36 કલાકમાં જ નર્મદાના ડેમના ખોલાયેલા તમામ દરવાજા બંધ કરાયા, ઉપરવાસમાંથી પાણીની આવક ઘટી
Trending Photos
જયેશ દોશી/નર્મદા :ગુરુવારે મોડી રાત્રે ખોલવામાં આવેલા નર્મદા સરદાર સરોવર નર્મદા ડેમના તમામ 30 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ગત રાત્રે 1-30 કલાકે દરવાજા ખોલવામાં આવ્યા હતા. પરંતુ 36 કલાકમાં જેટલા સમયમાં જ દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતાં ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા છે.
હાલ ડેમની સપાટી 131.12 મીટર પર પહોંચી છે અને પાણીની આવક 165911 ક્યુસેક છે. તમામ વીજમથકો ચાલુ હોવાથી પાણીની જાવક 53213 ક્યુસેક છે. જેનાથી નર્મદાના નીચાણવાળા વિસ્તારો અને ભરૂચ માટે હાલ પૂરતા રાહતના સમાચાર કહી શકાય.
ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમનાં 10 દરવાજા ગુરુવારે રાત્રે 1:30 એ ખોલવામાં આવ્યા હતા. જેમાં ગેટ નંબર 14 સૌપ્રથમ ખોલાયો હતો. કુલ 10 દરવાજા 0.92 સે.મી. સુધી ખોલાયા છે. ઇતિહાસમાં પ્રથમ વાર દરવાજા ખોલાયા હોવાની આ ક્ષણ બની હતી. પાણીની સપાટી 131 મીટર વટાવતા જ આખરે દરવાજા ખોલાયા હતા. નર્મદા ડેમના દરવાજા ખોલવાના પગલે રાજ્યનાં ત્રણ જિલ્લા વડોદરા, ભરૂચ, નર્મદા જિલ્લાનાં કાંઠા વિસ્તારનાં ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ડેમના દરવાજા ખોલાતા પાણી કાંઠા વિસ્તારના ગામોમાં ફરી વળ્યા હતા. જેને પગલે ભરૂચ પાસે ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી 28 ફૂટ પર પહોંચી ગઈ હતી. જેના બાદ તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં બચાવ કામગીરી કરવામાં આવી હતી.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે