ખિસ્સામાં મૂકેલો મોબાઈલ અચાનક સળગી ઉઠ્યો, પાટણમાં એક ગ્રાહક સાથે બની અજીબ ઘટના

ગુજરાતનો મોબાઈલ બ્લાસ્ટનો એક વીડિયો (video) હાલ ચર્ચામાં આવ્યો છે. રાધનપુર હાઇવે પરના એક મોટર ગેરેજમાં એક શખ્સના ખિસ્સામાં મૂકેલા મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. ગેરેજમાં આવેલ એક ગ્રાહકના ખિસ્સામાં અચાનક મોબાઈલ (mobile blast) સળગ્યો હતો. આ સમગ્ર ઘટના ગેરેજના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ હતી. જોકે, વ્યક્તિએ સતર્કતા દાખવીને મોબાઈલને ફેંકી દીધો હતો, જેથી તેના જીવને કોઈ હાનિ પહોંચી ન હતી.

Updated By: Aug 28, 2021, 09:37 AM IST
ખિસ્સામાં મૂકેલો મોબાઈલ અચાનક સળગી ઉઠ્યો, પાટણમાં એક ગ્રાહક સાથે બની અજીબ ઘટના

પ્રેમલ ત્રિવેદી/પાટણ :ગુજરાતનો મોબાઈલ બ્લાસ્ટનો એક વીડિયો (video) હાલ ચર્ચામાં આવ્યો છે. રાધનપુર હાઇવે પરના એક મોટર ગેરેજમાં એક શખ્સના ખિસ્સામાં મૂકેલા મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. ગેરેજમાં આવેલ એક ગ્રાહકના ખિસ્સામાં અચાનક મોબાઈલ (mobile blast) સળગ્યો હતો. આ સમગ્ર ઘટના ગેરેજના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ હતી. જોકે, વ્યક્તિએ સતર્કતા દાખવીને મોબાઈલને ફેંકી દીધો હતો, જેથી તેના જીવને કોઈ હાનિ પહોંચી ન હતી.

બન્યું એમ હતું કે, રાધનપુરમાં માનસી મોટર ગેરેજ આવેલું છે. આ ગેરેજમાં ભાડિયા ગામના કેટલાક શખ્સો આવ્યા હતા. જેમાં રાયચંદભાઈ ઠાકર પણ સામેલ હતા. તેઓ ઓફિસમાં બેસીને ગેરેના સંચાલક સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે અચાનક રાયચંદભાઈના ખિસ્સામાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. તેમણે જોયુ તો ખિસ્સામાં રાખેલો મોબાઈલ સળગવા લાગ્યો હતો. તેથી સતર્કતા દાખવીને તેમણે મોબાઈલને ખિસ્સામાંથી કાઢીને નીચે ફેંક્યો હતો. જોતજોતામાં મોબાઈલનો ધુમાડો વધવા લાગ્યો હતો અને તે સળગવા લાગ્યો હતો. 

જો તેમણે સતર્કતા દાખવી ન હોત તો મોબાઈલ બ્લાસ્ટની ઘટનાથી તેમને પણ ઈજા પહોંચી હતી. ગેરેજમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં મોબાઈલ બ્લાસ્ટની આખી ઘટના કેદ થઈ હતી. જોકે, સ્માર્ટ કહેવાતો મોબાઈલ કેવી રીતે બ્લાસ્ટ થયો તે મોટો સવાલ છે. રાધનપુરમાં બનેલા આ ઘટના મોબાઈલ વાપરતા લોકો માટે ચેતવણી રૂપ ઘટના હતી. મોબાઈલ બ્લાસ્ટના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે.