નિત્યાનંદ આશ્રમ વિવાદઃ તત્વપ્રિયાએ વધુ એક વીડિયો અપલોડ કર્યો, જાણો શું કહ્યું

લોપા મુદ્રાએ વીડિયો અપલોડ કરીને જણાવ્યું કે, "મીડિયા બંને બહેનોનું લોકેશન ટ્રેસ કરી રહ્યું છે. ભારત છોડ્યા પછી મારા જીવના બચાવ માટે ઘણા દેશમાં ફરી છું. મીડિયા દ્વારા ટ્રેસ કરવાના કારણે અમારા જીવ સામે જોખમ પેદા થયું છે. આ વીડિયો અમારી સુરક્ષા માટે જ અપલોડ કરી રહી છું."

નિત્યાનંદ આશ્રમ વિવાદઃ તત્વપ્રિયાએ વધુ એક વીડિયો અપલોડ કર્યો, જાણો શું કહ્યું

અમદાવાદઃ નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં દરરોજ નવા-નવા વળાંક આવી રહ્યા છે. આશ્રમમાંથી ફરાર યુવતીએ સોશિયલ મીડિયા પર નવા-નવા વીડિયો અપલોડ કરીને જાત-જાતની શરતો મુકી રહી છે તો વળી નવા-નવા આક્ષેપો પણ કરી રહી છે. શનિવારે લોપામુદ્રા ઉર્ફે તત્વપ્રિયાએ વધુ એક વીડિયો અપલોડ કરીને આક્ષેપ લગાવ્યો છે કે, મીડિયા તેનું લોકેશન ટ્રેસ કરી રહ્યું છે. જેના કારણે તેના જીવ પર જોખમ ઊભું થયું છે. 

લોપા મુદ્રાએ વીડિયો અપલોડ કરીને જણાવ્યું કે, "મીડિયા બંને બહેનોનું લોકેશન ટ્રેસ કરી રહ્યું છે. ભારત છોડ્યા પછી મારા જીવના બચાવ માટે ઘણા દેશમાં ફરી છું. મીડિયા દ્વારા ટ્રેસ કરવાના કારણે અમારા જીવ સામે જોખમ પેદા થયું છે. આ વીડિયો અમારી સુરક્ષા માટે જ અપલોડ કરી રહી છું."

લોપા મુદ્રાએ વધુમાં જણાવ્યું કે, "મેં જ મારી હિન્દૂ સાધ્વી તરીકેની જિંદગી પસંદ કરી છે. મેં સ્વામીજી વિરુદ્ધ ક્યારેય કોઈ દુષ્કર્મ અંગે ફરિયાદ કરી નથી કે કરવાની પણ નથી. મીડિયા મારા ચોક્કસ લોકેશન અને મારા બિલ્ડીંગના રહેઠાણ સહિતની વિગતો દર્શાવે છે, તે મારા માટે ખુબ જ જોખમી છે. કમનસીબે આ સમગ્ર પરિસ્થિતી અને મારા ગભરાટ માટે મારા પિતા જનાર્દન શર્મા જવાબદાર છે."

આ સાથે જ લોપામુદ્રાએ એક હેશટેગ #justice ForHinduMonkSisters સાથે તેમની ઝુંબેશને ટેકો આપવા માટે પણ લોકોને અપીલ કરી છે. લોપામુદ્રાએ જણાવ્યું કે, મારું અપહરણ થાય તેવી પણ મને ભીતિ છે. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news