મલિકના આક્ષેપનો પલટવાર: ગુજરાતના કિરીટસિંહ રાણા અને જીતુ વાઘાણીએ આપ્યો જડબાતોડ જવાબ

ભાવનગરની મુલાકાતે આવેલા પ્રભારી કિરીટસિંહ રાણાએ એનસીપી નેતા મલિકના આક્ષેપો સામે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, શપથવિધી કે અન્ય પ્રસંગે લોકોને મળવાનું થાય તેનાથી કઈ ડ્રગ્સ કેસમાં કનેકશન હોવાનું સાબિત થતું નથી.

મલિકના આક્ષેપનો પલટવાર: ગુજરાતના કિરીટસિંહ રાણા અને જીતુ વાઘાણીએ આપ્યો જડબાતોડ જવાબ

ભાવનગર: NCP નેતા નવાબ મલિકે ગંભીર આક્ષેપ કરી ગુજરાતીઓનું અપમાન કર્યું છે. નવાબ મલિકે કહ્યું, ગુજરાતમાં ડ્રગ્સનો મોટાપાયે વેપાર ચાલે છે. મુંદ્રા બાદ દ્વારકામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે. નવાબ મલિકે આજે ગુજરાતના મંત્રીને સાણસામાં લાવવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે મંત્રી કિરીટસિંહ રાણા ઉપર પણ ગંભીર આક્ષેપ કર્યો હતો. હવે આ મુદ્દે તૂણ પકડતો જાય છે. ભાવનગરના પ્રભારી કિરીટસિંહ રાણાએ ભાવનગર ભાજપ કાર્યાલયેથી પ્રતિક્રિયા આપતાં NCPના નેતા મલિક દ્વારા કરાયેલા આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું છે. 

ભાવનગરની મુલાકાતે આવેલા પ્રભારી કિરીટસિંહ રાણાએ એનસીપી નેતા મલિકના આક્ષેપો સામે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, શપથવિધી કે અન્ય પ્રસંગે લોકોને મળવાનું થાય તેનાથી કઈ ડ્રગ્સ કેસમાં કનેકશન હોવાનું સાબિત થતું નથી. એનસીપીના મંત્રી નવાબ મલિકે જે આક્ષેપો લગાવ્યા છે તદ્દન ખોટા છે. મારા જાહેર જીવનમાં અનેક લોકો સાથે મુલાકાત થતી હોય છે ત્યારે કોણે ફોટા પાડ્યા હોય તે મને ખબર નથી, પરંતુ જે ડ્રગ્સ કેસમાં આરોપી પકડાયો છે. તેમની સાથે મારે કોઈ ઓળખાણ નથી, માટે આ આક્ષેપો તદ્દન ખોટા છે.

જિતુ વાઘાણીએ પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કિરીટસિંહ રાણા કે અન્ય કોઈ આગેવાનો ડ્રગ્સ કેસમાં કોઈ કનેક્શન નહીં હોવાનું જણાવ્યું હતું. અને કોંગ્રેસ-એનસીપીને ખોટા આક્ષેપો કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બદનામ કરે છે તેવા આક્ષેપો કર્યા હતા. ભાવનગર ભાજપ કાર્યાલયેથી કિરીટસિંહ રાણાએ આક્ષેપો ફગાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, હું કોઈને મળ્યો નથી, મારે કોઈ સાથે કોઈ નાતો નથી. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિક એ ગુજરાતના ભાજપ નેતા કિરીટસિંહ રાણા ડ્રગ્સ માફિયા સાથે સંબંધ ધરાવે છે, તેવા કરેલા આક્ષેપને કીરીટસિંહ રાણાએ ફગાવી દીધા છે. કોંગ્રેસ અને એનસીપી તેના મોઢા આયનામાં જોઈ લે. હું કીરીટસિંહ સામે આક્ષેપ કરનારને ચેલેન્જ કરું છું. એન.સી.પી પુરાવો લાવે બાકી આક્ષેપ બંધ કરે.

જીતુ વાધાણીએ વધુમાં જણાવ્યું હતું કે, નવાબ મલિક દ્વારા ભાજપના કિરીટસિંહ રાણા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે, જે તેમણે નકારી કાઢ્યા છે, અને કોંગ્રેસ અને NCPના નેતાઓ એમના સંસ્કારો જોઈ લે, અમારા પૂર્વ મુખ્યમંત્રી દેવન્દ્ર ફડવીસ બરોબર રીતે આવા તત્વો, દેશદ્રોહી સાથે કોને કબાબ અને બીરિયાની પીરસ્તા હતા, દેશદ્રોહી સાથે રહેનાર કૉંગ્રેસ અને એનસીપી લોકો, અમારા રાજ્યના સિનિયર આગેવાન, મંત્રી કિરીટસિંહ રાણા ભાજપના વિચારો અને સંસ્કારો સાથે જોડાયેલા છે, હાલ ડ્રગ્સ કેસમાં મંત્રીઓને જે રીતે જોડવામાં આવે છે તેને સખત શબ્દોમાં વખોડવામાં આવ્યા હતા.

કિરીટસિંહ રાણા ઉપર ગંભીર આક્ષેપ
નવાબ મલિકે કહ્યું કે મહારાષ્ટ્રમાં 2, 4 ગ્રામ પકડીને પબ્લિસિટી કરવામાં આવે છે પણ ગુજરાતમાં ડ્રગનો મોટો કારોબાર ચાલી રહ્યો છે એવો લોકોને શક છે. ગુજરાતના દ્વારકામાં 350 કરોડનું ડ્રગ્સ મળ્યું છે આ એક નવો મામલો સામે આવ્યો છે. ડ્રગ્સ સાથે જોડાયેલા લોકો અમદાવાદની હોટલમાં રોકાતા હતા. જેમાં મનીષ ભાનુશાળી, સુનિલ પાટીલ સહિતના લોકો અમદાવાદ રોકાઈ ચૂક્યા છે. ડ્રગ્સ કાંડમાં સંડોવાયેલ લોકો કિરીટસિંહ રાણાને શું કામ મળતા હતા. મનીષ ભાનુશાળી, ગોસાવી વારંવાર કેમ ધારાસભ્ય કિરીટસિંહ રાણા પાસે જતા હતા. કિરીટસિંહ રાણા સાથે તેમના શું સંબંધ છે. આ સાથે કહ્યું કે, ગુજરાતમાં ડ્રગ્સ ડિસ્ટ્રીબ્યુશન રેકેટ ચાલે છે..જેથી DG, NCB અને NIA તપાસ કરી આની પાછળ કોણ છે તેની તપાસ કરે..

તેમણે કહ્યું કે ગુજરાતમાં જે રીતે મોટા પાયે ડ્રગ્સ મળ્યું છે તે જોઈને લાગે છે કે ત્યાં ડિસ્ટ્રીબ્યુશનનું રેકેટ ચાલે છે. અમારી માંગણી છે કે DG, NCB અને NIA તપાસ કરી આની પાછળ કોણ છે તેની તપાસ કરે. ગુજરાત ડ્રગનું હબ બની ગયુ છે તેવું સાબિત થઈ રહ્યું છે. નવાબ મલિકે વધુમાં કહ્યું કે જો ફડણવીસે તેમના માટે કઈ કહ્યું છે અને પાછું ન લીધુ તો તેઓ તેમના પર માનહાનિનો કેસ કરશે.

અત્રે નોંધનીય છે કે, મુંબઈ ડ્રગ કેસ બાદથી મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCP નેતા નવાબ મલિક  (Nawab Malik) સમીર વાનખેડે પર સતત આરોપો લગાવી રહ્યા છે. હવે આ મુદ્દે મલિક અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે પણ ટક્કર જોવા મળી રહી છે. ફડણવીસ વિરુદ્ધ NCP નેતાના આરોપોને લઈને ફડણવીસની પત્નીએ નવાબ મલિક વિરુદ્ધ કાયદાકીય રસ્તો અપનાવ્યો છે. અમૃતા દેવેન્દ્ર ફડણવીસે નવાબ મલિકને તેમના કથિત અપમાનજનક ટ્વીટને લઈને તેમના પર તેમના પરિવારની છબી ખરાબ કરવાનો આરોપ લગાવીને કાનૂની નોટિસ મોકલી છે.

આરોપ-પ્રત્યારોપ
તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે મલિક અને તેમના પરિવારજનોએ 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસના બે દોષિતો સાથે જમીનનો સોદો કર્યો હતો. આ પછી મલિકે વળતો જવાબ આપતા ફડણવીસ પર મહારાષ્ટ્રમાં નકલી કરન્સી રેકેટ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. મલિકે આ અંગે ફડણવીસ સામે માનહાનિનો કેસ નોંધવાની પણ વાત કરી છે. મલિકની પુત્રીએ ફડણવીસને કાનૂની નોટિસ મોકલી છે.

— ANI (@ANI) November 11, 2021

નોટિસના બદલે નોટિસ
ત્યારબાદ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસે મોર્ચો સંભાળી લીધો છે. અમૃતાએ કથિત રૂપથી ટ્વીટથી માધ્યમથી પોતાના પરિવારની છબી ખરાબ રવાનો આરોપ લગાવતા નવાબ મલિકને લીગલ નોટિસ મોકલી છે. અમૃતાએ નોટિસની કોપી ટ્વીટર પર શેર કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news