હાથી જીવતો લાખનો મરે તો સવા લાખનો: 38.54 કરોડના INS વિરાટને એક કંપની 100 કરોડમાં ખરીદવા તૈયાર
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર : ભારતની આન બાન અને શાન શમુ યુદ્ધ જહાજ INS વિરાટ હાલ વિવાદમાં ફસાયું છે, તારીખ 28 સપ્ટેમ્બરે અલંગ ખાતે આગમન સાથે થેંક્યું વિરાટ નામે કાર્યક્રમનું આયોજન થયું હતું, ભારતીય નૌકાદળનું વિમાન વાહક જહાજ વિસર્જન માટે અલંગ આવી પહોંચ્યુ છે. જોકે આ જહાજ ભાંગી નાખવા માટે ખરીદનારા અલંગના શ્રીરામ ગ્રુપે હવે જહાજ વેચવા માટે સોદાબાજી શરૂ કરી દીધી છે.
INS વિરાટ જહાજને રાષ્ટ્ર ગૌરવના નામે 38.54 કરોડમાં ખરીદ્યા પછી હવે આ ગ્રુપે તેને સો કરોડમાં વેચવા તૈયાર બતાવી છે. જોકે થેંક્યું વિરાતના કાર્યક્રમમાં આવેલા કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ મંડવ્યા એ જાહેરમાં કહ્યું હતું કે આ જહાજ ૭૦ વર્ષ જૂનું હોય એક્સપર્ટ ના અભિપ્રાય મુજબ તેને મ્યુઝિયમમાં ફેરવી શકાય નહીં અને જો ફેરવાય તો મોટો અકસ્માત થવાની સંભાવના છે, હવે આ જહાજને મ્યુઝિયમમાં ફેરવવા માટે મુંબઈના એક મોટા જૂથે માંગણી કરી છે અને ગોવા ના મુખ્ય પ્રધાને પણ આ જહાજને મ્યુઝિયમ બનાવવા માટે સહમતી દર્શાવી છે, હવે સવાલ એ ઉભો થાય છે કે જો મ્યુઝિયમ જ બનાવવાનું હોય તો આ જહાજને સસ્તામાં શા માટે વેચી દેવાયું અને હવે જેને વેચવામાં આવ્યું છે તે ગ્રુપ શા માટે તેને ઊંચા ભાવે વેચવા સહમત થયું એ પ્રશ્ન ઉપસ્થિત થયો છે, આ જહાજ શ્રીરામ ગ્રુપના મુકેશ પટેલે કહ્યુ હતુ કે આમ તો સવાસો કરોડ મૂલ્ય છે, પણ હું 100 કરોડમાં આપવા તૈયાર છું. જહાજ ખરીદીને સંગ્રહાલયમાં ફેરવવા માટે મુંબઈ સ્થિત કંપની એન્વીટેક મરિન તૈયાર થઈ છે.
INS વિરાટ જહાજ ખરીદનાર મુકેશ પટેલનું કહેવું છે કે જે કોઈ ઉદ્યોગગૃહ આ જહાજ ને મ્યુઝિયમ બનાવવા માંગે તો હું આ જહાજ 100 કરોડ મા આપી દેવા તૈયાર છું મેં 38.50 કરોડ માં ખરીદ્યા બાદ કસ્ટમ ડ્યુટી ,જીએસટી તેમજ જહાજ ખરીદવા માટે ની રકમ 3 માસ પહેલા ભરી છે તો તેનું વ્યાજ પણ આમાં ગણાવું જોઈએ તેમણે એમ પણ કહ્યું કે જો તમારે જોઉતું હોઈ તો ભારત સરકારની પરમીશન લઈ આવો તો હું રાષ્ટ્રભક્તિ માટે જહાજ આપી દેવા તૈયાર છું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે