પાટણ LCBની તાલીબાની સજા: સામાન્ય બાબતમાં 2 યુવકોને દંડાથી મન ભરીને માર્યા

પાટણમાં ફેબ્રિકેશનની દુકાન ચલાવતા બળવંતજી ઠાકોર તેમજ અરવિંદજી ઠાકોર નામના બે યુવાનોને LCB પોલીસે જીવલેણ માર માર્યો હતો. ફેબ્રીકેશનના કારખાના પાસે ગાડી ઉભી રાખવા બાબતે પોલીસ કર્મીનાં ભાઈ સાથે બબાલ થઈ હતી

પાટણ LCBની તાલીબાની સજા: સામાન્ય બાબતમાં 2 યુવકોને દંડાથી મન ભરીને માર્યા

પાટણ: સામાન્ય બાબતમાં પાટણ એલસીબી પોલીસે તાલીબાની સજા આપી હોય તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. પાટણમાં LCB પોલીસની બરબર્તા આવી સામે આવી છે. જેમાં પાટણ LCB સ્ટાફે પાટણમાં ફેબ્રિકેશનની દુકાન ચલાવતા અને સરસ્વતી તાલુકાના વામૈયા ગામના બે યુવકોને ઢોર માર મારતા ચકચાર મચી જવા પામી છે.

પાટણમાં ફેબ્રિકેશનની દુકાન ચલાવતા બળવંતજી ઠાકોર તેમજ અરવિંદજી ઠાકોર નામના બે યુવાનોને LCB પોલીસે જીવલેણ માર માર્યો હતો. ફેબ્રીકેશનના કારખાના પાસે ગાડી ઉભી રાખવા બાબતે પોલીસ કર્મીનાં ભાઈ સાથે બબાલ થઈ હતી, ત્યારબાદ LCB પોલીસે બન્ને યુવાનો પર રોફ જમાવીને માર માર્યો હતો. એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કર્મીના ભાઈ સાથે ગાડી હટાવવા બાબતે માથાકૂટ થતા એલસીબીએ બંને યુવાનોને ઉઠાવ્યા હતા.

No description available.
 
બંને યુવાનોને એલસીબી ઓફિસે લઈ જઈને એલસીબી પોલીસે દંડાથી તેમજ મૂઠ માર મારતા બંને યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ગંભીર હાલતમાં બંને યુવાનોને ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પાટણ એલસીબી પોલીસની તાલીબાની સજાને લઈ ઠાકોર સમાજમાં તેમજ આગેવાનોમાં રોષ ફાટી નીકળ્યો છે. સામાન્ય બાબતમાં પાટણ એલસીબી પોલીસે બંને યુવાનોને તાલીબાની સજા આપી છે.

બદલાની ભાવનાથી પોલીસે આ કાર્યવાહી કરી હોય તેવો આરોપ લાગી રહ્યો છે.  મહત્વનું છે કે પાટણ LCB પર અનેક વખત માર માર્યાનો આક્ષેપ લાગી ચુક્યા છે. ત્યારે આ મામલે તપાસ બાદ સત્ય સામે આવશે.

જુઓ આ પણ વીડિયો:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news