શું કમલમમાં ચૂંટણીનો તખ્તો ઘડાયો! કોર ગ્રુપ સાથે મીટિંગ અને ડિનર ડિપ્લોમસી બાદ PM મોદી દિલ્હી રવાના

કોર કમિટીની બેઠક બાદ PM નરેન્દ્ર મોદી કમલમમાં ડિનર લેશે. કોર કમિટીના સભ્યો સાથે PM મોદી ડિનર કરશે. પહેલીવાર PM મોદીનો આ પ્રકારનો કાર્યક્રમ ગોઠવાયો છે. પીએમ મોદીનો ચૂંટણી સમયે પ્રચાર, જનસભા પર ફોકસ રહે છે..

શું કમલમમાં ચૂંટણીનો તખ્તો ઘડાયો! કોર ગ્રુપ સાથે મીટિંગ અને ડિનર ડિપ્લોમસી બાદ PM મોદી દિલ્હી રવાના

ઝી બ્યુરો/ગાંધીનગર: PM મોદી હાલ ગુજરાતના 2 દિવસીય પ્રવાસે છે અને આજે તેમનો અંતિમ દિવસ છે. પીએમ મોદીએ મહાત્મામાં મંદિરમાં કાર્યક્રમ પુરો થયા બાદ પ્રધાનમંત્રી મોદી ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા છે. જ્યાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. અહીં પીએમ મોદી કોર ગ્રુપ સાથે બેઠક કરી. જ્યાં મુખ્યમંત્રી સહિત કોર કમિટીના સભ્યો હાજર રહ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિનર ડિપ્લોમસી
કોર કમિટીની બેઠક બાદ PM નરેન્દ્ર મોદી કમલમમાં ડિનર લેશે. કોર કમિટીના સભ્યો સાથે PM મોદી ડિનર કરશે. પહેલીવાર PM મોદીનો આ પ્રકારનો કાર્યક્રમ ગોઠવાયો છે. પીએમ મોદીનો ચૂંટણી સમયે પ્રચાર, જનસભા પર ફોકસ રહે છે, પરંતુ પહેલીવાર PM મોદી કોર કમિટીના સભ્યોની મુલાકાત લીધી છે. 5 મહિના બાદ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં પ્રધાનમંત્રીની બેઠક યોજાઈ છે.

મહત્વનું છે કે, પીએમ મોદીએ ગત કાલે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ખાડી ઉત્સવમાં હાજરી આપ્યા બાદ આજે કચ્છને વિવિધ કામોમાં કરોડોની ભેટ આપી હતી. આજે સાંજે મહાત્મા મંદિર ખાતે મારુતિ સુઝુકીના વિશેષ કાર્યક્રમમાં પણ પીએમ મોદી હાજર રહ્યા હતા.

કમલમમાં PM મોદી કરશે દોઢ કલાક સુધી બેઠક 
ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ રહ્યા છે. આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. એટલે ટક્કર થોડી મજબૂત થનાર છે. એટલું જ નહીં, આ વખતે ત્રિપાંખિયો જંગ જામે તેવી પુરેપુરી શક્યતાઓ છે. ભાજપ હાલ એડીચોટીનું જોર લગાવી રહી છે. એટલે પીએમ મોદી અને અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ વારંવાર ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કમલમમાં ચૂંટણી પહેલા મહત્વની ગણાતી બેઠકમાં જોડાશે. જેમાં પ્રદેશ કક્ષાના આગેવાનો સાથે PM કરશે ચર્ચા કરી ચૂંટણી તૈયારી અંગે માર્ગદર્શન આપશે. આશરે દોઢ કલાક સુધી આ બેઠક ચાલશે. પ્રદેશ ભાજપના કોર ગૃપ સાથે PM મોદીની આ બેઠક મહત્વની મનાઈ રહી છે. 

અગાઉ પીએમ મોદીએ ચૂંટણીને લઈ કમલમ ખાતે બેઠકમાં સાંસદ, ધારાસભ્યો અને સંગઠનનાં હોદેદારો મહત્વનું સૂચન કર્યુ હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 2022 નાગરિકો સ્વપ્ન સાકર કરવાનું કામ કરવું જરૂરી છે. કાર્યકરો રાજનીતિ ચૂંટણીલક્ષી નહિ એક દ્રષ્ટિકોણ સાથે કરવી જોઈએ. આજની બેઠકમાં પીએમ મોદી ચૂંટણીલક્ષી વ્યૂહરચનાને આખરી ઓપ આપશે તેવુ મનાઈ રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news