વેલેન્ટાઇન ડેના દિવસે જ ભૌતિક સુખ છોડી ભાવનગરની આ દિકરી લેશે દિક્ષા

ભાવનગરમાં રૂપાણી સ્થિત મૂળ વરલ ગામનાં વતનની જેઓ જૈન પરિવારની દીકરી મીન્જલ શાહ સંસારની મોહ માયા છોડી સંયમ ગ્રહણ કરશે. માતા નિર્મલાબેન અને પિતા ધીરજલાલ તેમની 27 વર્ષની દીકરી મીન્જલ આગામી 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન-ડેનાં દિવસે દિક્ષા અંગીકાર કરી પ્રભુ મહાવીર સાથે પ્રીતથી બંધાઈ જશે.
 

 વેલેન્ટાઇન ડેના દિવસે જ ભૌતિક સુખ છોડી ભાવનગરની આ દિકરી લેશે દિક્ષા

નીતિન ગોહીલ/ભાવનગર: ભાવનગરમાં રૂપાણી સ્થિત મૂળ વરલ ગામનાં વતનની જેઓ જૈન પરિવારની દીકરી મીન્જલ શાહ સંસારની મોહ માયા છોડી સંયમ ગ્રહણ કરશે. માતા નિર્મલાબેન અને પિતા ધીરજલાલ તેમની 27 વર્ષની દીકરી મીન્જલ આગામી 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન-ડેનાં દિવસે દિક્ષા અંગીકાર કરી પ્રભુ મહાવીર સાથે પ્રીતથી બંધાઈ જશે.

વર્તમાન સમયમાં પેઢી ભોવ્તિક સુખો અને ટેકનોલોજી તેમજ મોજશોખમાં રત રહે છે. આ યુવા પેઢી યોગ્ય રાહ ચીંધતા સુરતમાં એક સાથે આંઠ યુવતીઓ સાથે ભાવનગરનાં જૈન પરિવારની દીકરી મીન્જલ ધીરજલાલ શાહ પણ સંસારની મોહ માયા છોડી સંયમ ગ્રહણ કરશે. આગામી 14 ફેબ્રુઆરીનાં રોજ જયારે યુવાઓ વેલેન્ટાન-ડે ની ઉજવણીમાં વ્યસ્ત હશે. 

આ આઠેય યુવતીઓ સંસારનાં રંગો છોડી સ્વેત (સફેદ) વસ્ત્રો અપનાવી પરમાત્માનાં પંથે ડગ માંડશે. શ્રી કૈલાશનગર શ્ર્વેતાન્બર મૂર્તિપૂજક જૈન સંધનાં આંગણે પ્રથમવાર દિક્ષા દાનેશ્ર્વ્રારી આચાર્યશ્રી ગુણરત્નસૂરીસ્વરજી મહારાજની નિશ્રામાં આગામી તારીખ 14 ફેબ્રુઆરીનાં રોજ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતનાં 8 મુમુક્ષુઓ દિક્ષા ગ્રહણ કરશે. દિક્ષા દાનેશ્વરીનાં હસ્તે ગત વર્ષ 410મી દિક્ષાની નોધ ગ્રીનીશ બુક ઓફ વલ્ડ રેકોર્ડની ટીમે લીધી હતી. આ સર્વે પુણ્યશાળી આત્માઓ સંયમ ગ્રહણ કરી સંસારનો ત્યાગ કરશે.

લોકસભા 2019: ગુજરાતની 26 બેઠકો માટે કોંગ્રેસે કર્યું માઇક્રો પ્લાનિંગ, થશે 500 સભાઓ

મીન્જલનાં પિતા શિહોરનાં વરલ ગામે કરિયાણાની દુકાન ધરાવતા હતા.  મીન્જલે પિતાની છત્ર છાયા નાની ઉમરમાં જ ગુમાવેલી હતી. ત્યાર બાદ મોટા ભાઈ અને અન્ય ૩ સગી બહેનોનાં તેમજ માતાનાં સંગાથે ઉછેર થયેલ. મીન્જ્લ બાળપણથી ભાવનગરનાં જૈનોની તીર્થનગરી એવી પવિત્ર ભૂમિ પાલીતાણા ખાતે શ્રાવિકાશ્રમમાં બેચલર ઓફ આર્ટસ સુધી અભ્યાસ પૂર્ણ કર્યો હતો. મીન્જ્લમાં નાનપણથી ધર્મનાં ઊંડા સંસ્કારોનું ઘડતર થયેલ છે. 

સત્તાની લડાઈ : અમદાવાદમાં આમનેસામને આવ્યા VHP અને AHPના કાર્યકર્તાઓ

મીન્જલે પંચપ્રતીકમળ અને જૈનોનાં જીવીચાર એવા અનેક શાસ્ત્રોનો ઊંડાણ પૂર્વક અભ્યાસ કરી સાથે સાથે ભાવનગરનાં જૈનોની તીર્થનગરી એવી પવિત્ર ભૂમિ પાલીતાણાની ૯૯ યાત્રા અને પગપાળા સંઘ પણ કરેલ છે. મૂળ શિહોરનાં વરલ ગામનાં વતની અને હાલ ભાવનગરનાં સ્વ.ધીરજલાલ શાહ અને વિમળાબેન શાહની પુત્રી મીંજલ શાહ કે જેમને હોમ સાયન્સમાં ગ્રેજ્યુએશન કરેલું છે અને 27 વર્ષની ઉંમરે સાધ્વી શ્રી પ્રમોદેરેખાશ્રીજી સાથે બે વર્ષ રહી સંયમ માર્ગની તાલીમ લીધી છે.

વડોદરા : મીસા કાયદા સમયે જેલવાસ ભોગવી ચૂકવેલા RSS કાર્યકર્તાનો મૃતદેહ રેલવે ટ્રેક પરથી મળ્યો

જૈન સમાજ દિક્ષા એટલે ખુબજ આકરી પરિક્ષા, જેમાં દિક્ષા લીધા બાદ ખુલ્લા પગે ચાલીને જવાનું (વિહાર કરવાનું) જે મળે તે નિર્દોષ અને સાત્વિક ગોચરી વાપરવાની હોય છે અને દિક્ષાનાં દિવસે તેના જીવનનું છેલ્લીવાર સ્થાન (નાહવાનું) હોય છે અને ત્યાર બાદ માથા પર નાં વાળ પણ હાથેથી ખેચીને કાઢવામાં આવે છે. પૈસા કે સોનું-ચાંદી કોઈને અડવાનું પણ હોતું નથી. સતત અભ્યાસ અને સાધનામાં મગ્ન રહેવાનું હોય છે. સમાજનાં લોકોને વૈરાગ્ય અને વૈરાગ્યનો ઉપદેશ દેતા હોય છે. અને ધર્મની પ્રભાવના કરતા હોય છે. અને દિક્ષા લીધા બાદ કોઈ દિવસ ઘરે રહેવાનું હોતું નથી કે ઘરે આવવાનું હોતું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news