સુરત : માથાભારે સૂર્યા બંગાળીએ પંટરો સાથે જાહેરમાં ઢોલ-નગારા સાથે કર્યું બર્થડે સેલિબ્રેશન

સુરતમાં માથાભારે તરીકે છાપ ધરાવતા સૂર્યા બંગાળીએ તેના પંટરો દ્વારા બર્થ ડે સેલિબ્રેશન જાહેર રસ્તા ઉપર કરવામાં આવ્યું હતું. ભાઈ તરીકે છાપ ધરાવતા સૂર્યા બંગાળીની બર્થ ડે મનાવવા માટે ઢોલ નગારા સાથે મધરાત્રે સરઘસ કાઢવામાં આવ્યુ હતું. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મોડી રાત્રે આવી રીતે બર્થ ડે સેલિબ્રેશનના કારણે પોલીસ જાહેરનામાનો ભંગ થયો છે. પોલીસે વાયરલ વીડિયો અને ફોટાઓ પરથી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. 
સુરત : માથાભારે સૂર્યા બંગાળીએ પંટરો સાથે જાહેરમાં ઢોલ-નગારા સાથે કર્યું બર્થડે સેલિબ્રેશન

ચેતન પટેલ/સુરત :સુરતમાં માથાભારે તરીકે છાપ ધરાવતા સૂર્યા બંગાળીએ તેના પંટરો દ્વારા બર્થ ડે સેલિબ્રેશન જાહેર રસ્તા ઉપર કરવામાં આવ્યું હતું. ભાઈ તરીકે છાપ ધરાવતા સૂર્યા બંગાળીની બર્થ ડે મનાવવા માટે ઢોલ નગારા સાથે મધરાત્રે સરઘસ કાઢવામાં આવ્યુ હતું. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. મોડી રાત્રે આવી રીતે બર્થ ડે સેલિબ્રેશનના કારણે પોલીસ જાહેરનામાનો ભંગ થયો છે. પોલીસે વાયરલ વીડિયો અને ફોટાઓ પરથી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. 

સુરતના મહિધરપુરા અને ગોપીપુરા વિસ્તારમાં સૂર્યા બંગાળી માથાભારે તરીકેની છાપ ધરાવે છે. ત્યારે સૂર્યા બંગાળીની બર્થ ડેને લઇ તેના પંટરો દ્વારા ભવ્ય બર્થ ડે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. મધરાત્રે  સેલિબ્રેશનમાં ફટાકડા ફોડી ઢોલ-નગારા સાથે સરઘસ કાઢવામાં આવ્યુ હતું. તેના પંટરો દ્વારા હાથમા ફટાકડા ફોડતા નજરે આવ્યા હતા. જ્યારે અન્ય ઈસમો જાહેરમાં રૂપિયાનો વરસાદ કરતા નજરે આવે છે. એટલુ જ નહી સૂર્યા ડેવિડ લખાયેલી મોટી કેક પણ જાહેર રસ્તા ઉપર કાપવામાં આવી હતી. 

સુરતના અઠવા અને મહિધરપુરા વિસ્તારોમાં મારામારી અને ગુંડાગર્દી કરનાર સૂર્યા બંગાળી પર અગાઉ પોલીસ કેસ પણ થયા છે. માથાભારે છબી ધરાવતા સૂર્ય બંગાળીના આ બર્થ ડે સેલિબ્રેશનને લઈ લોકો અંદરથી કશું બોલી પણ શક્યા નહોતા, પરંતુ વીડિયો વાયરલ થતા હવે પોલીસ હરકતમાં આવી છે અને કાયદાકીય કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં જાહેરમાં કેક કાપવી એક ટ્રેન્ડ બની ગયો છે. આ પહેલા પણ તલવારથી કેક કાપનારાઓ વિવાદમાં આવી ચૂક્યા છે. પોલીસ કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરી છે. પરંતુ જાણે સુરત પોલીસનો કોઈને ડર રહ્યો ન હોય તેમ લોકો વધુને વધુ આવી હરકતો કરી રહ્યાં છે. જે સુરત પોલીસ માટે પણ મોટી ચેલેન્જ કહી શકાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news