રાજકોટની 12 વર્ષની નેહાએ મેળવી અનોખી સિદ્ધિ

નેહાના કોઈ ખાસ કોચ નથી અને તે પોતાની માતાના માર્ગદર્શન હેઠળ જ પ્રેકટિસ કરીને આ દિશામાં આગળ વધી રહી છે

રાજકોટની 12 વર્ષની નેહાએ મેળવી અનોખી સિદ્ધિ

રાજકોટ : રાજકોટની કડવીબાઈ વિદ્યાલયમાં અભ્યાસ કરતી મધ્યમવર્ગની 12 વર્ષીય નેહા નિમાવતે અનોખી સિદ્ધિ મેળવી છે. તેણે 14 દેશોના સ્પર્ધકોને પાછળ મુકી પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ મેળવી રાજકોટની સાથે દેશનું નામ રોશન કર્યું છે. હાલમાં 26 થી 28 જાન્યુઆરી દરમિયાન મલેશિયામાં વિશ્વકક્ષાની યોગ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં વિવિધ દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જોકે એમાં નેહાએ બાજી મારી લીધી છે. 

નેહાની શાળામાં 3 વર્ષ અગાઉ યોગનું શિક્ષણ આપવાનું શરૂ કરાયું હતું. નેહાને એમાં રસ પડતા તેણે આ દિશામાં જ આગળ વધવાનું શરૂ કર્યું છે.  નેહાના કોઈ ખાસ કોચ નથી અને તે પોતાની માતાના માર્ગદર્શન હેઠળ જ પ્રેકટિસ કરીને આ દિશામાં આગળ વધી રહી છે. જુદા-જુદા કોચની સલાહ અને ઈન્ટરનેટની મદદથી તેની માતા તેને યોગના વિવિધ આસનો શીખવે છે.

ઇન્ટરનેશનલ યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડાલિસ્ટ બનેલી નેહાનું લક્ષ્ય આંતરરાષ્ટ્રીય યોગગુરૂ બનીને દેશભરના લોકોને યોગ શીખવવાનું છે. આ માટે નેહાએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news