નર્મદા ડેમમાં પાણીની સ્ટોરેજ ક્ષમતા વધી પણ જો ડેમ પૂર્ણ ભરાય તો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેમની ઉંચાઇ 138.39 મીટરે પહોંચાડી છે એમ કહેવાય 121.92 મીટરની ઊંચાઈ વખતે નર્મદા બંધ પૂર્ણ ભરાઈ જતા પાણી દરિયામાં વહી જતું હતું. 

નર્મદા ડેમમાં પાણીની સ્ટોરેજ ક્ષમતા વધી પણ જો ડેમ પૂર્ણ ભરાય તો...

જયેશ દોશી/ કેવડીયા: ભારે વિવાદોનો સામનો કરી ચૂકેલી બહુહેતુક સરદાર સરોવર નર્મદા યોજના દુનિયાની એક માત્ર એવી યોજના છે કે, જે ૭૦-૭૦ વર્ષે પૂર્ણ થઇ છે .વર્ષ ૧૯૪૬થી નર્મદા યોજનાના સર્વે બાદ વર્ષ 2017માં આ યોજનાનું લોકાર્પણ થયું છે. અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેમની ઉંચાઇ 138.39 મીટરે પહોંચાડી છે એમ કહેવાય 121.92 મીટરની ઊંચાઈ વખતે નર્મદા બંધ પૂર્ણ ભરાઈ જતા પાણી દરિયામાં વહી જતું હતું. પરંતુ હવે નર્મદા બંધના 30 દરવાજા લાગી ગયા બાદ પાણીની સ્ટોરેજ ક્ષમતા વધી છે. પરંતુ જો ડેમ પૂર્ણ ભરાય તો આ દરવાજા ખોલીને પણ પાણી વહેવડાવવું પડે અને તે માટે આગોતરા આયોજનરૂપે હાલ આ 30 દરવાજાનું સર્વિસિંગ કામ ચાલી રહ્યું છે.

૨૬ મે ૨૦૧૬ના રોજ વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળનાર નરેન્દ્ર મોદીએ સૌથી પહેલુ કોઇ કાર્ય કર્યુ હોય તો તે નર્મદાની ઉંચાઇ વધારવાનું. માત્ર ૨૬ દીવસન ટૂંકા ગાળા બાદ તારીખ ૧૨ જુન ૨૦૧૪ના રોજ નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ ડેમની ઉંચાઇ ૧૩૮.39 મીટરની આખરી ઉંચાઇ સુધી લઇ  જવા માટે પરવાનગી આપી. ત્યારબાદ નર્મદા બંધનું કામકાજ અવિરત ચાલતું રહ્યું. હવે નર્મદાને ગુજરાતની જીવાદોરી અને ગુજરાત માટે સર્વસ્વ કહી શકાય તેમ છે.

કારણ કે, નર્મદા યોજનાના દરવાજા બંધ કરવાને ને કારણે વિજળી, પિવાના પાણી અને સિંચાઇના પાણીની ગુજરાતભરની માંગ સંતોષાશે. ડેમની પાણીની હાલની સંગ્રહ શક્તિ ૧.૨૭ મિલિયન એકર ફુટથી ત્રણ ઘણી વધીને ૪.૭૫ મિલિયન એકર ફૂટ સંગ્રહશક્તિ થઈ .જેને કારણે વિજળીનું ઉત્પાદન હાલના ઉત્પાદનથી વધીને કુલ - ૧૪૫૦ મેગાવોટ થશે.જેનો ફાયદો ગુજરાત અને મહારાષ્ટ્રને થશે. પીવાના પાણી બાબતે ગુજરાત હંમેશા નર્મદા યોજના આધારિત રહ્યુ છે, અને ગુજરાત નો ૭૦ % ભાગ પાણીની સમસ્યાથી પીડાય છે. 

નર્મદા યોજના થકી ગુજરાતભરના ૯૬૩૩ ગામડા અને ૧૩૩ ગામોને પાણી પુરૂ પાડવાનું  આયોજન છે.અને હાલમાં ૭૯૭૩ ગામ અને ૧૧૮ શહેરો ને નર્મદા દ્રારા પિવાનું પાણી પુરૂ પડાઇ રહ્યું છે. જોકે ચાલુ વર્ષે સરકાર ની અણઆવડત ને કારણે પાણી નો બગાડ થતા ગુજરાત સરકારે વિપક્ષના નિશાન પર આવવું પડ્યું છે ત્યારે આગોતરા આયોજન રૂપે નિગમ દ્વારા પાણીના સંગ્રહ માટે પ્રયત્નો તો થાય જ છે પણ સાથે ડેમ સંપૂર્ણ ભરાયા પછી પણ વધારાનું પાણી છોડવા માટે હાલ ડેમના દરવાજાનું સર્વિસિંગ કામ ચાલી રહ્યું છે.

હાલ નર્મદા બંધ ઉપર ૩૦ જેટલા આ ગેટ  છે, આ ૩૦ પૈકી ૨૩ દરવાજા ૧૮.૩૦ મીટર લંબાઇ અને ૧૬.૭૬ મીટર પહોળાઇના તેમજ ૭ દરવાજા ૧૮.૩૦ મીટર લંબાઇ તેમજ ૧૮.૩૦ મીટર પહોળાઇ ના છે જેનુ કુલ વજન ૧૩,૦૦૦ મેટ્રીક ટન જેટલુ છે.અને આ દરવાજા ૧૯ વર્ષ પહેલા ૧૯૯૫ મા ૫૦ કરોડમા બનાવવામા આવ્યા હતા.આ એક ગેટ ખોલવામા આવેતો તેમાથી ૧,૦૦,૦૦૦ ક્યુસેક પાણી ડીસ્ચાર્જ થાય તેવી વ્યવસ્થા છે ત્યારે આગામી ચોમાસામાં ડેમ 138.39 મીટરની ક્ષમતાથી ભરાય ત્યારે દરવાજા ખોલવા પડે અને તે માટે જ હાલ આ દરવાજાની મરામત કરી ગ્રીસ કરવાનું કામ પૂર ઝડપે ચાલે છે હાલ પૈકી 15 જેટલા દરવાજા ખોલીને આ સર્વિસિંગ કરાઈ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news