ક્યારે અટકશે નશાનો કારોબાર? અમદાવાદમાં ફરી લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું, ખુલ્યું રાજસ્થાન કનેક્શન

Ahmedabad Crime News: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ વટવામાંથી એક આરોપી સાથે 229 ગ્રામના એમડી ડ્રગ્સ સાથે 23 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. 

ક્યારે અટકશે નશાનો કારોબાર? અમદાવાદમાં ફરી લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું, ખુલ્યું રાજસ્થાન કનેક્શન

ઉદય રંજન/ અમદાવાદ: અમદાવાદમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ વટવામાંથી એક આરોપી સાથે 229 ગ્રામના એમડી ડ્રગ્સ સાથે 23 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં ઊભેલા શખ્સનું નામ જાકીર શેખ ઉર્ફે જીગો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે જાકીર શેખ ઉર્ફે જીગો પાસે એમડી ડ્રગ્સ છે. જે આધારે જાકીર શેખ ઉર્ફે જીગાના ઘરે  સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે સર્ચ ઓપરેશનમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચને 229 ગ્રામ 700 મિલી ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. તેની બજાર કિંમત 23 લાખ થવા પામે છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે કે આ એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના દેવલદી ખાતેથી અમન પઠાણ પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે. આ અગાઉ પણ જાકીર શેખ ઉર્ફે જીગો અનેક વખત એમડી ડ્રગ્સ ની ડિલિવરી મેળવી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ ફરાર  અમન પઠાણ શોધખોળ શરુ કરી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જાકીર શેખ ઉર્ફે જીગો પહેલા ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતો જેના તેના પર કેસ પણ થઇ ચુક્યા છે અને ત્યારબાદ ડ્રગ્સનો ધંધો એક માસથી જ શરૂ કર્યો હતો અને નાના પાર્સલ કરીને અમદવાદમાં અલગ અલગ સ્થળ પર વેચતો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news