હાર્દિક પર નીતિન પટેલ આકરા પાણીએ, કહ્યું-પાસને કોંગ્રેસની એંઠી લોલીપોપ ભાવી
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરતા કહ્યું કે કોંગ્રેસે તેમની અનામતની માગણી સ્વીકારી લીધી છે. આ જ આધાર પર તેમણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોંગ્રેસને સમર્થન આપવાની વાત કરી છે. જેનો જવાબ આપતા ગુજરાતના ડેપ્યુટી સીએમ અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે હાર્દિક પટેલ પર કટાક્ષ કરતા કહ્યું કે મુરખાઓએ દરખાસ્ત આપી, મુરખાઓએ સ્વીકારી અને બીજાને મુરખ કહે છે.
- મુરખાઓએ દરખાસ્ત આપી, મુરખાઓએ સ્વીકારી- નીતિન પટેલ
- કોઈ પણ સંજોગોમાં કુલ અનામત 50 ટકાથી વધી શકે નહીં-પટેલ
- આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે અને હાર્દિક તેનાથી અજાણ છે.
Trending Photos
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરતા કહ્યું કે કોંગ્રેસે તેમની અનામતની માગણી સ્વીકારી લીધી છે. આ જ આધાર પર તેમણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોંગ્રેસને સમર્થન આપવાની વાત કરી છે. જેનો જવાબ આપતા ગુજરાતના ડેપ્યુટી સીએમ અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે હાર્દિક પટેલ પર કટાક્ષ કરતા કહ્યું કે મુરખાઓએ દરખાસ્ત આપી, મુરખાઓએ સ્વીકારી અને બીજાને મુરખ કહે છે. આ સાથે જ તેમણે પાટીદાર સમાજને હાર્દિક પટેલથી સાવધાન રહેવા જણાવ્યું. તેમણે કહ્યું કે હાર્દિક પોતાને નિર્દોષ સાબિત કરવા માંગે છે.
હાર્દિકની પ્રેસ કોન્ફરન્સનો જવાબ આપતા નીતિન પટેલે કહ્યું કે પાસને કોંગ્રેસની એંઠી લોલીપોપ ભાવી. હાર્દિકે સુપ્રીમ કોર્ટના તટસ્થ વકીલની સલાહ લેવી જોઈએ. હાર્દિકને મારી અપીલ છે કે તે નિષ્ણાંતની સલાહ લે. તેમણે કહ્યું કે કોઈ પણ સંજોગોમાં કુલ અનામત 50 ટકાથી વધી શકે નહીં. આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે અને હાર્દિક તેનાથી અજાણ છે. હાર્દિકને છેતરાવવું હોય તો છેતરાય. હાર્દિકને બોલવામાં કોઈ ક્ષોભ, શરમ, સંકોચ નથી.
હાર્દિક પર વધુ પ્રહાર કરતા તેમણે કહ્યું કે પાસ કન્વીનર ચૂંટણી લડ્યા નથી તે વાત ખોટી છે. પાસના કન્વીનર ગીતાબેન ચૂંટણી લડ્યા હતાં. કોંગ્રેસને આડે હાથ લેતા તેમણે કહ્યું કે કોંગ્રેસ ગુજરાતની જનતા વચ્ચે જઈ શકે તેમ નથી આથી હાર્દિક જેવા ચહેરાઓનો સહારો લે છે. પણ ગુજરાતની જનતા ભાજપને જ સાથ આપશે. ગુજરાતની જનતા છેતરાશે નહીં.
— Zee 24 Kalak (@Zee24Kalak) November 22, 2017
નીતિન પટેલે વધુમાં કહ્યું કે તારી જેટલી ઉંમર છે એટલો સમય મારો ધારાસભ્ય તરીકે થયો છે. અમે હોદ્દા પર છીએ અને જવાબદાર લોકો છીએ. તમે જેલમાંથી કેટલા પત્ર લખતા હતાં, ટિફિન મંગાવવા માટે વિનંતી કરતા હતાં તે બધુ મને યાદ છે. હું બધુ કહેવા માંગતો નથી. તેમણે હાર્દિક પર એવા પણ આક્ષેપ કર્યા કે તેણે તેના માટે કોંગ્રેસ સાથે સોદાબાજી કરી છે. તેમણે કહ્યું કે હાર્દિક તુ એમ ન સમજતો કે તારાથી ગુજરાત ચાલે છે. તુ પાટીદાર સમાજનું કલંક બનીને રહેવાનો છે, મારા શબ્દો યાદ રાખશે. હાર્દિક ખરતા તારાની જેમ ખોવાઈ જશે. તે પાટીદારોને અંદર અંદર લડાવ્યાં. સમાજમાં ઝેરના બી વાવ્યાં.સમાજની ગરીમા માટે હાર્દિકને સાંભળીએ છીએ. ડે.સીએમ નીતિન પટેલે એવું પણ કહ્યું કે અમે અપરિપકવ નથી. અમારું ઘણું અપમાન કર્યુ છે. તારા જેટલો અભિમાની કોઈ નથી. કપિલ સિબ્બલ મોટા વકીલ છે પરંતુ સુપ્રીમની ઉપર કોઈ ન જઈ શકે.
આ અગાઉ આજે સવારે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના નેતા હાર્દિક પટેલે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે તેમની અનામતની માગણીઓને કોંગ્રેસે સ્વીકારી લીધી છે. સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસ અનામત પર પ્રસ્તાવ લાવશે. આ સાથે જ તેમણે કહ્યું કે કેટલાક વર્ગોને જરૂરિયાત કરતા વધુ અનામત આપવામાં આવી છે. આવા સંજોગોમાં સર્વે કર્યા બાદ જે લોકોને અનામતની જરૂર છે માત્ર તેમને જ અનામત મળવી જોઈએ. અમારી માગણીઓ ગુજરાતના હિતમાં છે. પાટીદાર સમાજને શિક્ષા, રોજગાર જોઈએ. પાટીદારોને જોગવાઈ મુજબ નક્કી 50 ટકાથી વધુ અનામત મળી શકે છે. કોંગ્રેસ સાથે કોઈ સંબંધ નથી પરંતુ તેણે અનામત પર અમારી વાત માની. કોંગ્રેસ પાસે અમે ટિકિટ માંગી નથી. અમારે અનામત જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે