સગાઈ પછી સ્વરૂપવાન મંગેતર શેના માટે કરતી હતી દબાણ કે વેપારી પુત્રને કરી લીધો આપઘાત?

આજ દિન સુધી તમે યુવક કે યુવકના પરિવાર તરફથી યુવતી પાસે દહેજ માંગ્યાના કિસ્સા જોયા કે સાંભળ્યા હશે. પણ,નરોડાનો એક કિસ્સો સામે આવ્યો જ્યાં યુવતી અને તેના પરિવારે યુવક પાસે પૈસાની માંગણી કરી. અને આ જ માંગણી એ જ યુવકનો જીવ લીધો.

સગાઈ પછી સ્વરૂપવાન મંગેતર શેના માટે કરતી હતી દબાણ કે વેપારી પુત્રને કરી લીધો આપઘાત?

મૌલિક ધામેચા/અમદાવાદ: નરોડામાં યુવકે તેની મંગેતરના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાની ઘટના ભારે ચર્ચામાં છે. પણ પોલીસે પુરાવા ના હોવાનું કહી અનેક દિવસો સુધી મૃતકના પરિવારને ધક્કા ખવડાવ્યા અને સ્વરૂપવાન આરોપી યુવતીને બચાવવા પ્રયાસ કર્યા હતા. ત્યારે આખરે મૃતકના પરિવારે પોલીસ કમિશ્નર સુધી આ મામલે રજૂઆત કરતા નરોડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજ દિન સુધી તમે યુવક કે યુવકના પરિવાર તરફથી યુવતી પાસે દહેજ માંગ્યાના કિસ્સા જોયા કે સાંભળ્યા હશે. પણ,નરોડાનો એક કિસ્સો સામે આવ્યો જ્યાં યુવતી અને તેના પરિવારે યુવક પાસે પૈસાની માંગણી કરી. અને આ જ માંગણી એ જ યુવકનો જીવ લીધો. દીકરાના મોત બાદ અનેક દિવસો થઈ ગયા છતાંય હજુ હાથ જોડીને પરિવાર ન્યાયની માંગણી કરે છે. નરોડા વિસ્તારમાં કૈલાશ રોયલ ફલેટના I બ્લોકના 203 નંબરના ફલેટમાં રહેતા માખીજા પરિવારએ એક દીકરો ગુમાવ્યો હતો. પોતાના 30 વર્ષીય પુત્ર લખન માખીજાએ ઘરના હોલમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઇને મોત પસંદ કરી લીધું. ત્યારે તમને સવાલ એ થઈ રહ્યો હશે કે સુખી સંપન્ન પરિવારના 30 વર્ષીય પુત્ર લખન માખીજા એ આત્મહત્યા શું કામ કરી હશે ? મૃતકના પરિવારનું માનવું છે કે મૃતક લખનની જે યુવતી સાથે સગાઈ થઈ હતી તે કેનેડા જવા કરોડો રૂપિયા ભેગા કરવા દબાણ કરી ત્રાસ આપતી હતી. નહીં તો સગાઈ તોડવાનું કહીને મૃતકને સતાવતી હતી જેથી લખન એ આપઘાત કર્યો હતો.

 માહિતી અનુસાર મૃતક લખનની મંગેતર વર્ષા ઉર્ફે વંદના જેસવાની આજ ફ્લેટના H બ્લોકમાં રહેતી હતી. અને આવનારા સમયમાં લગ્ન પણ થવાના હતા પણ એ પહેલા જ લખન માખીજા એ કંટાળી ને આત્મહત્યા કરી લીધી. હાલ પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે જ્યારથી સગાઇ થઇ ત્યારથી જ મંગેતર વર્ષા ઉર્ફે વંદના જેસવાની એ અલગ અલગ માંગણીઓ શરુ કરી હતી. જેમાં પહેલા આઈફોનની માંગણી કરી તો મૃતક લખન એ આઇફોન લઈ આપ્યો, બાદમાં મંગેતર વર્ષા ઉર્ફે વંદના જેસવાન ને લેહ-લદાખ ફરવા માટે જવું હતું તો એક લાખ રોકડની માંગણી કરી હતી તો મૃતક યુવક લખનએ એક લાખ રૂપિયા કરી આપ્યા.

ત્યારબાદ યુવતી વર્ષા ઉર્ફે વંદના જેસવાન વાઈટ ગોલ્ડ સેટ અને ડાયમંડના સેટની પણ માંગણી કરી હતી. હાલ આ મામલે પોલીસને જાણ કરી ચેટિંગ મેસેજ અને ઓડિયો રેકોર્ડિંગ પણ પોલીસને અપાયા છે. ત્યારે સ્વરૂપવાન યુવતી પર ગુનો નોંધવાની જગ્યાએ નરોડા પોલીસે મૃતકના પરિવારને અનેક દિવસો સુધી ધક્કા ખવડાવ્યા. આખરે પોલીસે સ્વરૂપવાન યુવતી સામે ગુનો નોંધવા કમિશનરના આદેશની રાહ જોઈ અને આદેશ આવતા જ પોલીસને રેલો આવ્યો અને આત્મ હત્યાના દૂષપ્રેરણનો ગુનો નોંધ્યો.

હજુય આ પરિવારની આંખના આંસુ સુકાયા નથી. ત્યારે પરિવારજનો સતત આક્ષેપ કરી રહ્યા છે કે પોલીસે જે તે સમયે નિવેદન માટે યુવતીને બોલાવી હતી. પણ તેના રૂપ અને ભ્રામક વાતોમાં પોલીસ આવી ગઈ અને ગુનો નોંધ્યો નહિ અને યુવતીને ભાગવાનો મોકો આપ્યો. ત્યારે ગુનો નોંધ્યા બાદ પોલીસ સામાન્ય યુવતીને પકડે છે કે નહીં તે સવાલ એ પરિવારને સતાવી રહ્યો છે. પણ પોલીસનું આ અમાનવીય વર્તન સાંખી લેવાય નહિ જે બાબતે ઉચ્ચ અધિકારીઓ એ પણ સ્થાનિક પોલીસને પાઠ ભણાવવા જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news