Padma Awards 2022: કર્મચારીઓને કાર અને ઘર બોનસમાં આપનાર દિલદાર ડાયમંડ વેપારી સવજી ધોળકિયા વિશે....

સવજી ધોળકિયાનો જન્મ ગુજરાતના અમરેલી જિલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો. તેમને ભણવામાં મન લાગતું ન હતું. 13 વર્ષની ઉંમરે સવજી સુરત આવ્યા અને નાના કારખાનામાં કામ કરવા લાગ્યા.

Padma Awards 2022: કર્મચારીઓને કાર અને ઘર બોનસમાં આપનાર દિલદાર ડાયમંડ વેપારી સવજી ધોળકિયા વિશે....

નવી દિલ્હી: દર વર્ષે ગણતંત્ર દિવસના અવસર પર ભારત સરકાર દ્વારા કેટલાક વિશેષ લોકોને તેમની વિશેષ કામગીરીના કારણે પદ્મ સન્માન આપવામાં આવે છે. આ અંતર્ગત ત્રણ કેટેગરીમાં સન્માન આપવામાં આવે છે - પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. આ સન્માન એવા લોકોને આપવામાં આવે છે જેઓ દેશના નાગરિકો માટે અસાધારણ કામ કરે છે. આ વખતે પણ ભારત સરકારે પદ્મ પુરસ્કાર વિજેતાઓની યાદી જાહેર કરી છે, જેમાં બિઝનેસ જગતના ઘણા દિગ્ગજ લોકોનો સમાવેશ થાય છે.

કર્મચારીઓને મોંઘી ભેટ આપવા બદલ ધોળકિયાને પદ્મશ્રી
આ યાદીમાં જે બિઝનેસ હસ્તીઓના નામ છે તેમાં સૌથી દિલસ્પર્શ નામ સવજીભાઈ ધોળકિયાનું છે. જો કે તેઓ ખૂબ મોટા બિઝનેસમેન છે, પરંતુ આ વખતે તેમને સામાજિક કાર્ય માટે એવોર્ડ મળ્યો છે. સવજીભાઈ ધોળકિયાએ તેમના કર્મચારીઓને ફ્લેટ્સ અને મર્સિડીઝ કાર ગિફ્ટ કર્યા બાદ દરેક સમાચારોની હેડલાઈન્સમાં ચમક્યા હતા. હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક અને ચેરમેન સવજી ધોળકિયાએ 2016માં દિવાળી પર તેમના કર્મચારીઓને 400 ફ્લેટ અને 1260 કાર ભેટમાં આપી હતી. અહેવાલો અનુસાર, હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સમાં 5000 થી વધુ કર્મચારીઓ કામ કરે છે.

No description available.

સવજી ધોળકિયાનો જન્મ ગુજરાતના અમરેલી જિલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો. તેમને ભણવામાં મન લાગતું ન હતું. 13 વર્ષની ઉંમરે સવજી સુરત આવ્યા અને નાના કારખાનામાં કામ કરવા લાગ્યા. સવજી ધોળકિયાના જણાવ્યા અનુસાર તેમણે લગભગ 10 વર્ષ સુધી હીરા ગ્રાઇન્ડીંગનું કામ કર્યું અને તેના વિશે ઘણો અનુભવ મેળવ્યા, પછી તેમણે તેના ઘરે કેટલાક મિત્રો સાથે મળીને હીરા ગ્રાઇન્ડીંગનું કામ શરૂ કર્યું, જે ધીમે ધીમે આગળ વધવા લાગ્યું. આજે તેમની કંપની 50 દેશોમાં હીરા સપ્લાય કરે છે. હરેક્રિષ્ણા ડાયમંડના સાત દેશોમાં આઉટલેટ્સ છે. આ ઉપરાંત વિશ્વભરના 5૦૦૦ શો-રૂમોમાં ક્રિષ્ણા બ્રાન્ડ ડાયમંડ જ્વેલરી ઉપલબ્ધ છે. સવજી ધોળકિયા અનુસાર, તેમની કંપનીમાં કામ કરનારા કારીગરો અને ડાયમંડ એન્જિનિયરોની એવરેજ સેલેરી 1 લાખ રૂપિયા છે.

No description available.

સવજીભાઈ ધોળકિયા સવજી કાકાના નામે જાણીતા છે. અમેરલીના દુધાળા ગામના રહેવાસી સવજીભાઇ 1977માં 12.50 રૂપિયાની એસટી ટિકિટ ખર્ચીને સુરત આવ્યા હતા. સવજીભાઈએ 1978માં હીરાઘસુ તરીકે કામ શરૂ કર્યું હતું. તેમને મહિને 169 રૂપિયા પગાર મળતો હતો. હીરાનું કામ શીખ્યા અને થોડો સમય કારીગર તરીકે કામ કર્યા બાદ 1980માં પિતાએ 3900 રૂપિયા કારખાનું નાખવા આપ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news