મહેસાણાના સમૂહ લગ્નમાં ધીંગાણું, ખુરશી હવામાં ઉછળી, તોડફોડ બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

Mehsana News : મહેસાણામાં સમૂહ લગ્નમાં ઉછળી ખુરશીઓ..... અજાણ્યા વ્યક્તિઓએ તોડફોડ અને પથ્થરમારો કરી ઉત્પાત મચાવ્યાનો આરોપ..... મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન....
 

મહેસાણાના સમૂહ લગ્નમાં ધીંગાણું, ખુરશી હવામાં ઉછળી, તોડફોડ બાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

Mehsana News :  મહેસાણામાં આયોજીત સમૂહ લગ્નમાં ગજબ સિનાયરો જોવા મળ્યો હતો. અહીં લગ્નમાં ખુરશીઓ ઉછળી જેનો વીડિયો મોબાઇલ કેમેરામાં કેદ થયો છે. મહેસાણના કસ્બાથી કુકસ રોડ પર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અજાણ્યા ઇસમોએ ઉત્પાત મચાવ્યો હતો. આ વાત તો ખાલી ખુરશી ફેંકવાની થઇ, પરંતુ કેટલાક શખ્શોએ તોડફોડ અને પથ્થરમારો પણ કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મામલો બેકાબૂ થતા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જ્યાં સમાજના અગ્રણીઓ હાજર રહી પોલીસને રજૂઆત કરી હતી. સમગ્ર ઘટના અંગે મહેસાણા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમૂહ લગ્નમાં તોડફોડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. 

બન્યુ એમ હતું કે, મહેસાણાના કસ્બા પાસે કુકસ રોડ પર આ ઘટના બની હતી. ઈન્દિરાનગર વસાહત પાસે રોહિત સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયુ હતું. આ લગ્નપ્રસંગમાં હજારો મહેમાનોને આમંત્રિત કરાયા હતા. પરંતું સમૂહ લગ્ન દરમિયાન બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી હતી, જે બાદ મામલો બિચક્યો હતો. જેના બાદ અજાણ્યા શખ્સોએ સમૂહ લગ્નમાં તોડફોડ અને પથ્થરમારો કર્યો હતો. તો સાથે જ એકબીજા પર ચાલુ સમૂહ લગ્નમાં ખુરશીઓ ઉછાળી હતી. ચાલુ સમૂહ લગ્નમા અજાણ્યો શખ્સોએ એકબીજા પર ખુરશીઓ ઉછાળી હતી. ગણતરીની મિનિટોમાં જ મંડપની અંદર 50 જેટલી ખુરશીઓનો ભુક્કો બોલાવાયો હતો. તો કેટલાક શખ્સોએ મારામારી પણ કરી હતી.  

આ પણ વાંચો : 

શા કારણે મામલો બિચક્યો
આ ઘટના બાદ સામે આવ્યું કે, સમૂહ લગ્નમાં કેટલાક લોકો ડીજેમા નાચી રહ્યા હતા ત્યારે જ ચિત્રોડીપુરા વસાહત પાસે રહેતા લોકો સમૂહ લગ્નમાં નાચવા આવી ગયા હતા. જેઓને રોકવામાં આવ્યા હતા. આ બાદ શૈલેષ સેના, રાજુ સેનમા, બળવંત સેનમા નામના યુવકોએ સમૂહલગ્નમાં પડેલી ખુરશીઓ ઉપાડી ફેંકવાનું ચાલું કર્યું હતું અને મારામારી કરી હતી. આ બાદ નાસભાગ મચી હતી.

મામલો એટલો બિચક્યો હતો કે, લગ્નમાં આવેલા મહેમાનોની ગાડીના કાચ પણ તોડી પાડવામાં આવ્યા હતા. તો અન્ય વસ્તુઓને પણ નુકસાન કરાયું હતું. ઘટના બાદ સમાજના અગ્રણીઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મહેસાણા એ ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news