અમદાવાદના કાફેમાં નીતિન પટેલે પાણીપુરી ખાધી, સુરતમાં યુવતીના હત્યા અને યુક્રેન મહાસંકટ મુદ્દે મહત્ત્વપૂર્ણ નિવેદન
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ કાફેનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યાં તેમણે પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો. હાલ નીતિન પટેલ કાફેમાં જે પાણીપુરી ખાધી તેનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થાય છે. ત્યારે આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો એક વીડિયો વાયરલ થયો છે. અમદાવાદના વસ્ત્રાપુર ખાતે સ્ટાર્ટ અપ ઈન્ડિયા અંતર્ગત એક 'રોબોટીક કાફે' નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ કાફેનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યાં તેમણે પાણીપુરીનો સ્વાદ માણ્યો હતો. હાલ નીતિન પટેલ કાફેમાં જે પાણીપુરી ખાધી તેનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. દેશના પ્રથમ રોબોટીક કાફેની અમદાવાદમાં શરૂઆત થઈ છે, ત્યારે આ પ્રસંગે નીતિન પટેલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે પાણીપુરી ખાધી હતી.
સુરતમાં યુવતીના હત્યા મુદ્દે નીતિન પટેલનું નિવેદન
આ પ્રસંગે સુરતમાં યુવતીના હત્યા મુદ્દે નીતિન પટેલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. પૂર્વ DyCM નીતિન પટેલે જણાવ્યું હતું કે, આવા બનાવ ચિંતાનજક છે. જેમાં સુરતનો બનાવ ખુબ જ ધૃણાસ્પદ છે. સુરતની ઘટના માટે રાજ્યનું ગૃહવિભાગ કડક કાર્યવાહી કરીને આગળની કામ કરાવશે. કિસાન ભરવાડ કેસની જેમ ઝડપી કામ થશે. સરકાર, કાયદો અને ગૃહ વિભાગ મળીને કામ કરી રહ્યું છે.
દેશના પ્રથમ રોબોટીક કાફેની અમદાવાદમાં શરૂઆત, નીતિન પટેલે ખાધી પાણીપુરી, જુઓ વીડિયો#ZEE24Kalak @Nitinbhai_Patel pic.twitter.com/qb2UbW6ogW
— Zee 24 Kalak (@Zee24Kalak) February 15, 2022
યુક્રેન મહાસંકટ મુદ્દે પૂર્વ DyCM નીતિન પટેલનું નિવેદન
યુક્રેન મહાસંકટ મામલે પૂર્વ DyCM નીતિન પટેલે જણાવ્યું હતું કે, યુક્રેમાં આપણા ગુજરાતીઓ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, જેથી વિદેશ વિભાગ ગુજરાતી વિદ્યાર્થીઓ સાથે સંકટમાં છે. ત્યાની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ છે. વિદ્યાર્થીઓને પરત લાવવાનો એક્શન પ્લાન તૈયાર છે. કોઈના પર જોખમ ના રહે એ માટે કામ કરી રહ્યા છીએ.
નોંધનીય છે કે અમદાવાદમાં નવા ખૂલેલા રોબેટ કાફેમાં માણસો નહીં પણ રોબોટ જ રોબોટ જોવા મળશે. ઓર્ડર લેવાથી લઈને નાસ્તો સર્વ કરવા સુધી માટે અલગ-અલગ રોબોટ છે. મજાની વાત એ પણ છેકે, આ રોબોટ તમારા પ્રશ્નોના જવાબો પણ આપશે. વસ્ત્રાપુર ખાતે સ્ટાર્ટ અપ ઈન્ડિયા અંતર્ગત રોબોટીક કાફેની શરૂઆત થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે