ATM થયું આઉટડેટેડ! હવે આવ્યો QR Code નો જમાનો, જાણો શું છે RBI નું આગામી આયોજન

QR Code Vending Machine: મોનેટરી પોલિસીના પરિણામને સંબોધતા દાસે કહ્યું કે, સિક્કાની પહોંચને સરળ બનાવવા માટે આવું કરવામાં આવશે. નવા QR-કોડ આધારિત પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગ્રાહકો માટે UPI સુવિધા દ્વારા સિક્કા બનાવવાનું સરળ બનશે. ભારતના 12 શહેરોમાં પ્રારંભિક લોન્ચ કરાશે. સાથે આરબીઆઈનું આ પગલું એક વ્યૂહાત્મક નિર્ણય છે જેનાથી ભારતીય ચૂકવણીઓને ફાયદો થશે.

ATM થયું આઉટડેટેડ! હવે આવ્યો QR Code નો જમાનો, જાણો શું છે RBI નું આગામી આયોજન

QR Code Vending Machine: ભારતીય રિઝર્વ બેંકે હાલમાં જ મોનેટરી પોલિસી કમિટીના પરિણામો જાહેર કર્યા છે. રેપોરેટમાં વધારાની સાથે બેંકિંગ અને નાણાકીય ક્ષેત્ર માટે પણ કેટલીક જાહેરાતો કરવામાં આવી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, તેઓ QR કોડ પર આધારિત કોઈન વેન્ડિંગ મશીનો ઇન્સ્ટોલ કરવાની યોજના બનાવે છે. કારણ કે તેમને સેન્ટ્રલ બેંકના QR કોડ આધારિત સિક્કા વેન્ડિંગ મશીનને લોન્ચ કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

હાલમાં જ મોનેટરી પોલિસીના પરિણામને સંબોધતા દાસે કહ્યું કે, સિક્કાની પહોંચને સરળ બનાવવા માટે આવું કરવામાં આવશે. નવા QR-કોડ આધારિત પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગ્રાહકો માટે UPI સુવિધા દ્વારા સિક્કા બનાવવાનું સરળ બનશે. ભારતના 12 શહેરોમાં પ્રારંભિક લોન્ચ કરાશે. સાથે આરબીઆઈનું આ પગલું એક વ્યૂહાત્મક નિર્ણય છે જેનાથી ભારતીય ચૂકવણીઓને ફાયદો થશે.

વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો થયો છેઃ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ ચાવીરૂપ બેન્ચમાર્ક વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 6.5 ટકા કરવાનો નિર્ણય લીધો છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે જણાવ્યું હતું કે, MPCના 6 માંથી 4 સભ્યોએ રેપો રેટમાં આ વધારા સાથે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. રેપો રેટ એ દર છે કે જેના પર ભારતીય રિઝર્વ બેંક જરૂર પડ્યે વ્યાપારી બેંકોને નાણાં ધિરાણ આપે છે.

તમને જણાવી દઈએ કે, આ એક એવું સાધન છે જેનો ઉપયોગ કેન્દ્રીય બેંક ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરે છે. તેની ડિસેમ્બર મોનેટરી પોલિસીની સમીક્ષામાં સેન્ટ્રલ બેંકે ચાવીરૂપ બેન્ચમાર્ક વ્યાજ દર (રેપો)માં 35 બેસિસ પોઈન્ટ્સ (bps)નો વધારો કર્યો હતો અને દરેકમાં 50 bpsના ત્રણ બેક-ટુ-બેક વધારો આપ્યા હતા. RBIએ ગયા વર્ષના મેથી ટૂંકા ગાળાના ધિરાણ દરમાં 225 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.

QR આધારિત કોઈન વેન્ડિંગ મશીનઃ

ભારતીય રિઝર્વ બેંક 12 શહેરોમાં QR કોડ આધારિત કોઈન વેન્ડિંગ મશીન પર એક પાયલટ યોજના શરૂ કરશે.

વેન્ડિંગ મશીનો લગાવ્યા બાદ એટીએમ કાર્ડની જગ્યાએ QR કોડનો ઉપયોગ કરીને સિક્કા કાઢી શકાશે. 

આ વેન્ડિંગ મશીનો ગ્રાહકોના ખાતામાંથી ડેબિટ થવા પર સિક્કા આપશે.

આ વેન્ડિંગ મશીનો બેંક નોટોના ભૌતિક ટેન્ડરને બદલે UPIનો ઉપયોગ કરીને સિક્કાઓનું વિતરણ કરશે.

આનાથી સિક્કાની ઉપલબ્ધતા સરળ બનશે.

RBIના ગવર્નર દાસે કહ્યું કે, પાયલોટ પાસેથી મળેલી માહિતીના આધારે આ મશીનોનો ઉપયોગ કરીને સિક્કાના વિતરણને પ્રોત્સાહન આપવા માટે બેંકોને માર્ગદર્શિકા જારી કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news