2 દિવસમાં 6 જનસભા : આ રીતે ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે પીએમ મોદી, તખ્તો તૈયાર

PM Modi Election Campaign : પીએમ મોદી મતદાન પહેલા ગુજરાતના ચૂંટણી પ્રચારમાં નવા પ્રાણ ફૂંકશે,  પીએમ મોદી 1 અને 2 મેના રોજ ગુજરાતમા કુલ 6 જનસભાઓ સંબોધવાના છે, જે 14 લોકસભા બેઠકને આવરી લેશે 

2 દિવસમાં 6 જનસભા : આ રીતે ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે પીએમ મોદી, તખ્તો તૈયાર

Loksabha Election 2024 : એકવાર ગુજરાતના ચૂંટણી પ્રચારમાં હજી સુધી પીએમ મોદીની એન્ટ્રી થઈ નથી. એકવાર આ એન્ટ્રી થશે એટલે તમામ વિવાદો ભૂલાઈ જળે. ત્યારે પ્રધાનમંત્રીના ગુજરાતમાં આવવાનો તખ્તો તૈયાર થઈ ગયો છે. પીએમ મોદી ગૃહરાજ્ય ગુજરાતમાં કુલ 6 જનસભાઓ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 અને 2 મેના રોજ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કર્યા બાદ અન્ય રાજ્યો પર ફોકસ કરશે. ગુજરાતમાં ત્રીજા ચરણમાં રાજ્યની 25 લોકસભા બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે. આ માટે ચૂંટણી પ્રચાર 5 મેના રોજ સાંજે 5.00 વાગ્યા સુધી કરી શકાશે. પ્રધાનમંત્રી ગુજરાતમાં પ્રચારની શરૂઆત ઉત્તર ગુજરાતથી કરશે. તો પહેલી સભા 1 મેના રોજ બનાસકાંઠાના ડીસામાં કરશે. 

1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસ
પીએમ મોદી જ્યારે ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચાર કરવા પહોંચશે તો એ દિવસે 1 મે, એટલે કે રાજ્યનો સ્થાપના દિવસ પણ હશે. પીએમ મોદી 1 અને 2 મેના રોજ ગુજરાતમા કુલ 6 જનસભાઓ સંબોધવાના છે. આ 6 જનસભાની સાથે પીએમ મોદી 14 લોકસભા અને 70 વિધાનસભાને કવર કરશે. 1 મેના રોજ હિંમતનગર અને બનાસકાઁઠાના ડીસામાં સભા કરશે. 2 મેના રોજ આણંદ, વઢવાણ, જૂનાગઢ અને જામનગરમાં જનસભાઓ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ ઈસ્ટ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, જામનગર લોકસભા બેઠકોને કવર કરશે. 

તમામ સીટ પર ભાજપનો કબજો
2014 અને 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની તમામ 26 બેઠકો પર જીત હાંસિલ કરીને ભગવો લહેરાવ્યો હતો. પાર્ટી 2024 માં ક્લીન સ્વીપના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. પાર્ટી રાજ્યમાં સુરતની સીટને પહેલા જ નિર્વિરોધ રીતે જીતી ચૂકી છે. આવામાં હવે પારંટી બાકીની 25 સીટ પર જીત માટે ફોકસ કરી રહી છે. રાજ્યમાં કોંગ્રેસ 24 સીટ પર ચૂંટણી લડી રહી છે. જેમાં સુરત બેઠક પણ સામેલ હતી. તો બે સીટ આપના ઉમેદવારને ગઠબંધનમાં આપવામાં આવી છે. 

વડોદરામાં અમિત શાહ રોડ શો કરશે 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છ સભા પહેલા કેન્દ્રીય નેતાઓ પ્રચાર માટે રાજ્યભરમાં ફરી વળશે. હાલ ભાજપના અનેક નેતાઓ ગુજરાતના જુદા જુદા રાજ્યોમાં પ્રચાર કરી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યમાં રેલી અને રોડ શો પણ કરશે. 27 એપ્રિલે ગૃહમંત્રી અમિત શાહ ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીના સમર્થનમાં વડોદરામાં ભવ્ય રોડ શો યોજશે. વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય નમન શાહના જણાવ્યા મુજબ વડોદરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રોડ શોની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરામાં વિવાદ બાદ ભાજપે સૌથી યુવા ઉમેદવાર ડો.હેમાંગ જોશીને બનાવ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news