જળ સપાટી

Narmada Dam Reaches 138 Meter After Reaching 1 Lakh Cusecs Water PT1M58S

નર્મદા ડેમની સપાટીમાં વધારો, 1.50 લાખ ક્યૂસેક પાણીની આવક

હાલ સરદાર સરોવર ડેમની સપાટી સ્થિર થઇ છે. આજે નર્મદા ડૅમની સપાટી 138.30 મીટર છે. ડેમનાં 5 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યાં છે. આ સાથે 1.40 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી છે. જો કે, તેની સામે ઉપરવાસમાંથી 1.50 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. 20 દિવસ પછી ગોરા બ્રિજ પરથી પાણી ઓસરતા રાહદારીઓ માટે શરૂ કરવામાં આવ્યો છે.

Sep 25, 2019, 11:45 AM IST
Narmada Dam 138 Meter Surface Stable, 5 Doors Open PT2M16S

નર્મદા ડેમની 138.28 મીટરે સપાટી સ્થિર, 5 દરવાજા ખુલ્લા મુકાયા

હાલ સરદાર સરોવર ડેમની સપાટી સ્થિર થઇ છે. આજે નર્મદા ડૅમની સપાટી 138.28 મીટર છે. ડેમનાં 5 દરવાજા ખુલ્લા કરવામાં આવ્યાં છે. આ સાથે 90 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે. 20 દિવસ પછી ગોરા બ્રિજ પરથી પાણી ઓસરતા રાહદારીઓ માટે શરૂ કરવામાં આવ્યો છે.

Sep 24, 2019, 11:35 AM IST

નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો, છેલ્લા 10 દિવસથી ગોરા બ્રિજ રાહદારીઓ માટે બંધ

નિર્માણ બાદ પ્રથમ વખત સરદાર સરોવર ડેમ તેની ઐતિહાસિક જળ સપાટી 138.68 મીટરે પહોંચી ગયો હતો. જો કે, હાલ નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો થઇ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતા ડેમની જળ સપાટી ઘટી છે

Sep 19, 2019, 09:58 AM IST

નિર્માણ બાદ પ્રથમવાર નર્મદા ડેમ ‘100 ટકા ભરાયો’, સપાટી 138.68 પહોંચી

નિર્ણાણ બાદ પ્રથમ વાર નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. આ સપાટીએ નર્મદા ડેમ 100 ટકા ભરાઇ જાય છે. એટલે અત્યારે નર્મદા ડેમની ઉંચાઇ જેટલો ભરાઇ ગયો છે. અને છલોછલ થઇ ગયો છે. નર્મદા ડેમમાં રવિવારે 7 લાખ ક્યુસેક નવા નીરની આવક થઇ છે. જ્યારે 23 ગેટ ખોલી 6.94 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. 

Sep 15, 2019, 08:17 PM IST

નર્મદા ડેમની મહત્તમ સપાટીથી માત્ર 36 સે.મી બાકી, જળસપાટી 138 મીટરને પાર, 175 ગામમાં એલર્ટ

ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે નર્મદા ડેમ આજે તેની ઐતિહાસિક સપાટીને પાર કરે તેવી સ્થિતિ સર્જાઇ છે. હાલ નર્મદા ડેમની સપાટી 138.32 મીટરે પહોંચી ગઇ છે

Sep 15, 2019, 08:11 AM IST

સરદાર સરોવર ડેમ 136.74 સપાટીએ પહોંચતા 23 ગેટ ખોલાયા, 23 ગામોને એલર્ટ

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઇ છે. ત્યારે હાલ નર્મદા ડેમની જળ સપાટી 136.74 મીટરે પહોંચી ગઇ છે. જો કે, ઉપરવાસમાંથી 8 લાખ 39 હજાર વિક્રમજનક પાણીની આવક થઇ છે

Sep 11, 2019, 09:05 AM IST

નર્મદા ડેમની જળ સપાટી 135.75 મીટરે પહોંચી, નદી કાંઠાના 20 ગામોને એલર્ટ

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે, હાલ ડેમની સપાટી 135.75 મીટરે પહોંચી ગઇ છે અને ઉપરવાસમાંથી 3,04,069 ક્યુસેક પાણીની આવક થઇ છે. ડેમની સપાટી થઇ રહેલા સતત વધારાના કારણે ડેમના 10 દરવાજા 0.3 મીટર ખોલવામાં આવ્યા છે

Sep 6, 2019, 09:57 AM IST
Bharuch: Water Level Increases in Narmada Dam Due To Heavy Rainfall PT7M8S

ભરૂચના ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની જળ સપાટીએ વટાવ્યું વોર્નિગ લેવલ

આજે નર્મદા ડેમના 26 દરવાજા ખોલાતા ઉનાળામાં કોરીકટ બનેલી નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે ડેમના દરવાજા ખોલાતા હાલ નદીની સપાટી સતત વધી રહે છે. તો બીજી તરફ, નદીની સપાટી ભયજનક લેવલ પર આગળ વધી રહી હોય તેવુ પણ કહી શકાય. ભરૂચના ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની જળ સપાટીએ વોર્નિગ લેવલ વટાવ્યું છે. નર્મદા નદીની સપાટી 22 ફૂટે પહોંચી છે.

Aug 9, 2019, 02:50 PM IST
Water Surface of Sardar Sarovar Dam Increases PT2M11S

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં નોંધાયો સતત વધારો

ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે નર્મદા ડેમમાં જળસ્તરમાં વધારો નોંધાયો છે.ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 6 હજાર 775 ક્યુસેક પાણીની આવક થતા ડેમનું જળસ્તર 120.27 મીટરે નોંધાયું.

Jun 6, 2019, 10:00 AM IST
Narmada: Increase in Surface Water of Narmada Dam PT2M40S

સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં વધારો, જાણો વિગત

નર્મદા: ગુજરાત માટે સારા સમાચાર છે કે સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં વધારો થયો છે. ઉપરવાસમાં થી 4414 ક્યુસેક પાણી ની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમ ની હાલ ની સપાટી 119.57 મીટર સુધી પહોંચી છે.નર્મદા ડેમની જળ સપાટીમાં 3 સેમી નો વધારો નોંધાયો. ઉનાળાના મેં મહિનામાં અત્યાર સુધી ની સૌથી ઉંચી સપાટીએ પાણી પહોંચ્યું છે. ગુજરાતમાં પીવા માટે મુખ્ય કેનાલ માંથી 4386 ક્યુસેક છોડાઈ રહ્યું છે. ખેડૂતો માટે હજુ પાણી આપવાનું ચાલુ કરાયું નથી.નર્મદા બંધ માં આજે પણ 1148.01 મિલિયન ક્યુબીક મીટર પાણી નો જથ્થો હયાત જોવા મળી રહ્યો છે.

May 10, 2019, 11:20 AM IST

નર્મદા ડેમમાં 7 મીટર વધી પાણીની સપાટી, દૂર થયું જળસંકટ

ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમનાં કેચમેન્ટ વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં જ અવિરત વરસાદ પડતાં ડેમમાં પાણીની સપાટી 7 મીટર વધી જવા પામી છે. આજે પાણીની સપાટી 110.84 મીટરએ પહોંચી છે.

Jul 16, 2018, 02:06 PM IST