KBC 14: નવસારીનો યુવાન KBC માં 50 લાખ જીત્યો, 75 લાખના સવાલનો સાચો જવાબ આપીને પણ હારી ગયો
Kaun Banega Crorepati : ‘કોને ખોટી રીતે નોબલ પારિતોષિક આપવામાં આવ્યો હતો’ 75 લાખના આ સવાલમાં કરન મૂંઝાયો હતો. સાચો જવાબ આવડતો ન હોવાથી કરને રમત છોડવાનો નિર્ણય લીધો
Trending Photos
નવસારી: સરળતાથી રૂપિયા મેળવવુ સપનુ જ હોય છે, કારણ લક્ષ્મી એને જઈ વરે, જે પરસેવે ન્હાય... પરંતુ નવસારીના ઘેજ ગામના યુવાને થોડા પ્રશ્નોના જવાબ આપી 50 લાખ રૂપિયા જીત્યા છે. આજના કોન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં KBC પ્લે અલોન્ગ થકી પહોંચેલા યુવાને લાખો જીતી પોતાના પિતાનું સ્વપ્ન પૂર્ણ કર્યુ છે.
કોન બનેગા કરોડપતિ શોની 14 મી સીઝન ચાલી રહી છે. જેમાં સોશ્યલ મીડિયાની એક એપ્લિકેશન થકી KBC પ્લે અલોન્ગ રમીને કોન બનેગા કરોડપતિના ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટના 10 પ્રતિસ્પર્ધીઓમાં નવસારીના ઘેજ ગામના 26 વર્ષીય કરન ઇન્દ્રસિંહ ઠાકોરે સ્થાન બનાવ્યું હતું. જેમાં પણ ત્રણ પ્રશ્નોના સૌથી ઝડપી જવાબ આપી મહાનાયક અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસવામાં સફળ રહ્યો હતો. ત્યાર બાદ એક પછી એક પ્રશ્નોના જવાબ આપી 15 મા સવાલ સુધી પહોંચ્યો હતો.
કયા પ્રશ્નમાં મૂંઝાયો
‘કોને ખોટી રીતે નોબલ પારિતોષિક આપવામાં આવ્યો હતો’ 75 લાખના આ સવાલમાં કરન મૂંઝાયો હતો. સાચો જવાબ આવડતો ન હોવાથી કરને રમત છોડવાનો નિર્ણય લીધો હતો. જોકે કરને 14 સવાલોના સાચા જવાબ આપી 50 લાખ રૂપિયા જીત્યા હતા.
75 લાખથી ચૂકી ગયા
75 લાખ રૂપિયાના સવાલના જવાબમાં કરન અટવાઈ ગયા હતા. આ સવાલ હતો કે, ‘કોને ખોટી રીતે નોબલ પારિતોષિક આપવામાં આવ્યો હતો, જેને બાદમાં ખોટુ સાબિત કરવામાં આવ્યુ હતું. A. ઓસવાલ્ડ એવરી, B. યોશિય્યાહ ગિબ્સ, C. ગિલ્બર્ટ એન લેવિસ, D. જોહાન્સ ફિબિગર. આ જવાબ ન આવતા કરને ખેલ છોડવાનું નક્કી કર્યું. રમત છોડવાનો નિર્ણય લેતા બિગબીએ તેમને એક જવાબ આપવા કહ્યુ હતું. તેમણે ડી વિકલ્પ પસંદ કર્યો હતો. જે હકીકતમાં સાચો હતો, અને તેઓ 75 લાખ જીતવાથી ચૂકી ગયા હતા.
કોન બનેગા કરોડપતિમાં રમવા જવા કરન ઠાકોર લાંબા સમયથી પ્રયાસ કરતો હતો. કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરન ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સાથે જ સરકારી નોકરી મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે. જેની તૈયારી કરનને કોન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં મદદરૂપ થઇ હતી. કરન સાથે એની પત્ની ખુશ્બુ ઠાકોર પણ કાર્યક્રમમાં ગયા હતા, જ્યાં ખુશ્બુએ અમિતાભ બચ્ચન સાથે વાત કરતા એમને ‘છૂ કર મેરે મન કો...’ ગીત પણ ગાયુ હતુ.
આટલી રકમનું શું કરશો તે વિશે કરને કહ્યું કે, કરન જીતેલી રકમ તેના ભાઈના અભ્યાસમાં ખર્ચવા માંગે છે. જ્યારે મહાનાયક અમિતાભ બચ્ચન સાથે વિતાવેલી ક્ષણો જીવનભરનું સંભારણું બની રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે