિંહ જાડેજાએ લીધો હોવાનો દાવો સખીયાએ કર્યો છે. 

રાજકોટ પોલીસ કથિત કમિશનકાંડ : કિશન સખીયાએ કર્યા સ્ફોટક નિવેદનો, પીઆઈના રાઈટરનુ નામ ખૂલ્યું

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટ પોલીસ કથિત કમિશનકાંડમાં રોજ નવા ફણગા ફૂટી રહ્યાં છે. આ કેસમાં હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી.કે.ગઢવીના રાઇટર યોગીરાજસિંહ જાડેજાની પણ સંડોવણી હોવાનું કિશન સખીયાએ નિવેદન આપ્યુ છે. ફરિયાદી જગજીવન સખીયાના ભત્રીજા કિશન સખીયાએ કરાઈ એસ.પી હરેશ દુઘાતની તપાસમાં આ નિવેદન આપ્યુ છે. 2 જુલાઈના રોજ પોલીસ કમિશરની કચેરીના પાર્કિંગમાં PSI સુમરા સાખરાએ રૂપિયા 50 લાખ સ્વીકાર્યા હોવાનું સખીયાએ પોતાના નિવેદનમાં કહ્યુ છે. બાકીના રૂપિયા 25 લાખ 17 ઓગષ્ટના રોજ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ ગઢવીના રાઇટર યોગીરાજસિંહ જાડેજાએ લીધો હોવાનો દાવો સખીયાએ કર્યો છે. 

રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ વિરૂદ્ધ ધારાસભ્ય ગોવિંદ પટેલે ફોડેલા તોડકાંડ લેટર બોમ્બ પછી પોલીસનાં હવાલાકાંડનાં રોજે રોજ નવા કેસ સામે આવી રહ્યા છે. ખાખી સામેની ખાખીની તપાસમાં અનેક ખુલાસાઓ થાય તેવી શક્યતા છે. ફરિયાદી કિશન સખીયા લાલ કલરની મર્શિડીઝ કારમાં આવી પોલીસ કમિશનરની કચેરીના પાર્કિંગમાં PSI સુમરા સાખરાને RGS લખેલા બ્યુ કલરના બેગમાં રૂપિયા આપ્યા હોવાનું કહ્યું છે. કરાઈ એસ.પી હરેશ દુધાત પોલીસ કમિશનર કચેરીના પાર્કિંગના સીસીટીવી તપાસે તો સત્ય બહાર આવી શકે છે. 

રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટરબોમ્બ બાદ પોલીસ અધિકારીઓની ગાંધીનગરનુ તેડુ આવ્યુ હતુ. તપાસનીશ અધિકારી વિકાસ સહાય દ્વારા મંગળવારે સતત 8 કલાક સુધી ફરિયાદી તેમજ સાક્ષીના નિવેદન નોંધાવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિકાસ સહાય તેમજ એક SP, એક PI અને રાઇટરની હાજરીમાં નિવેદન નોંધવામાં આવ્યા હતા. વિકાસ સહાયે અંદાજીત 3 કલાકથી વધુ સમય સુધી મનોજ અગ્રવાલની પૂછપરછ કરી નિવેદન નોંધ્યું હતું. કમિશનર મનોજ અગ્રવાલનું નિવેદન નોંધી રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાને રિપોર્ટ સુપ્રત કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વી.કે. ગઢવી અને પીએસઆઈ સાખરાના નિવેદન લેવામાં આવ્યા હતા.

કિશન સખીયાએ પોલીસને જણાવ્યુ કે, વાત થયા મુજબ જગજીવન સખિયા 50 લાખ રૂપિયા લઈને આવ્યા હતા. પોલીસ કમિશનરની કચેરીના પાર્કિંગમાં પીએસઆઈ સાખરા કાર લઈને આવ્યા હતા, જ્યા તેમની કારમાં જ સેટિંગના 50 લાખ સ્વીકારાયા હતા. બીજીવાર તેમની પાસેથી 25 લાખની માંગ કરાઈ હતી. તેઓ 25 લાખ લઈને આવ્યા ત્યારે પીઆઈ ગઢવીના રાઈટર યોગીરાજ સિંહ જાડેજા આવીને રૂપિયા લઈ જશે તેવુ તેમને કહેવામાં આવ્યુ હતુ. વાત થયા મુજબ યોગીરાજ સખિયા પાસેથી રૂપિયા લઈ ગયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news