ગુજરાતના અધધ નેતાઓ પર છે કેસ, સૌથી વધુ કેસ ભાજપના પાટીદાર ધારાસભ્ય હાર્દિક પટેલ સામે
Cases On Gujarat Politicians : ગુજરાતની વિવિધ કોર્ટમાં સાંસદ અને ધારાસભ્યો સામે 49 કેસ પેન્ડિંગ...સૌથી વધુ હાર્દિક પટેલ સામે 8 કેસ..તો મંત્રી રાઘવજી પટેલ, પરસોત્તમ સોલંકી સામે 1-1 પડતર કેસ..
Trending Photos
Cases On Gujarat Politicians : ગુજરાતમાં સૌથી મોટા સમાચાર એ છે કે કોર્ટોમાં MP-MLA સામે કુલ 49 કેસો પડતર છે. જેમાં રાહુલ ગાંધીથી લઈને ગુજરાત સરકારના 2 મંત્રીઓ સહિત અનેક મોટા માથાઓના નામ છે. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે સરકારે આ મામલે ખુલાસો કર્યો છે. ચૂંટણીપંચે ચૂંટણી લડતાં પહેલાં ક્રિમીનલ બેક ગ્રાઉન્ડ કે જે નેતાઓ સામે ફરિયાદ થઈ હોય તેવા નેતાઓની વિગતો જાહેરમાં લાવવા માટે કરેલા આદેશ બાદ રાજકીય પક્ષો આ મામલે જાહેરાતો કરીને લોકો જણાવે છે. જેને પગલે સામાન્ય પ્રજાને પણ ખબર પડે છે કે કયા નેતા સામે કેટલા કેસ નોંધાયેલા છે.
કયા કયા નેતાઓ સામે કેસ
સાંસદો-ધારાસભ્યો વિરૂધ્ધ કયાં કેટલા કેસો પડતર છે એ જાણીએ તો ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદમાં બે, જામનગરમાં એક, મહીસાગર- લુણાવાડામાં એક, ગોધરામાં એક, પાટણમાં એક, સુરતમાં એક કેસ પડતર છે. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સામે પીએમ નરેન્દ્ર મોદી સામે વાંધાજનક ઉચ્ચારણો સહિતના મુદ્દે અમદાવાદમાં બે અને સુરતમાં એક એમ કુલ ત્રણ કેસો પેન્ડિંગ છે. વર્તમાન મંત્રી રાઘવજી પટેલ સામે જામનગરમાં એક કેસ પડતર છે. વર્તમાન મંત્રી પરસોત્તમ સોલંકી સામે એસીબી કોર્ટ અને અમદાવાદમાં એક કેસ, વર્તમાન ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે જૂનાગઢમાં એક કેસ પડતર છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે નર્મદા જિલ્લામાં ચાર કેસો છે. ભાજપના ધારાસભ્ય અનંત પટેલ સામે નવસારી એક કેસ પડતર અને ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલ સામે પાટણમાં એક કેસ પડતર છે. સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા સામે પોરબંદર અને અમદાવાદમાં એમ બે કેસ છે. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સામે વડોદરામાં એક કેસ પડતર છે. આ સિવાય ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ સામે પંચમહાલમાં એક કેસ પડતર અને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે અમદાવાદમાં બે કેસો છે.
આ પણ વાંચો :
સૌથી વધુ કેસ હાર્દિક પટેલ સામે
સુપ્રીમ કોર્ટના નિર્દેશના પગલે સરકારે હાઈકોર્ટમાં પ્રોગ્રેસ રિપોર્ટ મૂક્યો છે. ગુજરાતની કોર્ટોમાં MP-MLA સામે ૪9 કેસો પડતર છે. જેમાં સૌથી વધુ હાર્દિક સામે છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે સૌથી વધુ કેસ છે. હાર્દિક પટેલ સામે સૌથી વધારે 8 કેસ નોંધાયા છે.
સાંસદો-ધારાસભ્યો વિરૂધ્ધના પડતર કેસો મુદ્દે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટ અરજીની સુનાવણીમાં સાંસદો અને ધારાસભ્યો વિરૂધ્ધના પડતર કેસોની માહિતી સાથેનો બહુ મહત્ત્વપૂર્ણ રિપોર્ટ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. જે મુજબ, હાલ સાંસદો અને ધારાસભ્યો વિરૂધ્ધ સૌથી વધુ ૧૩ કેસો અમદાવાદમાં પડતર છે. જો કે, છેલ્લા બે વર્ષમાં વર્તમાન ધારાસભ્યો અને સાંસદો સામેના પડતર કેસોમાં ઘટાડો નોંધાયો છે. ૨૦૨૦માં પડતર કેસોની સંખ્યા ૯૩ હતી, જેની સામે વર્ષ ૨૦૨૨માં આ કેસો ઘટીને તેની સંખ્યા ૪૯ થઇ છે. હાલ પડતર કેસોમાં સૌથી વધુ આઠ કેસો ભાજપના યુવા ધારાસભ્ય હાર્દિક પટેલ સામે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી સામે પણ ગુજરાતમાં કેસો પડતર છે. 2020માં પડતર કેસોની સંખ્યા 93 હતી. હવે 2022માં ઘટીને આ સંખ્યા 49 રહી ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે