પાકિસ્તાનનો હવે નવો પ્રોપોગેન્ડા, ભારતીય માછીમારોના અપહરણ બાદ છબી ચમકાવવા તસવીરો વાયરલ કરી
થોડા દિવસ અગાઉ પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમારોને ખાદ્ય સામગ્રી અપાતી હોવાનો એક ફોટો વાયરલ થયો હતો. IMBL પાસે જ સામગ્રીનું વિતરણ કરાતુ હોવાનો ફોટો વાયરલ થયો હતો જેને લઇને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ છે.
Trending Photos
ઝી ન્યૂઝ/કચ્છ: પાકિસ્તાન પોતાની હરકતોથી ક્યારેય બાઝ આવતુ નથી પછી તે એલઓસીની વાત હોય કે દરિયાઇ સીમાની. પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમારો તથા બોટનું અપહરણ કરવાના બનાવો વધી રહ્યા છે જેને લઇને કચ્છમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ છે. આંતરરાષ્ટ્રીય જળસીમા IMBL નજીક સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે.
ભારતીયોના અપહરણ બાદ ખરડાયેલી છબી ચમકાવવા પાક. મરીને મેડિકલ-ખાદ્યસામગ્રી આપતા હોય તેવી તસવીરો વાયરલ કરાઈ હતી. કચ્છના જખૌ પાસે આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમામાંથી પાક. મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા સાત ભારતીય માછીમારોના અપહરણ બાદ હવે નાપાક પ્રોપોગેન્ડા ફેલાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. કચ્છની સરહદ અને દરિયાઇ વિસ્તારમાં કારણ વગર ભારતીય માછીમારોને પાકિસ્તાની મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા પરેશાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે પાક. મરીનના કમાન્ડોઓ પોતાની ખરડાયેલી છબી ચમકાવવા ભારતીય માછીમારોને મેડિકલ અને ખાદ્ય સામગ્રી આપતા હોવાની તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરાઈ છે. ત્યારબાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
કિશન ભરવાડની હત્યા કેસમાં ધડાકો; પાક.ના દાવત-એ-ઇસ્લામી સંગઠનની સંડોવણી ખૂલી
તમને જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય માછીમારોને ખાદ્ય સામગ્રી અપાતી હોવાનો એક ફોટો વાયરલ થયો હતો. IMBL પાસે જ સામગ્રીનું વિતરણ કરાતુ હોવાનો ફોટો વાયરલ થયો હતો જેને લઇને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ છે. જો કે એક અનુમાન એ પણ છે કે પાકિસ્તાન મરીન પોતાની ખરાડાયેલી છબીને સુધારવા આ કામગીરી કરી રહ્યુ હોય.
અમરોલીમાં નવી રાહ ચિધતી દીકરીઓ...માતાની અર્થીને દીકરીઓએ આપી કાંધ, સ્મશાનમાં અંતિમસંસ્કાર કર્યા
નોંધનીય છે કે પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી (PMSA) એ તા.28/1ના રોજ સાત ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી અને એક બોટ જપ્ત કરી હતી. ભારતના માછીમારોના દાવો પ્રમાણે પાક. એજન્સી દાદાગીરી કરીને આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી માછીમારોને ઉઠાવી ગઇ હતી. જ્યારે પાકિસ્તાન હવે એવો દાવો કરે છે કે ભારતીય માછીમારો પાકિસ્તાની જળસીમામાં પ્રવેશ્યા હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે