અલંગ ઉદ્યોગ મુશ્કેલીમાં મૂકાયો, યુદ્ધને કારણે 15 દિમાં એકપણ જહાજ વેચાવા માટે ન આવ્યું

ભાવનગરનો અલંગ ઉદ્યોગ હાલ વૈશ્વિક લેવલે જહાજના ભાવ ઉંચકાતા ફરી મુશ્કેલીમાં મુકાયો છે. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રૂપિયાનું મૂલ્ય ઓછું થઈ જતાં ભાવ વધારો સહન કરવો પડે છે. ત્યારે વૈશ્વિક બજારોમાં જહાજના ભાવ 680 ડોલર કરતા વધી જતાં પ્રતિકૂળ પરિસ્થિતિઓ માં ઘેરાયેલો અલંગ ઉદ્યોગ ફરી મુશ્કેલી અનુભવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા 15 દિવસથી એક પણ જહાજ વેચાવા માટે નથી આવ્યું, જે પણ અલંગ ઉદ્યોગ માટે માઠા સમાચાર છે. 
અલંગ ઉદ્યોગ મુશ્કેલીમાં મૂકાયો, યુદ્ધને કારણે 15 દિમાં એકપણ જહાજ વેચાવા માટે ન આવ્યું

નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગરનો અલંગ ઉદ્યોગ હાલ વૈશ્વિક લેવલે જહાજના ભાવ ઉંચકાતા ફરી મુશ્કેલીમાં મુકાયો છે. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રૂપિયાનું મૂલ્ય ઓછું થઈ જતાં ભાવ વધારો સહન કરવો પડે છે. ત્યારે વૈશ્વિક બજારોમાં જહાજના ભાવ 680 ડોલર કરતા વધી જતાં પ્રતિકૂળ પરિસ્થિતિઓ માં ઘેરાયેલો અલંગ ઉદ્યોગ ફરી મુશ્કેલી અનુભવી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા 15 દિવસથી એક પણ જહાજ વેચાવા માટે નથી આવ્યું, જે પણ અલંગ ઉદ્યોગ માટે માઠા સમાચાર છે. 

જહાજ માથી નીકળતાં સ્ક્રેપના ભાવ સ્થાનિક લેવલે વધી ગયા છે, પરંતુ મોંઘા ભાવે જહાજ ખરીદ કર્યા પછી એ ભાવ ઘટે તો ખૂબ મોટું નુકશાન થઈ શકે છે. હાલ યુક્રેન રશિયા યુદ્ધ ના કારણે ક્રૂડના ભાવ સતત વધી રહ્યા છે અને તેના પરિવહન માટે દરિયાઈ જહાજો પર જ આધાર રાખવો પડે છે. આ વિશે શિપ રિસાઈકલિંગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના જોઈન્ટ સેક્રેટરી હરેશ પરમારે જણાવ્યુ કે, હાલ અલંગમાં નવુ જહાજ ખરીદવામાં ભારે જોખમ રહેલુ છે. કારણ કે, એકવાર મોંઘા ભાવનું જહાજ ખરીદી તો લેવાય, પણ બે મહિના પછી શિપ અલંગમાં આવે તો માર્કેટની સ્થિતિ બદલાઈ ગઈ હોય. આવામાં અમારી નુકસાનીની ટકાવારી વધી જાય છે. 

બીજી તરફ, યુક્રેન રશિયાના યુદ્ધને કારણે ક્રૂડના ભાવ સતત ઉંચકાયા છે. જહાજના પરિવહન માટે દરિયા પર આધાર રાખવો પડે છે. હાલ ક્રુડ ઓઈલના ભાવ ઉંચકાયા તો જહાજને લાવવાનો ખર્ચ પણ વધી જાય છે. આ કારણે હાલ પૂરતા કોઈ જહાજ અલંગમાં આવી નથી રહ્યા. છેલ્લા 15 દિવસથી એકપણ જહાજ આંતરરાષ્ટ્રીય માર્કેટથી અલંગમાં પહોંચ્યુ નથી. તેથી અલંગનુ માર્કેટ પણ યુદ્ધની સ્થિતિ થાળે પડે તેની રાહ જોઈ રહ્યુ છે. જોકે, આ સ્થિતિ ક્યારેય સુધરે તેની કોઈ માહિતી નથી. માર્કેટ ત્યા સુધી અનિશ્ચિત રહેશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news