સિંહ મુદ્દે PIL: જસ્ટિસે રમુજ કરતા કહ્યું હવે તો સિંહો હાઇકોર્ટમાં આવશે અમને બચાવવા અરજી કરશે

ગીર અભ્યારણ્યમાં એશિયાટીક સિંહોની જાણવણી માટે હાઇકોર્ટમાં કરાયેલી જાહેર હિતની અરજી સંદર્ભે ફરી પીઆઇએલ થતા જસ્ટિસે હળવી ટકોર કરતા જણાવ્યું કે, હવે દિવસો દૂર નથી જ્યારે સિંહો હાઇકોર્ટમાં આવશે અને કહેશે કે અમને બદલતા રહો. જો કે આ વાત જસ્ટિસ પારડીવાળાએ ખુબ જ હળવાશમાં કહી હતી. આ અંગેની વધારે સુનાવણી 24 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. શુક્રવારે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ તેના થોડી જ મિનિટોમાં કોર્ટનો સમય પુર્ણ થઇ ગયો હતો. 
સિંહ મુદ્દે PIL: જસ્ટિસે રમુજ કરતા કહ્યું હવે તો સિંહો હાઇકોર્ટમાં આવશે અમને બચાવવા અરજી કરશે

અમદાવાદ : ગીર અભ્યારણ્યમાં એશિયાટીક સિંહોની જાણવણી માટે હાઇકોર્ટમાં કરાયેલી જાહેર હિતની અરજી સંદર્ભે ફરી પીઆઇએલ થતા જસ્ટિસે હળવી ટકોર કરતા જણાવ્યું કે, હવે દિવસો દૂર નથી જ્યારે સિંહો હાઇકોર્ટમાં આવશે અને કહેશે કે અમને બદલતા રહો. જો કે આ વાત જસ્ટિસ પારડીવાળાએ ખુબ જ હળવાશમાં કહી હતી. આ અંગેની વધારે સુનાવણી 24 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે. શુક્રવારે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ તેના થોડી જ મિનિટોમાં કોર્ટનો સમય પુર્ણ થઇ ગયો હતો. 

આ અગાઉ ગીર તલાલામાં આવેલા દેવળિયા પાર્કમાં સિંહણને જોવા માટે 7 જીપ્સી ભરીને પ્રવાસીઓએ ઘેરી લેતા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. આ મુદ્દે હાઇકોર્ટ જાહેર હિતની અરજી થઇ હતી. આ મુદ્દે હાઇકોર્ટે નવેમ્બરના અંત સુધીમાં સુનાવણી કરતા ગીરમાં સિંહદર્શન માટેની સફારીમાં ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો હતો. ટુરિસ્ટે સિંહ સિંહણના દર્શન કરવા માટે સ્થાનિકો અને સત્તાધીશો દ્વારા જાતજાતના કીમિયા કરવામાં આવે છે. જેના કારણે સિંહોનુ અસ્તિત્વ સામે જોખમ ઉભુ થઇ રહ્યું છે. 

ગુજરાત હાઇકોર્ટે સુનાવણી દરમિયાન ટકોર કરી હતી કે, સિંહ-સિંહણને શાંતિથી જીવવા દો, શા માટે તેને પરેશાન કરો છો? કુદરતને હેરાન ન કરો. કુદરતના ક્રમમાં વિક્ષેપ પાડવો ન જોઇએ. સફારીમાં ચાલતી વિવિધ પ્રવૃતિમાં ઘટાડો કરવો જોઇએ. ગત્ત સુનાવણી દરમિયાન બેન્ચે રમુજ કરતા કહ્યું કે, સિંહને જંગલમાં પરેશાન કરો છો એટલા જ માટે સિંહો પણ હવે ગામમાં આવે છે. આ ઉપરાંત જસ્ટિસે કહ્યું કે, સિંહના ટોળા પબ્લિક ટોઇલેટની બહાર જોવા મળ્યા તે જોઇને કોઇને ડાયેરિટા થયો હોય તો પણ બંધ થઇ જાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news