નર્મદા બંધ પહેલીવાર ઉભરાયો, પાંચ દરવાજા ખૂલતા જ સહેલાણીઓ ઉમટી પડ્યા
Narmada Dam Overflow : સીઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમમાંથી છોડાયું પાણી... ડેમનું રૂલ લેવલ જાળવવા 5 દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડ્યું... વડોદરાના 3 તાલુકા અને નદીકાંઠાના ગામોને કર્યા અલર્ટ...
Trending Photos
જયેશ દોશી/નર્મદા :નર્મદા બંધના પાંચ દરવાજા આ સીઝનમાં પ્રથમ વખત આજે બપોરે 12 વાગ્યે ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમની જળ સપાટી સતત વધી રહી છે. આજે નર્મદા બંધની જળ સપાટી ૧૩૩.૫૧ મીટર પર પહોંચી છે. જ્યારે પાણીની આવક ૨૩૨૨૦૮ ક્યુસેક અને જાવક ૪૯૪૮૭ ક્યુસેક છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. ડેમ મહત્તમ સપાટીથી માત્ર 5.17 મીટર દૂર છે. નર્મદા ડેમના દરવાજા જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યાં છે. તો લોકો ડેમના દરવાજા આગળ સેલ્ફી પણ લઈ રહ્યાં છે.
કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા
નર્મદા ડેમનું રૂલ લેવલ જાળવવા આજે બપોરે ૧૨ કલાકે નર્મદા બંધના ૫ રેડિયલ ગેટ ૧ મીટર જેટલા ખોલી દેવામાં આવ્યા છે. નર્મદા નદીમાં તબક્કાવાર ૧૦ હજાર ક્યુસેકથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ કારણે નર્મદા નદીના કાંઠા વિસ્તારના ગામોને ચેતવી દેવાયા છે. કાંઠા વિસ્તારના નાંદોદ, તિલકવાળા, વડોદરા અને ભરૂચના કાંઠા વિસ્તારાનો લોકોને સાવધ કરાયા છે. જોકે આજે નર્મદા ડેમ પર આવેલા પ્રવાસીઓ આ નજારો જોઈને ખૂબ જ આનંદીત થયા છે. ઘણા પ્રવાસીઓએ તો પ્રથમવાર નર્મદા ડેમનો આ નજારો જોઈને ખૂબ જ ખુશ થયા હતા.
આ પણ વાંચો : ધારાસભ્યના જમાઈના કારનામા, દારૂ પીને 6 ને કચડ્યા, લથડિયા ખાતો કારમાંથી ઉતર્યો હતો
તિથલના દરિયા કિનારે મોજા ઉછળ્યા
અરબી સમુદ્રમાં લોવર પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે એની સીધી અસર વલસાડના તિથલ દરિયામાં જોવા મળી હતી. વલસાડના તિથલ દરિયા કિનારે ભારે પવન સાથે મોજા ઉછળી રહ્યા છે. બીચ ઉપર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. તો સાથે બીચ ઉપર 30 થી 40 km ની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે. ઊંચા મોજા ઉછાળવાના કારણે કોઈ મોટી દૂર્ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા બીચને દોરડાથી કોર્ડન કરી બંધ કરવામાં આવ્યો છે. રજાના દિવસો હોવાના કારણે સહેલાણીઓ દરિયા કિનારે આવતા હોય છે, જેને લઈ પોલીસ વિભાગ દ્વારા બીચ કોર્ડન કરી બંધ કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે