પ્રચારનાં છેલ્લા દિવસે મોદીની ભાવનાત્મક અપીલ : મત્ત રૂપી આશિર્વાદ જાળવી રાખો

પ્રચારનાં અંતિમ તબક્કામાં વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર ભાવુક અપીલ કરતા લોકોને મતદાન કરવા માટે અપીલ કરી

પ્રચારનાં છેલ્લા દિવસે મોદીની ભાવનાત્મક અપીલ : મત્ત રૂપી આશિર્વાદ જાળવી રાખો

નવી દિલ્હી : ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં બીજા ચરણનાં પ્રચારનાં આખરી દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર દ્વારા પણ મતદાતાઓને ભાજપ તરફથી ભાવનાત્મક અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ એક બાદ એક કરેલા ટ્વિટમાં 14 તારીખે બીજા રાઉન્ડનાં મતદાનમાં રેકોર્ડ મતદાન કરવા માટેની અપીલ કરી હતી. વડાપ્રધાન મોદીએ ભાજપને બહુમતી આપવાની અપીલ કરતા લખ્યું કે, હું ગુજરાતમાં મારા ભાઇઓ અને બહેનોને અપીલ કરવા માંગુ છું કે તેઓ 14મી તારીખે રેકોર્ડ મતદાન કરે. હું ગુજરાતનાં લોકોને કહેવા માંગુ છું કે ભાજપને બમ્પર બહુમતી અપાવીને રાજ્યમાં સરકાર રચવાની સાથે સાથે દરેક બુથ પર પણ જીત અપાવો.

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર અસત્ય ફેલાવવાનો આરોપ લગાવતા કહ્યું કે, અમારા વિપક્ષીઓએ ગુજરાત, ગુજરાતનાં વિકાસ અને અંગત રીતે મારી વિરુદ્ધ જે ખોટો પ્રચાર કર્યો છે, તે અંગે મે કલ્પના પણ નથી કરી. નિશ્ચિત રીતે તેનાં કારણે દરેક ગુજરાતીને દુખ થયું હસે. ગુજરાતનાં લોકો આ નકારાત્મકતા અને અસત્યનો જડબાતોડ જવાબ આપશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું ચૂંટણી પ્રચાર દરમિયાન સમગ્ર ગુજરાતમાં ગયો. ગુજરાતીઓનો જે પ્રકારે પ્રેમ મને મળ્યો આ સ્નેહથી મારા દેશનાં વિકાસ પ્રત્યે પોતાનાં જીવનને સમર્પિત કરવાનું સાહસ અને પ્રોત્સાહન મળ્યું છે.

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને લોકોને વિકાસ માટે અપીલ કરતા કહ્યું કે, ભારત અને ગુજરાત મળીને કામ કરશે. જેનાંથી અમારી તાકાત બમણી થઇ જશે. વડાપ્રધાને કહ્યું કે 1+1થી આપણે 2 નહી પરંતુ 11 થઇ જઇશું. આપણે મળીને ગુજરાત અને સમગ્ર દેશને એક નવી જ ઉંચાઇઓ પર લઇ જઇશું.

વડાપ્રધાને ટ્વિટ કર્યું કે કોઇ પણ ગુજરાતી યુવાનો અને આવનારી પેઢીઓનાં વિકાસનું સ્વર્ણ ભવિષ્યને ગુમાવવા નહી માંગે. ચુંટણીમાં ભાજપની જીત તમારા માટે સારા ભવિષ્યની ગેરેન્ટી હશે. મોદીએ ટ્વીટ કર્યું કે મે મારૂ જીવન ગુજરાત અને દેશનાં કરોડો લોકો માટે સમર્પિત કર્યું છે. હું ભાગ્યશાળી છું કે હંમેશા તમારા આશિર્વાદ મળ્યા છે. મને વિશ્વાસ છે કે આ વખતે પણ ભાજપને વોટ આપીને આશિર્વાદ જાળવી રાખશો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news