MPની ચૂંટણી જીતવા 23 સિંહોનો ભોગ લેવાયો, પરેશ ધાનાણીએ સરકાર પર લગાવ્યો આરોપ

ઉલ્લેખનીય છે કે, એશિયાટિક સિંહનો એકમાત્ર ઘર ગીરમાં અત્યાર સુધી કુલ 23 સિંહના મોત થયા છે. આ મામલે રાજનીતિ પણ થઈ રહી છે. 

 MPની ચૂંટણી જીતવા 23 સિંહોનો ભોગ લેવાયો, પરેશ ધાનાણીએ સરકાર પર લગાવ્યો આરોપ

ગાંધીનગરઃ ગીરમાં અત્યાર સુધી કુલ 23 સિંહના મોત થયા છે. તો આ મામલે રાજ્ય સરકારની ટીકા પણ થઈ રહી છે. બીજીતરફ આજે ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને કહ્યું કે, મધ્યપ્રદેશની ચૂંટણી જીતવા માટે ગુજરાતના 23 સિંહોનું બલિદાન લેવામાં આવ્યું છે. 

ખોરાકમાં ઝેર ભેળવવાનો લગાવ્યો આરોપ
વિપક્ષ નેતાએ પોતાના ટ્વીટમાં તંત્ર પર ખોરાકમાં ઝેર ભેળવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે સિંહોના મોતને એક ષડયંત્ર ગણાવ્યું છે. 

પરેશ ધાનાણીનું ટ્વીટ
પરેશ ધાનાણીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, બબ્બર શેરોની શહિદી કે ષડયંત્ર.. તંત્ર દ્વારા પિરસાયેલ રોગિષ્ઠ ખોરાકથી બલિ ચડીને શહીદ થયેલા બબ્બર શેરોને સલામ. ગુજરાતના ગૌરવવંતા બબ્બર શેરને મધ્યપ્રદેશમાં ધકેલીને ચૂંટણીમાં રાજકીય રોટલા સેકવા માટે 23થી વધુ સિંહોને સરકારે લાશોના ઢગલા પર બલિ ચઢાવી છે. 

तंत्र द्रारा परोसे गए रोगिष्ठ खुराक से
बलि चढ़कर शहिद हुए "बब्बर शेरों"
को सलाम.,

गुजरात के गौरवित "बब्बर शेर" को
मध्य प्रदेश मे घकेल कर चुनाव में
राजनीतिक रोटी पकाने के लिए २३
से ज्यादा बब्बर शेरों को सरकारने
लाशो के ढेर पर बलि चढाये है..? pic.twitter.com/A4QmLaFJbd

— Paresh Dhanani (@paresh_dhanani) October 5, 2018

અમેરિકાથી મંગાવેલી રસી રાજકોટ પહોંચી
જૂનાગઢમાં જામવાળા એનિમલ કેર સેન્ટરમાં બિમાર સિંહની સારવાર ચાલી રહી છે ત્યારે અમેરિકાથી સિંહોની સારવાર માટે વેક્સિન મંગાવવામાં આવી જેને મુંબઇથી રાજકોટ લાવવામાં આવી છે. રાજકોટથી વેક્સિનને જૂનાગઢ અને ત્યાર બાદ જામવાળા એનિમલ કેર સેન્ટર લઇ જવામાં આવશે. સિંહને વેક્સિન આપવા માટે નિષ્ણાંત દ્વારા સૂચન પણ આપવામાં આવ્યું. અમેરિકાથી લાવવામાં આવેલા વેક્સિનને આપવા માટે શક્કરબાગ ઝૂના ડિરેક્ટર પણ આવી પહોંચ્યા હતા. અમેરિકાથી 300 વેક્સિન સિંહો માટે મંગાવવામાં આવી છે. જેને માઇનસ 16 ડિગ્રી ટેમ્પરેચરમાં રાખવામાં આવી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news