પાલનપુરમાં ત્રિપલ અકસ્માત, 6 લોકોના મોત, 9 લોકો ઈજાગ્રસ્ત

Dhaval Gokani Dhaval Gokani | Updated: Feb 12, 2018, 11:10 PM IST
 પાલનપુરમાં ત્રિપલ અકસ્માત, 6 લોકોના મોત, 9 લોકો ઈજાગ્રસ્ત

બનાસકાંઠાઃ પાલનપુરના આરટીઓ સર્કલ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. એક બેફામ બનેલા ટેન્કરે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. આબુ તરફથી આવતા ટેન્કરે બે કારને ટક્કર મારી હતી. અકસ્માતમાં અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે.  આ ટક્કર એટલી ગંભીર હતી કે, ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. હોસ્પિટલે પહોંચતા પહેલાજ બાકીના ત્રણ લોકોના મોત થયા હતા. આ ઘટનામાં કુલ 9 લોકો ઈજાગ્રસ્થ થયા છે. આ તમામને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી હતી. આ અકસ્માતમાં હજુપણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે.