ત્રણ રાજ્યોમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ સી.આર પાટિલનું મોટું નિવેદન, લોકસભા ચૂંટણીમાં તો...

નવસારીના સાંસદ સી. આર. પાટીલે નવસારીમાં કાર્યકર્તાઓના સ્નેહ મિલન કાર્યક્રમમાં દેખાડ્યો હતો. જ્યારે ત્રણ રાજ્યોમાં જીતને વધાવી લઈ ત્યાં પણ જીતના પાયામાં કાર્યકર્તાઓ જ રહ્યા હોવાનું જણાવી, કાર્યકર્તાઓને અભિનંદન સાથે જ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. 

ત્રણ રાજ્યોમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ સી.આર પાટિલનું મોટું નિવેદન, લોકસભા ચૂંટણીમાં તો...

ધવલ પરીખ/નવસારી : લોકસભા ચૂંટણીમાં હેટ્રીક મારવા સાથે દેશમાં પણ નરેન્દ્ર મોદી હેટ્રીક મારી ફરી ભાજપ સત્તારૂઢ થશે નો આશાવાદ ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી. આર. પાટીલે નવસારીમાં કાર્યકર્તાઓના સ્નેહ મિલન કાર્યક્રમમાં દેખાડ્યો હતો. જ્યારે ત્રણ રાજ્યોમાં જીતને વધાવી લઈ ત્યાં પણ જીતના પાયામાં કાર્યકર્તાઓ જ રહ્યા હોવાનું જણાવી, કાર્યકર્તાઓને અભિનંદન સાથે જ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. 

લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી રહ્યા છે. જેમાં ભાજપ દ્વારા અનેક કાર્યક્રમો થકી પોતાના કાર્યકર્તાઓમાં નવું જોમ રેડવાનું શરૂ કરી, વધુમાં વધુ મતો મેળવી શકાય એની તૈયારી આરંભી છે. જેમાં નવસારી જિલ્લા ભાજપ દ્વારા 25 -નવસારી લોકસભા બેઠકમાં સમાવિષ્ટ નવસારી, જલાલપોર અને ગણદેવી વિધાનસભાના કાર્યકર્તાઓનુ નવા વર્ષમાં સ્નેહ મિલન યોજ્યું હતું. જેમાં નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ તેમજ નવસારીમાં પ્રભારી મંત્રી અને રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 

સભાને સંબોધતા સાંસદ સી. આર. પાટીલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને જંગી જીત મળ્યાની અને ત્રણેય રાજ્યોમાં સરકાર બનાવવાની ખુશી વ્યક્ત કરી હતી. ખાસ કરીને ચુંટણીના જંગમાં નવસારી લોકસભામાં ઉપયોગમાં લેવાયેલી પેજ સમિતિની રણનીતિ કાર્યકર્તાઓને કારણે જ સાર્થક થઈ હોવાનું ગૌરવ લઇ આગામી ચૂંટણીમાં આજ રણનીતિથી ગુજરાતની 26 લોકસભા બેઠકો 5 લાખથી વધુની લીડથી જીતવાનો સંકલ્પ કરાયો હતો. સાંસદ પાટીલે ગત વિધાનસભામાં મોટી મોટી વાતો કરતી કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને પછડ્યાની કહાની વર્ણવી. આ વખતે પણ ગુજરાતની 26 લોકસભા બેઠકો ભાજપ કબ્જે કરશે અને કેન્દ્રમાં પણ નરેન્દ્ર મોદીની સરકાર હેટ્રીક નોધાવશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. 

બીજી તરફ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ગત લોકસભામાં સાંસદ પાટીલ 6.89 લાખ મતોથી જીત્યા હતા, પણ આ વખતે 7 વિધાનસભા મળીને 10 લાખથી વધુની લીડ આપવાના નિર્ધાર સાથે કાર્યકર્તાઓ વતી ભવ્ય જીતની ખાતરી પણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સી. આર. પાટીલ દ્વારા ગુજરાતમાં પંચાયતો અને વિધાનસભા ચૂંટણીમાં મોટી વાતો કરતા કોંગી આગેવાનને પછાડ્યાની ખુશી સાથે કાર્યકર્તાઓને તેમની પેજ સમિતિની તાકાત યાદ અપાવી પ્રોત્સાહિત કર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news