Rain Forecast: આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી, વાંચીને જ બહાર નીકળજો નહીં તો હેરાન થવાનો વારો આવશે

Gujarat Weather Forecast: હવામાન વિભાગે 28 સપ્ટેમ્બર સુધીમાં દેશના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જાણો ગુજરાત માટે શું કરાઈ છે આગાહી. 

Rain Forecast: આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી, વાંચીને જ બહાર નીકળજો નહીં તો હેરાન થવાનો વારો આવશે

દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે વરસાદનો દોર ચાલુ છે. આ બધા વચ્ચે હવામાન ખાતાએ જણાવ્યું છે કે ચોમાસું હવે પાછું આવી રહ્યું છે. પીટીઆઈના રિપોર્ટ મુજબ ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે 17 સપ્ટેમ્બરની સામાન્ય તારીખના આઠ દિવસ બાદ 25 સપ્ટેમ્બરથી ભારતમાં ચોમાસું પાછું ફરવાનું શરૂ થઈ ગયું છે. આ બધા વચ્ચે હવામાન વિભાગે 28 સપ્ટેમ્બર સુધીમાં દેશના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જાણો ગુજરાત માટે શું કરાઈ છે આગાહી. 

આઈએમડીના જણાવ્યાં મુજબ બિહારમાં આજે અને આંદમાન તથા નિકોબર ટાપુઓમાં 28 સપ્ટેમ્બર સુધી  ભારે વરસાદ પડશે. સ્કાયમેટ વેધરના રિપોર્ટ મુજબ આજે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, લક્ષદ્વીપ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની શક્યતા છે. પૂર્વોત્તર ભારત, આંધ્ર પ્રદેશ, તેલંગણા, વિદર્ભ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, અને સિક્કિમમાં હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ વરસી શકે છે. 

આંદમાન અને નિકોબાર ટાપુઓ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, ઓડિશા, મરાઠાવાડા, કોંકણ અને ગોવા, કર્ણાટક અને પૂર્વ ગુજરાત તથા દક્ષિણપૂર્વ રાજસ્થાનમાં એક કે બે સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની વકી છે. અત્રે જણાવવાનું કે અનુકૂળ હવામાનની પરિસ્થિતિઓને પગલે 25 સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોથી ચોમાસાનું પાછા ફરવાનું શરૂ થઈ ગયું છે. 

આઈએમડીએ આંદમાન અને નિકોબારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે. હવામાન વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે મધ્ય પ્રદેશમાં આવનારા અઠવાડિયામાં વરસાદની ગતિવિધિઓ થમી જશે. આગામી 15 દિવસમાં મધ્ય પ્રદેશમાંથી ચોમાસું લગભગ સંપૂર્ણપણે વિદાય લઈ લેશે. 

ગુજરાત માટે શું કરાઈ છે આગાહી
 ચોમાસાના પૂર્ણ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે પણ તેની આગાહી કરતા કહી દીધું કે, હાલ મોનસૂન વિડ્રોઅલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થવાની પ્રક્રિયા શરૂ થઇ છે. રાજસ્થાન પરથી મોન્સૂન વિદાય પ્રક્રિયા શરૂ ગઈ છે. ગુજરાતમાં હજી સામાન્ય વરસાદ આવી શકે. જેથી ગુજરાતમાં ચોમાસુ સંપૂર્ણ પૂર્ણ થતા હજી કેટલાક દિવસો લાગી શકે છે. 

રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી 5 દિવસ રાજ્યમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ આવી શકે છે. આ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો ભારે વરસાદ આવી શકે છે. હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી અમુક સ્થળે ભારે વરસાદ આવી શકે છે. હાલ મોનસૂન વિડ્રોઅલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાંથી ચોમાસુ પૂર્ણ થવાની પ્રક્રિયા શરૂ થઇ છે. રાજસ્થાન પરથી મોન્સૂન વિદાય પ્રક્રિયા શરૂ ગઈ છે. ગુજરાતમાં હજી સામાન્ય વરસાદ આવી શકે. જેથી ગુજરાતમાં ચોમાસુ સંપૂર્ણ પૂર્ણ થતા હજી કેટલાક દિવસો લાગી શકે છે. 

વિદાય બાદ વાવાઝોડા આવશે 
એક આગાહી મુજબ, 25 મી સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની શક્યતા છે. આ પહેલા બંગાળના ઉપસાગરમાં એક પછી એક ચક્રવાતો બનતા જશે. 2 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર વચ્ચે ચક્રવાત સર્જાશે. હવે સૂર્ય સાયન તુલા રાશિમાં તારીખ 23 મીના રોજ બપોરે 12 કલાક 21 મિનિટે આવતા દક્ષિણ ગોળારંભમાં આવશે. ધીરે ધીરે સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં જશે અને ભારતમાં ચોમાસું વિદાય લેતુ જોવા મળશે. રાજસ્થાનમાંતી 25 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે. 

આમ, ધીરે ધીરે ચોમાસાની વિદાયની શરૂઆત થશે. તેના બાદ 23મીથી ભારે ગરમી પડતી જોવા મળશે. પરંતું દેશના પશ્વિમ ભાગના અરબી સમુદ્રમાં મોટી હલચલ જોવા મળશે. આ હલચલ જબરદસ્ત હશે. જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. 25 થી 30 સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 

30 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતા છે. 2 ઓક્ટોબરથી 14 મી ઓક્ટોબર સુધીમાં હવાના હળવા દબાણથી ધીરે ધીરે ચક્રવાત સર્જાવાની શરૂઆત થશે. તારીખ 4 થી 12 ઓક્ટોબર વચ્ચે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. ધીરે ધીરે બંગાળના ઉપસાગરમાં એક પછી એક ચક્રવાતો બનતા જશએ. તેની અસર સીધી ગુજરાતમાં દેખાશે. જેનાથી વરસાદ આવશે. 

2018 બાદ પહેલીવાર આવા ચક્રવાતની સ્થિતિ જોવા મળશે. ઋતુ વિજ્ઞાન પ્રમાણે લગભગ ત્રણ થી ચાર વર્ષે આવી સ્થિતિ બનતી હોય છે. અલ નિનો અને લા નિનોની પણ આવી સમયાંતરે સ્થિતિ બનતી જાય છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news