નવરાત્રી મુદ્દે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, GMDC ગ્રાઉન્ડમાં ત્રણ વર્ષે ગરબા થશે
નવરાત્રિને હવે થોડા દિવસો જ બાકી રહી ગયા છે. તે પહેલા જ નવરાત્રિઓનો થનગનાટ આ વર્ષે જોવા મળ્યો છે. ત્યારે નવરાત્રિમાં આ વર્ષે ખેલૈયાઓમાં ઉત્સાહ છે, કારણ કે બે વર્ષ બાદ નવરાત્રિનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે હવે જો નવરાત્રિની ધૂમ મચવાની છે ત્યારે તેની તિથિ વિશે પણ જાણી લો.
Trending Photos
અમદાવાદ :નવરાત્રિને હવે થોડા દિવસો જ બાકી રહી ગયા છે. તે પહેલા જ નવરાત્રિઓનો થનગનાટ આ વર્ષે જોવા મળ્યો છે. ત્યારે નવરાત્રિમાં આ વર્ષે ખેલૈયાઓમાં ઉત્સાહ છે, કારણ કે બે વર્ષ બાદ નવરાત્રિનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે હવે જો નવરાત્રિની ધૂમ મચવાની છે ત્યારે તેની તિથિ વિશે પણ જાણી લો. બે વર્ષ કોરોનાને કારણે લોકો ઘરમાં અને સોસાયટીમાં ગરબા કરવા મજબૂર બન્યા હતા, ત્યારે હવે આ વર્ષે કોરોનાનો કહેર પણ ઓછો થયો અને સરકારે પણ મંજૂરી આપતા, હવે જાહેરમાં ગરબા થશે. આ ઉપરાંત આ વર્ષે રાજ્યમાં અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલા સહિત નવ શક્તિપીઠો પર ગરબાનું આયોજન કરાશે. તદુપરાંત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન થશે.
શારદીય નવરાત્રિની તિથિઓ
- 26 સપ્ટેમ્બર 2022: પ્રતિપદા (માતા શૈલપુત્રી)
- 27 સપ્ટેમ્બર 2022: દ્વિતિયા (માતા બ્રહ્મચારિણી)
- 28 સપ્ટેમ્બર 2022: તૃતીયા (મા ચંદ્રઘંટા)
- 29 સપ્ટેમ્બર 2022: ચતુર્થી (મા કુષ્માંડા)
- 30 સપ્ટેમ્બર 2022: પંચમી (મા સ્કંદમાતા)
- 01 ઓક્ટોબર 2022: ષષ્ઠી (મા કાત્યાયની)
- 02 ઓક્ટોબર 2022: સપ્તમી (મા કાલરાત્રી)
- 03 ઓક્ટોબર 2022: અષ્ટમી (મા મહાગૌરી)
- 04 ઓક્ટોબર 2022: નવમી (મા સિદ્ધિદાત્રી)
- 5 ઓક્ટોબર 2022: દશમી (મા દુર્ગાની પ્રતિમાનું વિસર્જન)
પાસમાં નંબરને બદલે નામ લખાવડાવો
નવરાત્રિને આડે હવે થોડા જ દિવસો બાકી છે ત્યારે નવરાત્રિ પહેલા હિન્દુ જાગરણ મંચ મેદાને આવ્યું છે. હિન્દુ જાગરણ મંચ દ્વારા અર્વાચીન રસોત્સવને લઈ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે. અર્વાચીન રસોત્સવના આયોજકોએ ખેલૈયા અથવા જોવા માટે આવતા લોકોના પાસ માટે આધારકાર્ડ લેવા અને પાસમાં નંબરને બદલે નામ લખવા જાહેરનામું બહાર પાડવા માંગ કરવામાં આવી છે. આ વિશે હિન્દુ જાગરણ મંચના સંયોજક મંગેશ દેસાઇએ જણાવ્યું હતું કે, નવરાત્રિ પછી લવ જેહાદના કેસોમાં વધારો થતો જોવા મળે છે. અર્વાચીન રસોત્સવમાં વિધર્મીઓને ગરબા લેવા દેવામાં આવે તેનો વિરોધ નથી. પરંતુ હિન્દૂ યુવતીઓને ખબર પડે કે તેની સાથે ગરબા લેનાર કોણ છે તેવો અમારો ઉદ્દેશ છે.
9 શક્તિપીઠોમાં થશે ગરબા
રાજ્યની ગરબા રસિક જનતા માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. નવરાત્રીને લઈ રાજ્ય સરકારનું મહત્વનું આયોજન છે. રાજ્યમાં શક્તિ કેન્દ્રો પર ગરબાનું આયોજન થશે. અંબાજી, બહુચરાજી સહીત ૯ શક્તિ મંદિરમાં નવરાત્રિ દરમિયાન ગરબા યોજાશે. અમાદાવાદ જીએમડીસી ખાતે પણ ભવ્ય ગરબાનું આયોજન કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે