મહાનગરપાલિકાઓનું નવુ સીમાંકન 6 મહિનામાં પૂરું કરવાનો આદેશ અપાયો

મહાનગર પાલિકાઓનું છ મહિનામા નવા સિમાંકનની પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ અપાયો છે. ગાંધીનગર અને જુનાગઢ સિવાયની મનપા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરમાં આગામી ઓક્ટોબર મહિનામાં  સામાન્ય ચૂંટણી યોજાશે. ત્યારે આ ચૂંટણીઓ નવા સીમાંકન સાથે કરવાનો નિર્ણય લેવાયો છે. 
મહાનગરપાલિકાઓનું નવુ સીમાંકન 6 મહિનામાં પૂરું કરવાનો આદેશ અપાયો

ગાંધીનગર :મહાનગર પાલિકાઓનું છ મહિનામા નવા સિમાંકનની પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ અપાયો છે. ગાંધીનગર અને જુનાગઢ સિવાયની મનપા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને જામનગરમાં આગામી ઓક્ટોબર મહિનામાં  સામાન્ય ચૂંટણી યોજાશે. ત્યારે આ ચૂંટણીઓ નવા સીમાંકન સાથે કરવાનો નિર્ણય લેવાયો છે. 

તમામ મનપાને નવા સીમાંકનની દરખાસ્તો તૈયાર કરી વહેલામાં વહેલી તકે સરકારને સોંપવા સૂચના આપવામાં આવી છે. કેટલીક મહાનગરપાલિકા દ્વારા દરખાસ્ત તૈયાર કરી સરકારને સોંપી દેવાઈ છે. તો કેટલીક મહાનગરપાલિકાઓની કામગીરી બાકી છે. ત્યારે નવા સીમાંકનમા બેઠકોની વધઘટને ધ્યાનમાં રાખી રાજ્ય ચુંટણી પંચને પુરતો સમય મળે તેવુ આયોજન કરાયું છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news