સુરતઃ કાર ચાલકે 4 લોકોને અડફેટે લેતા 1 મહિલાનું મોત, સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

સુરતના ઓલપાડ તલાડ ગામ પાસે આજે સવારે એખ પુરપાટ ઝડપે જતી ટવેરા કાર ચાલકે એક્ટીવા પર સવાર ત્રણ લોકો તથા રસ્તો ક્રોસ કરતી એક મહિલાને અડફેટે લીધા હતા. અકસ્માતની ઘટના બનતા જ એકટીવા 10 ફૂટ ઉંચૂ ફંગોળાયને ખાડામાં પડ્યું હતું.

સુરતઃ કાર ચાલકે 4 લોકોને અડફેટે લેતા 1 મહિલાનું મોત, સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

ચેતન પટેલ, સુરત: સુરતના ઓલપાડમાં અજાણ્યા કાર ચાલકે 4 લોકોને અડફેટે લેતા 1 મહિલાનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. મહિલાનું મોત થતાં ગ્રામજનોએ વિરોધ શરૂ કરી દીધો હતો. એટલું જ નહીં, ગ્રામજનોએ મહિલાના મૃતદેહને રસ્તા વચ્ચે જ મૂકી દેખાવો શરૂ કર્યા હતા. સ્થાનિકો અને મૃતકના પરિવારજનોએ માગ કરી કે જ્યાં સુધી રસ્તા પર બમ્પ નહીં મુકવામાં આવે, ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે. ગ્રામજનોનાં આવા જ વિરોધના પગલે રોડ પર ટ્રાફિક જામ થયો. બીજી તરફ આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સુરતના ઓલપાડ તલાડ ગામ પાસે આજે સવારે એખ પુરપાટ ઝડપે જતી ટવેરા કાર ચાલકે એક્ટીવા પર સવાર ત્રણ લોકો તથા રસ્તો ક્રોસ કરતી એક મહિલાને અડફેટે લીધા હતા. અકસ્માતની ઘટના બનતા જ એકટીવા 10 ફૂટ ઉંચૂ ફંગોળાયને ખાડામાં પડ્યું હતું. તથા મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યૂ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ ઓલપાડ વિસ્તારના આસપાસના તમામ ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

અંદાજિત એક હજારથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવી સુરત-ઓલપાડનો હાઇવે પર બાંબુ આડા કરી રસ્તો બંધ કરાવી દીધો હતો. તેમની એક જ માંગ હતી કે તાત્કાલીક ધોરણે રસ્તા પર સ્પીડ બ્રેકર નાખવામાં આવે. અગાઉ પણ ગ્રામવાસીઓ દ્વારા સ્પીડ બ્રેકર નાંખવા માટે અરજીઓ પણ કરવામાં આવી હતી. જો કે, તેમની કોઇ પણ પ્રકારની વાત સાંભળવામાં આવી ન હતી. આ અગાઉ પણ અહીં આજ રસ્તા પર 45થી 50 લોકોના મોત નિપજ્યાં છે.

બીજી તરફ વાતની જાણ થતા જ ઓલપાડ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગ્રામવાસીઓ દ્વારા તાત્કાલીક અહીં સ્પીડ બ્રેકર મુકાવવાની વાતે અડંગ રહ્યાં હતા. અંદાજિત 3 કલાક સુધી આ જ રીતે રસ્તો બંધ રાખવામાં આવ્યો હતો. આખરે મામલતદાર તથા જે. ઇજનેર આવતા મામલો થાળે પાડ્યો હતો.

તેઓએ આશ્વાસન આપ્યું હતું કે બે દિવસમાં સ્પીડ બ્રેકર તથા 15 દિવસની અંદર રીફલેક્ટર લગાવી દેવામાં આવશે. આશ્વાસન મળતાની સાથે જ ગામવાસીઓએ મૃતક પાલીબેનનો મૃતદેહ ઉંચકી લઇ તેમને સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો અને રસ્તો ફરીથી વાહન વ્યવહાર માટે શરૂ કરી દીધો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news