વડોદરાવાસીઓ આટલું જાણી લેજો, બે દેશોના વડાપ્રધાનનું આવતીકાલે આગમન, આવી છે કાર્યક્રમની ટાઈમલાઈન

PM Modi Vadodara Visit : વડોદરામાં PM મોદીના કાર્યક્રમને કારણે 33 રોડ જાહેર જનતા માટે રહેશે બંધ.... પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું... તાતા કંપનથી એરપોર્ટ સર્કલ અને લક્ષ્મીવિલાસ પેલેસ આસપાસના રૂટ રખાશે બંધ... વડોદરામાં PM મોદીના કાર્યક્રમને કારણે 33 રોડ જાહેર જનતા માટે રહેશે બંધ.... પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું... તાતા કંપનથી એરપોર્ટ સર્કલ અને લક્ષ્મીવિલાસ પેલેસ આસપાસના રૂટ રખાશે બંધ...

વડોદરાવાસીઓ આટલું જાણી લેજો, બે દેશોના વડાપ્રધાનનું આવતીકાલે આગમન, આવી છે કાર્યક્રમની ટાઈમલાઈન

Vadodara News : આવતીકાલે રોજ ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ લિમિટેડની ફાઇનલ એસેમ્બલી લાઇનના લોકાર્પણ પ્રસંગે બે દેશના વડાપ્રધાન વડોદરા આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સ્પેનના પ્રધાનમંત્રી આવતીકાલે વડોદરામાં હશે. ત્યારે ભારત અને સ્પેનના પીએમના કાર્યક્રમને લઇ વડોદરાને દુલહનની જેમ શણગારાયું છે. બંને મહાનુભાવોના 9 કિમી રૂટને શણગાર્યો છે. રંગબેરંગી લાઇટો, સિરીઝ, LED લાઈટ્સ રોડ પર લગાડાઈ છે. રોડ રસ્તા, બિલ્ડિંગો રોશનીથી ઝગમગી ઉઠ્યા છે. રૂટ પર આવતા વૃક્ષો પણ શણગાર્યા છે, તો દીવાલો પર સુંદર ભીંતચિત્રો દોરાયા છે. વડોદરા શહેરને સુંદર શહેર બનાવ્યું છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) October 27, 2024

 

શું છે કાર્યક્રમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ઓક્ટોબરનાં રોજ ગુજરાતની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 10 વાગ્યાની આસપાસ સ્પેનના પ્રધાનમંત્રી શ્રી પેડ્રો સાન્ચેઝ સાથે મળીને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ) કેમ્પસમાં સી-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદઘાટન કરશે. ત્યાર બાદ સવારે 11 વાગ્યાની આસપાસ તેઓ લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી વડોદરાથી અમરેલીની મુલાકાત લેશે, જ્યાં બપોરે 2:45 વાગ્યે તેઓ અમરેલીનાં દુધાળામાં ભારત માતા સરોવરનું ઉદઘાટન કરશે. વધુમાં બપોરે લગભગ 3 વાગ્યે તેઓ લાઠી, અમરેલી ખાતે 4,800 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.

28 ઓક્ટોબરના રોજ બંને મહાનુભવોના કાર્યક્રમની ટાઈમ લાઈન

પેડ્રો સાંચેઝનો કાર્યક્રમ

  • 01:30 AM હરણી એરપોર્ટ ખાતે આવશે
  • 01:55 AM પશ્ચિમ વિસ્તારની હોટલ ખાતે પહોંચશે.(રાત્રી રોકાણ)
  • 10:00 AM ટાટા એરબસ હેન્ગર ખાતે પહોંચશે
  • 10:05 AM C-295 સાથે ફોટોસેશન
  • 10:25 AM સ્પીચ આપશે
  • 11:00 AM લક્ષ્મીવિલાસ પેલેસ પહોંચશે
  • 11:05 AM ફોટોસેશન અને કલ્ચરલ કાર્યક્રમ
  • 11:10 AM લક્ષ્મીવિલાસ પેલેસ નિહાળશે
  • 11:20 AM દરબાર હોલમાં કરાર કરશે
  • 11:40 AM ગ્રુપ ફોટોગ્રાફી
  • 11:50 AM નરેન્દ્ર મોદી સાથે લંચ લેશે
  • 01:00 PM પશ્ચિમ વિસ્તારની હોટલ ખાતે પહોંચશે
  • 01:50 PM વડોદરા એરપોર્ટથી મુંબઈ જવા રવાના

વડોદરાના આ 33 રસ્તા આવતીકાલે બંધ રહેશે 
ભારત અને સ્પેનના પીએમના કાર્યક્રમને લઈ વડોદરા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરના 33 રોડ બંધ રહેશે. રવિવાર રાત્રે 10થી રાત્રે 3 વાગ્યા સુધી અને સોમવારે સવારે 6 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી 33 રોડ બંધ રહેશે. ટાટા કંપનીથી એરપોર્ટ સર્કલ વાયા ફતેગંજથી લક્ષ્મીવિલાસ પેલેસના રૂટમાં આવતા 33 રોડ બંધ કરી દેવાશે. વાહનચાલકો, નાગરિકો અન્ય વૈકલ્પિક રોડથી અવર જવર કરી શકશે.

પીએમ નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ

  • 09:30 AM હરણી એરપોર્ટ ખાતે પહોંચશે
  • 09:35 AM એરપોર્ટથી રોડ શો
  • 09:45 AM ટાટા એરબસ હેન્ગર ખાતે પહોંચશે
  • 09:55 AM ફાઈનલ એસેમ્બ્લી લાઈનનુ ઉદ્ઘાટન
  • 10:30 AM નરેન્દ્ર મોદી સ્પીચ આપશે
  • 11:00 AM લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે પહોંચશે
  • 11:05 AM ગ્રુપ ફોટો, પેલેસનું બ્રીફિંગ, ડેલીગેશન લેવલ ટોક્સ, કરાર કરશે
  • 11:50 AM પેડ્રો સાંચેઝ સાથે લંચ લેશે
  • 01:05 PM હરણી એરપોર્ટથી ભાવનગર જવા નીકળશે

બંને વડાપ્રધાનનો રોડ શો નીકળશે
આવતીકાલે ભારત અને સ્પેનના પીએમ ખુલ્લી જીપમાં બેસી રોડ શો કરશે. એરપોર્ટથી ખોડિયાર નગર ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્ષ સુધી અનેક સ્ટેજ બાંધવામાં આવ્યા છે. અલગ અલગ સમાજના લોકો અને હજારો વડોદરાવાસીઓ બંને પીએમનું સ્વાગત કરશે. એરપોર્ટ સર્કલથી રોડ શો શરૂ થશે. 3 કિલોમીટરનો રોડ શો હશે. રોડ શોને લઈ આજે ગ્રાન્ડ રિહર્સલ કરાશે. 

આજે ગ્રાન્ડ રિહર્સલ
સ્પેન અને દેશના પ્રધાનમંત્રીની મુલાકાતને લઈ વડોદરા પોલીસ દ્વારા આજે ગ્રાન્ડ રિહર્સલનું આયોજન કરાયું છે. એરપોર્ટથી ખોડિયાર નગર ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્ષ અને લક્ષ્મી વિલાસ પેલેસ સુધી પોલીસનું રિહર્સલ થશે. આ રિહર્સલમાં SPG તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા છે. પ્રધાનમંત્રીના કાફલાના વાહનો રિહર્સલમાં જોડાયા છે. મોટી સંખ્યામાં રૂટ પર પોલીસનો કાફલો ખડકાયો છે. 9 કિલોમીટરના રૂટ પર પોલીસ રિહર્સલ કરી રહી છે. પીએમ મોદી અને પેડ્રો સાંચેઝ ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.  

જેલના કેદીઓએ ભવ્ય રંગોળી બનાવી 
વડોદરાની મધ્યસ્થ જેલમાં ભારત અને સ્પેનના પ્રધાનમંત્રીના માનમાં રંગોળી બનાવાઈ. કલાકાર અને જેલના 6 કેદીઓએ બનાવી રંગોળી. બંને દેશોનાં રાષ્ટ્ર નેતાઓનું અનોખી રીતે સ્વાગત કરવામાં આવ્યું છે. રંગોળી કલાકાર હર્ષ રાણાએ રંગોળીને પ્રસ્તુત કરી. ધૂળથી રંગોળીને નુકસાનનાં થાય તે માટે ખાસ કાળજી રાખી ને રંગોળી તૈયાર કરવામાં આવી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news