ફ્રાન્સમાં ફસાયેલા ગુજરાતીઓનો વીડિયો આવ્યો, ફ્રાન્સની કોર્ટે તમામને દેશ છોડવાનો આપ્યો આદેશ

Gujaratis In America : ફ્રાન્સના એરપોર્ટ પર ટેકનિકલ ખામીને કારણે અચાનક લેન્ડ કરાયેલા વિમાનમાં 93 ગુજરાતીઓ પણ સામેલ છે 

ફ્રાન્સમાં ફસાયેલા ગુજરાતીઓનો વીડિયો આવ્યો, ફ્રાન્સની કોર્ટે તમામને દેશ છોડવાનો આપ્યો આદેશ

Illegal Immigration મહેસાણા : ગમે તે થાય પણ ગુજરાતીઓને અમેરિકા જવાનો મોહ છુટતો નથી. ગુજરાતીઓ ગમે તે ભોગે અમેરિકા જવા માંગે છે. આવામાં હાલ અમેરિકામાં ઘૂસણખોરી કરતા ગુજરાતીઓ મોટી સંખ્યામાં પકડાયા છે. ફ્રાન્સના રાજધાની પેરિસથી પૂર્વે આવેલા અને નાના એરપોર્ટ તરીકે કાર્ય કરતા વેત્રી ખાતે શુક્રવારે 303 ભારતીય મુસાફરો સાથેના એક ચાર્ટર્ડ પ્લેનને રોકવામાં આવ્યુ હતું. જેમાં માનવ તસ્કરીનો મામલો સામે આવ્યો છે. હાલ ફ્રાન્સ સરકારે આ ફ્લાઈટ રોકી કારી છે. જેમાં કુલ 303 પ્રવાસીઓમાંથી 96 ગુજરાતીઓ છે. ત્યારે હાલ ફ્રાન્સ એરપોર્ટ પર રઝળી રહેલા ગુજરાતી પ્રવાસીઓનો વીડિયો સામે આવ્યો છે. 

ફ્રાન્સમાં અમેરિકા જતા અન્ય ચાર્ટર પ્લેનના પ્રવાસીઓનો વીડિયો સામે આવ્યો છે. મહેસાણા જિલ્લાના 90 થી વધુ પ્રવાસીઓ રઝળતી હાલતમાં જોવા મળ્યા. ફ્રાન્સની કોર્ટે ફ્લાઇટને દેશ છોડવા મંજૂરી આપી હોવાની માહિતી હાલ મળી છે. ત્યારે આજે ફ્રાન્સમાંથી ફલાઇટ પ્રવાસીઓ સાથે ફલાઇટ દેશ છોડશે. પ્રવાસીઓ પૈકી 16 વ્યક્તિઓએ ફ્રાન્સમાં રહેવા કોર્ટમાં આશ્રય માટે માંગ કરી છે. આ 16 પૈકી 6 સગીર હોવાની પણ માહિતી મળી છે. બાકી બધા પ્રવાસીઓ ફ્રાન્સ છોડી નીકાગોઆ અથવા દુબઈ પરત ફરે તેવી શક્યતા છે. નિકાગોઆ પરવાનગી આપે તો નીકાગોઆ ફલાઈટ જશે. પરંતું જો આગળ જવાની પરવાનગી નહિ મળે તો પ્રવાસીઓ દુબઈ પરત ફરશે. 

મહેસાણામા આ અંગે કોઈ બોલવા તૈયાર નથી 
ફ્રાન્સમાં પકડાયેલ અમેરિકા જતા ચાર્ટર પ્લેનના પ્રવાસીઓમાં પકડાયેલા 306 પૈકી 96 જેટલા પ્રવાસીઓ ઉત્તર ગુજરાતના છે. આ તમામ મહેસાણાના આખજ, લાંઘણજ અને વડસ્મા ગામના છે. જોકે, સ્થાનિક ગામમાંથી કોઈ પણ વ્યક્તિ આ અંગે કોઈ વિગતો આપવા તૈયાર નથી. ત્રણેય ગામમાંથી કોઈ વ્યક્તિ કેમેરા સામે કંઈ બોલવા તૈયાર નથી. ગેરકાયદેસર અમેરિકા જવાના પ્રયાસમાં પકડાવાના ડરથી કોઈ કાઈ બોલવા તૈયાર નથી.

અમે સતત સંપર્કમાં છીએ - હર્ષ સંઘવી 
આ ઘટના અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ભારતીય NRG વિભાગ સાથે સતત સંપર્કમાં છીએ. આ એમ.ઇ.એ દ્વારા સતત માહિતી આપવામાં આવી રહી છે. આ બાબતે જે પણ કોઈ યોગ્ય કાર્યવાહી હોય તે ચાલી રહી છે. 

 
મોટાભાગના મહેસાણા જિલ્લાના 
પ્રાપ્ત માહિતી અનુસાર, ફ્રાન્સ એરપોર્ટ પર પકડાયેલા પ્રવાસીઓ મોટાભાગના મહેસાણા જિલ્લાના હોવાની આશંકા છે. અંદાજિત 96 જેટલા ગુજરાતી પ્રવાસીઓ હોવાનું ખુલ્યું છે.  આ ગુજરાતીઓમાં મોટાભાગના પટેલ, ચૌધરી અને રાજપૂત સમાજના છે. જેઓ મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગરના કલોલના રહેવાસી છે. સમગ્ર રેકેટ દિલ્હીનો શશી રેડ્ડી નામનો વ્યક્તિ સ્થાનિક એજન્ટોની મદદે ચલાવતો હતો. અમેરિકા જવા માંગતા લોકો પાસેથી 70 થી 80 લાખ રૂપિયા વસૂલાયા હતા. પકડાયેલા પ્રવાસીઓના પરિવારો ચિંતામાં મૂકાયા છે. મહેસાણા જિલ્લાના વડસ્મા ગામનો ચેતન નામનો યુવક આજથી લગભગ બે થી ત્રણ મહિના પૂર્વે અમેરિકા જવા માટે તેની બાજુના ગામના કલોલના દિલીપ નામના એજન્ટની મદદથી ગયો હોવાની આશંકા છે. ત્યારે હવે ફ્રાન્સના એરપોર્ટથી નામ ખૂલશે તો જ સત્ય બહાર આવશે. 

સાઉથનો રેડ્ડી છે માસ્ટરમાઈન્ડ
આ સમગ્ર મામલો દાણચોરી સાથે જોડાયેલો હોવાની આશંકા છે. આ ફ્લાઈટ દુબઈથી નિકારાગુઆ જઈ રહી હતી. ભારતીય સુરક્ષા એજન્સીઓના સૂત્રોનું કહેવું છે કે આ સમગ્ર મામલાના માસ્ટર માઈન્ડ હૈદરાબાદના શશી કિરણ રેડ્ડી હોઈ શકે છે, જે 2022ના ડિંગુચા કેસનો કથિત કિંગપિન છે, જેને ગુજરાત પોલીસે પુરાવાના અભાવે છોડી મૂક્યો હતો. ડીંગુચા કેસમાં પણ રેડ્ડીનું કનેક્શન હોવાનું ચર્ચાય છે. રેડ્ડી 15 વર્ષથી માનવ તસ્કરીનું નેટવર્ક ચલાવી રહ્યો છે. દુબઈથી નિકારાગુઆ સુધીની ચાર્ટર્ડ ફ્લાઈટ્સ ગોઠવે છે, જ્યાંથી લોકોને રોડ અને દરિયાઈ માર્ગે ગેરકાયદેસર રીતે યુએસ લઈ જવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનામાં 800 ભારતીયોના ગેરકાયદે પ્રવેશને સરળ બનાવવા માટે 8 થી 10 ફ્લાઇટ્સ નિકારાગુઆ માટે ઉડાન ભરી છે. મહેન્દ્ર રેડ્ડી સાથે કામ કરતો હતો અને ગુજરાતમાંથી હજારો લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલતો હતો.

શું છે મામલો
લિજેન્ડ એરલાઈન્સે એક ચાર્ટર્ડ પ્લેને ગત ગુરુવારે નિકારાગુઆ માટે ઉડાન ભરી હતી. વિમાનમાં ટેકનિકલ ખામીને કારણે ફ્રાન્સના વેત્રી એરપોર્ટ પર ઉતારવામાં આવ્યુ હતું. આ એરપોર્ટ ફ્રાન્સની રાજધાની પેરિસથી અંદાજે 150 કિલોમીટર દૂર છે. આ વચ્ચે ફ્રાન્સની પોલીસને સૂચના મળી હતી કે, વિમાન દ્વારા માનવ તસ્કરી કરવામાં આવી રહી છે. જેના બાદ પોલીસે વિમાનને એરપોર્ટ પર જ રોકી દીધું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news