PM Modi એ કહ્યું, મને ગર્વ થાય છે પાટીલ-પટેલની જોડી ગુજરાતમાં લોકપ્રિય બની ગઈ

PM Modi In Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે.... નવસારીમાં 3 હજાર 50 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું....

PM Modi એ કહ્યું, મને ગર્વ થાય છે પાટીલ-પટેલની જોડી ગુજરાતમાં લોકપ્રિય બની ગઈ

ગાંધીનગર :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે પીએમ મોદીએ આજે દક્ષિણ ગુજરાતમાં 3050 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે. સુરત એરપોર્ટ પર તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. જેના બાદ તેઓ નવસારી પહોંચ્યા છે, જ્યા તેમણે દક્ષિણ ગુજરાત માટે અતિ મહત્વના એવા 3050 કરોડના વિકાસ કાર્યોનુ લોકાર્પણ તથા ખાત મુહૂર્ત કર્યું. જેના બાદ તેમણે આદિવાસી સમાજના લાખો લોકોને સંબોધન કરીને આ વિસ્તારમાં વિકાસનુ વચન આપ્યુ હતું. 

જે કામ હુ ન કરી શક્યો તે મારા સાથી કરે છે

પીએમ મોદીએ સંબોધનની શરૂઆતમાં કહ્યુ કે, અત્યાર સુધી આદિવાસી ક્ષેત્રમાં મુખ્યમંત્રી હતો ત્યારે આટલો મોટો કાર્યક્રમ નસીબમાં ન હતો. ભુપેન્દ્ર અને સી.આર ની જોડી નવો વિશ્વાસ પેદા કરી રહી છે. 5 લાખથી વધુ લોકો અહીં ઉપસ્થિત છે. મને ગર્વ થાય છે કે જે મારા કાર્યખંડમાં હુ ન કરી શક્યો તે મારા સાથી કરી રહ્યાં છે. તમારો પ્રેમ વધી રહ્યો છે. આ વિકાસની ગૌરવશાળી પરંપરાને સરકાર ઈમાનદારીથી આગળ વધારી રહી છે. 3000 કરોડના પ્રોજેક્ટનુ ભૂમિકરણ કરવાનો મને અવસર મળ્યો છે. આ તમામ પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતના કરોડો લોકોનુ જીવન સરળ બનાવશે. આ વિકાસ યોજના માટે તમને અભિનંદન. 

આઝાદી બાદની સરકારે વિકાસ પર ધ્યાન ન આપ્યું

તેમણે કહ્યુ કે, આઝાદી બાદ જે સરકાર બની તેમણે વિકાસને પ્રાથમિકતા ન બનાવી. જે ક્ષેત્ર અને વર્ગમાં જરૂર હતી, ત્યા તેઓએ વિકાસ કર્યો જ નહિ. કારણ કે તે કામ કરવા માટે મહેનતની જરૂર પડે છે. ગામ રોડની સુવિધાથી વંચિત હતા. હવે તેઓને વીજળી, શૌચાલય, ગેસ કનેક્શન મળ્યા, તેમાં મોટાભાગે આદિવાસી પરિવારો હતા. આઝાદી બાદ સૌથી વધુ ગરીબ આદિવાસી ભાઈબહેન હતા. ટીકાકરણ અભિયાનમાં એક સમયે ગામ સુધી પહોંચવા વર્ષો લાગી જતા હતા. જંગલો રહી જતા હતા. તેમણે ગુજરાતની જનતાને પૂછ્યુ કે તમારુ ટીકાકરણ થયુ કે નહિ, શુ તમને પૈસા આપવા પડ્યા? તેમણે કહ્યુ કે, દૂરના જંગલોની ચિંતા એ આપણા સંસ્કારોમાં છે. કોઈ આદિવાસી અને ગરીબ યોજનાના લાભથી છૂટે નહિ તે દિશામાં અમારી સરકાર તેજ ગતિથી કામ કરી રહી છે. 

ભૂતકાળમાં યાદોમાં પહોંચી ગયા પીએમ મોદી

પોતાની જૂની યાદો વાગોળતા તેમણે કહ્યુ કે, લાંબા સમય બાદ ચીખલી આવ્યો છું. જૂની યાદો તાજી થઈ છે. એ દિવસે મારી પાસે અહી આવવા કોઈ સાધન ન હતુ. બસમાંથી ઉતરીને ખભે થેલો લટકાવીને આવીએ, તો અહી અનેક વર્ષો રહ્યો, પણ મને ક્યારેય ભૂખ્યા રહેવાની નોબત નથી આવી. તમારા આર્શીવાદ એ મારી શક્તિ છે. આદિવાસી બહેનો વચ્ચે કામ કરવાના અવસર મળ્યા. તેના કરતા વધુ તેમની પાસેથી હુ શીખ્યો. સુઘળતા, સ્વચ્છતા, અનુશાસન... અહી આદિવાસીઓ એકલાઈનમાં એકબીજાની પાછળ ચાલતા હોય છે. આ તેમની જીવન રચના છે. આદિવાસી સમાજ સામુદાયિક જીવન, પર્યાવરણને રક્ષા કરનારો સમાજ છે. 

No description available.

એેક કિસ્સા વિશે તેમણે કહ્યુ કે, ભૂતકાળમાં આ જ વિસ્તારના એક એવા મુખ્યમંત્રી હતા, જેમના પોતાના ગામમાં પાણીની ટાંકી ન હતી. હેન્ડપંપ લગાવે તો બાર મહિને બગડી જાય. હું આવ્યો અને તેમના ગામમાં મેં ટાંકી બનાવી. એક જમાનામાં ગુજરાતના મુખ્યમંત્રીએ જામનગરમાં પાણીની ટાંકીન ઉદઘાટન કર્યુ હતું, અને ગુજરાતના છાપામાં પહેલા પાના પર મોટા સમાચાર છપાયા હતા. એ દિવસો ગુજરાતે જોયા છે. આજે મને ગર્વ થાય છે કે હુ આદિવાસી વિસ્તારમાં 3000 કરોડના કામનું ઉદઘાટન કરુ છું. મને સરકારમાં 22 થી વધુ વર્ષ થયા, પણ એક અઠવાડિયુ બાતવો કે મેં વિકાસનુ કોઈ કામ ન કર્યુ હોય. 2018 માં હુ આવ્યો હતો ત્યારે લોકોએ કહ્યુ હતુ કે, લોકસભાની ચૂંટણી માટે આંબા આંબલી બતાવે છે. આજે તેઓ ખોટા પડ્યા છે. નેવા અને મોભા વચ્ચે 3-4 ફૂટનો ઢાળ હોય છે. આ તો 200 માળનો પહાડ ચઢીને તળિયેથી પાણી ઉંચકીને ટોચ પર લઈ જવાનું.  અમે ચૂંટણી માટે નહિ પણ ભલુ કરવા માટે નીકળ્યા છે. ચૂંટણી તો અમને લોકો જીતાડતા હોય છે. 

આદિવાસીઓનુ જીવન પાણીદાર બનાવવુ છે

તેમણે કહ્યુ કે, અહીંના લોકોનુ જીવન પાણીદાર બનાવવુ છે. આપણા બાપ-દાદાએ પાણી વગર મુસીબતમાં જીવન પસાર કર્યુ છે. હવે મને નવી પેઢીને આવી રીતે જીવવા નથી દેવા. તેમની જિંદગી સુખેથી નીકળવી જોઈએ. ઉમરગામથી આગળમાં આદિવાસી, ઓબીસી સમાજ રહે. અહી પણ તેજસ્વી બાળકો પેદા થતા હોય છે. ત્યા એક પણ વિજ્ઞાનની શાળા ન હતી. આજે આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાન શાળાથી મેં શરૂ કરેલુ કામ મેડિકલ કોલેજો સુધી પહોંચ્યુ છે. પ્રગતિ કરવી હોય તો જંગલમાં પણ જવુ પડ્યુ છે. લાખો લોકોનુ જીવન બદલવાનો અમારો નેમ છે. ડાંગ જિલ્લાએ કુદરતી ખેતી માટે જે બીડુ ઉપાડ્યુ છે તેના માટે અભિનંદન આપુ છું. આદિવાસી-પછાત-હળપતિના દીકરાએ હવે ડોક્ટર થવુ હોય તો, હવે અંગ્રેજી ભણવાની જરૂર નથી. હવે અમે માતૃભાષામાં તેમને ડોક્ટર બનાવીએ છીએ. અબ્દુલ કલામે પણ આદિવાસીઓના વાડી પ્રોજેક્ટના ભરપેટ વખાણ કર્યા હતા. વિકાસ સર્વસ્પર્શી હોય એ દિશામાં અમે કામ કરી રહ્યાં છીએ. આજનુ દ્રશ્ય જ તમારી માટે કામ કરવાની તાકાત આપે છે. આ તાકાતથી ગુજરાત અને હિન્દુસ્તાનને આગળ લઈ જવાનુ છે. 

PM Modi એ આદિવાસીઓને વચન આપીને કહ્યું, હવે તમારુ જીવન પાણીદાર બનાવવું છે

ભુપેન્દ્ર પટેલે મંચ પરથી કહ્યુ કે, પીએમ મોદીએ દક્ષિણ ગુજરાત માટે અનેક વિકાસ કાર્યોની ભેટ આપવા આવ્યા છે. સુરત, તાપી, વલસાડ, ડાંગના લાખો લોકોને પાણી, ઉર્જા, રોડની સુખાકારી આપતા કાર્યોનુ નિકારણ આપશે. એક જ સ્થળે 3050 કરોડના લોકાર્પણની ભેટ મળી રહી છે. તેમણે વિકાસની રાજનીતિનો નવો માર્ગ બતાવ્યો, વચનોની લ્હાણી કે વાયદાના આંબા આંબલી નહિ, પણ જે કહ્યુ તે કહ્યું, અને કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે. તેમના નેતૃત્વમાં અમારા માટે સત્તા એ સેવાનુ માધ્યમ બન્યુ છે. દિવસરાત આપીને તેમણે ગુજરાતનુ ગૌરવ વધાર્યુ છે. અમે તેમના ચીંદેલા માર્ગે ચાલવા સંકલ્પબદ્ધ છીએ. પહાડી વિસ્તાર હોવાથી અહી પાણીનો સંગ્રહ થતો ન હતો, આ યોજનાથી આદિવાસી વિસ્તારમાં પાણીની સમસ્યાનો નિકાલ થયો છે. પીએમના નેતૃત્વમાં બનેલી ઈજનેરી કૌશલ્યની યોજનાને મોભે ચઢાવવા જેવી બનાવાયી છે. પીએમના નેતૃત્વમાં આ શક્ય બન્યુ છે. સુવિધાનો ધ્યાય પાર પડ્યો છે. 

નવસારીમાં ગુજરાત ગૌરવ અભિયાન કાર્યક્રમ યોજાશે, જ્યાં પીએમ મોદી 3050 કરોડ રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુર્હૂત કરશે, જેમાં 7 પ્રોજેક્ટનું ઉદ્ધાટન અને 12 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાશે. આ વિકાસકામોમાં રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી એસ્ટોલ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે, જેમાં મધુબન બંધ મારફતે દરરોજ 7.5 કરોડ લીટર પાણીને લગભગ 200 માળ એટલે કે 1837 ફીટની ઉંચાઈ સુધી ઉપર પહોંચાડીને પાણીનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત પીએમ મોદી નવસારીના ખુડવેલ ગામે વિશાળ જનસભાને પણ સંબોધન કરશે. જે બાદ નવસારીમાં હેલ્થકેર કોમ્પ્લેક્ષ અને હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને ત્યાંથી અમદાવાદ જવા રવાના થશે. અમદાવાદના બોપલમાં પીએમ મોદી ISROના IN-SPACeના બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. યુવાનોને નવી તક મળે તે માટે ISROનું આ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news