IND vs SA: ટીમ ઇન્ડીયાની ધમાકેદાર વાપસી, બીજી વનડેમાં આફ્રીકાને 7 વિકેટે આપી માત
India vs South Africa 2nd Odi: વનડે સીરીઝની બીજી મેચમાં ટીમ ઇન્ડીયાએ 7 વિકેટે જીત પ્રાપ્ત કરી છે. સાઉથ આફ્રીકાએ આ મેચમાં ટીમ ઇન્ડીયા સમક્ષ 279 રનનો ટાર્ગેટ મુક્યો હતો. ટીમ ઇન્ડીયાએ ત્રણ વિકેટના નુકસાન પર જ આ લક્ષ્યને પ્રાપ્ત કરી લીધો.
Trending Photos
India vs South Africa 2nd Odi: સાઉથ આફ્રીકા વિરૂદ્ધ રમાનારી ત્રણ મેચોની વનડે સીરીઝની બીજી મેચ ટીમ ઇન્ડીયા માટે ખૂબ મહત્વપૂર્ણ છે. સીરીઝની પહેલી મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે રાંચી રમાયેલી બીજી વનડે મેચના મુકાબલામાં ટીમ ઇન્ડીયાએ દક્ષિણ આફ્રીકાને 7 વિકેટે માત આપી છે. આ સાથે જ ભારતીય ટીમે લખનઉમાં મળેલી હારનો બદલો લઇ લીધો અને સીરીઝ 1-1 થી બરાબરી કરી દીધી. હવે દિલ્હીમાં 11 ઓક્ટોબરના રોજ સીરીઝનો નિર્ણાયક મુકાબલો રમાશે.
વનડે સીરીઝની બીજી મેચમાં ટીમ ઇન્ડીયાએ 7 વિકેટે જીત પ્રાપ્ત કરી છે. સાઉથ આફ્રીકાએ આ મેચમાં ટીમ ઇન્ડીયા સમક્ષ 279 રનનો ટાર્ગેટ મુક્યો હતો. ટીમ ઇન્ડીયાએ ત્રણ વિકેટના નુકસાન પર જ આ લક્ષ્યને પ્રાપ્ત કરી લીધો. ટીમ ઇન્ડીયા તરફથી શ્રેયસ ઐય્યરે અણનમ 113 રન અને ઇશાન કિશને 93 રન બનાવ્યા.
શ્રેયસ ઐય્યરે 111 બોલમાં 15 ચોગ્ગાની મદદથી અણનમ 113 રન બનાવ્યા. તો બીજી તરફ ઇશાન કિશને ફક્ત 84 બોલમાં 93 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. પોતાના હોમ ગ્રાઉન્ડ પર ઇશાને 4 ચોગ્ગા અને 7 સિક્સર ફટકારી હતી.
દક્ષિણ આફ્રીકાએ આપેલા 279 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડીયાની શરૂઆત સારી રહી નહી. 28 રનના કુલ સ્કોર પર કેપ્ટન શિખર ધવન 13 બનાવીને આઉટ થઇ ગયા. ત્યારબાદ 48 ના કુલ સ્કોર પર શુભમન ગિલ પણ પેવેલિયન પરત ફર્યા. તેમણે કગીસો રબાડાને પેવેલિયન મોકલ્યા.
ત્યારબાદ ઇશાન કિશન અને શ્રેયસ ઐય્યરે કમાલ કરી દીધી. બંનેએ ત્રીજી વિકેટ માટે 161 રનની ભાગીદારી કરી. ઇશાન કિશને ફક્ત 84 બોલમાં 93 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. પોતાના હોમ ગ્રાઉન્ડ પર ઇશાને 4 ચોગ્ગા અને 7 સિક્સર ફટકારી.
ઇશાનના આઉટ થયા બાદ શ્રેયર ઐય્યરે આક્રમક વલણ અપનાવ્યું. સંજૂ સૈમસને પણ તેમનો સારો સાથ આપ્યો. ઐય્યરે 111 બોલમાં 15 ચોગ્ગાની મદદથી અણનમ 113 રન બનાવ્યા. વનડે ક્રિક્રેટમાં આ બીજી સદી છે. તો બીજી તરફ સૈમસન 36 બોલમાં 30 રન પર અણનમ પરત ફર્યા. તેમણે એક ચોગ્ગો અને એક સિક્સર ફટકારી.
આ પહેલાં દક્ષિણ આફ્રીકાએ એડન માર્કરમ 79 અને રીઝા હેંડ્રિક્સ 74 ની ભાગીદારીના લીધે 50 ઓવરમાં 7 વિકેટ પર 278 રન બનાવ્યા હતા. બોલીંગમાં ભારત માટે મોહમંદ સિરાઝે દમદાર પ્રદર્શન કર્યું અને તેમણે મહત્વપૂર્ણ 3 વિકેટ ઝડપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે