શું તમને અમદાવાદના રસ્તાઓ પર ચાલતા ચાલતા મોબાઈલ પર વાત કરવાની ટેવ છે? તો જરા ચેતજો!

જો તમે રસ્તે ચાલતા જઈ રહ્યા છો અને તમારા હાથમાં મોબાઈલ છે અથવા તમે મોબાઈલ પર વાત કરતા કરતા જઈ રહ્યા છો તો જરા સાચવવાની જરૂર છે. કારણ કે અમદાવાદ ડીસીપી ઝોન 7 lcb પોલીસે એવી એક ટોળકી ઝડપી છે.

શું તમને અમદાવાદના રસ્તાઓ પર ચાલતા ચાલતા મોબાઈલ પર વાત કરવાની ટેવ છે? તો જરા ચેતજો!

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદની વેજલપુર પોલીસે એવી એક ટોળકી ઝડપી છે, જે રાહદારીને ટાર્ગેટ કરી તેમના મોબાઈલ ઝૂંટવી તથા ચોરી કરી ફરાર થઈ જતી હતી વેજલપુર પોલીસે 5 આરોપી સાથે 58 મોબાઈલ ફોન કબ્જે કર્યા છે.

જો તમે રસ્તે ચાલતા જઈ રહ્યા છો અને તમારા હાથમાં મોબાઈલ છે અથવા તમે મોબાઈલ પર વાત કરતા કરતા જઈ રહ્યા છો તો જરા સાચવવાની જરૂર છે. કારણ કે અમદાવાદ ડીસીપી ઝોન 7 lcb પોલીસે એવી એક ટોળકી ઝડપી છે. જે રાહદારીને ટાર્ગેટ કરી તેમના મોબાઈલ ઝુંટવી તથા ચોરી કરી ફરાર થઈ જતી હતી. આ મોબાઈલ દુકાનદાર સાથે મળી અન્ય રાજ્યમાં સસ્તા ભાવે વેચાણ કરતા હતા. આ ટોળકી પાસેથી પોલીસે 58 જેટલા ચોરીના મોબાઈલ કબજે કર્યા છે.

ઝોન 7 એલસીબીની કસ્ટડીમાં રહેલા આ 5 આરોપી મોબાઈલ ચોરી કે સ્નેચિંગ કરી તેને સસ્તા ભાવે વેચી દેતા હતા. ઝડપાયેલા 5 આરોપીમાં એઝાઝ પઠાણ અને મોહમદ સલીમ શેખ બન્ને રિક્ષા લઈને મોબાઈલ ચોરી કરતા અને ફરાર થઈ જતા હતા. જે બાદ વટવામાં રહેતા મોહસીન ને આ મોબાઈલ પહોંચાડતા હતા. જે મોહસીન પોતાના મિત્ર અને મોડાસામાં દુકાન ધરાવતા રફીક સુથાર અને મુસ્તકીમ રહેમાનને આ મોબાઈલ આપતો હતો. જે આરોપી સસ્તા ભાવે આ મોબાઈલ અન્ય રાજ્યમાં વેચી દેતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોપીઓએ તો પોલિટિકલ પાર્ટી ની રેલીમાં પણ મોબાઈલ ચોરી કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક નિવૃત્ત પોલીસ અધિકારીનો જ ફોન હોવાનું પણ સામે આવ્યું છે.જેમણે ફરિયાદ પણ અત્યાર સુધી ન નોંધાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઝડપાયેલા આરોપી એઝાઝ પઠાણ અને મોહમદ સલીમ શેખ શહેરના માર્ગો પર વહેલી સવારે અને મોડી સાંજે શહેરના રસ્તા પર ફરતા અને લોકોને ટાર્ગેટ કરતા હતા. ખાસ કરીને વૃદ્ધ અને વાતોમાં મસ્ત હોય તેવા લોકો ના મોબાઈલની ચોરી કરતા અને ફરાર થઈ જતા હતા. જોકે, આ ગુનામાં સંડોવાયેલ 5 આરોપી એક બિજાના મિત્ર હોવાથી ચોરીના મોબાઈલ વટવા અને ત્યાંથી મોડાસા સુધી વેચાણ માટે જતા હતા. જે બાદ મોબાઈલ સસ્તા ભાવે બીજા રાજ્યના ગ્રાહકોને વેચવામાં આવતા હતા. જેથી પોલીસે તેને ઝડપથી પકડી ન શકે.

આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા મોબાઈલ ચોરી અને સ્નેચિંગના 9 ગુનાનો ભેદ ઉકેલાયો છે. સાથે જ 58 જેટલા મોબાઈલ કબ્જે કર્યા છે. જે મોબાઈલ માલિકોને શોધી ગુના નોંધવાની તજવીજ હાથ ધરી છે. જેથી કરી આરોપી વિરુધ્ધ વધુમાં વધુ ગુના નોંધાય. સાથે જ ચોરીના કેટલા મોબાઈલ ક્યાં અને કોને વેચ્યા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવુ મહત્વનું છે. રોડ પર ચાલતા ચાલતા વાહન વ્યવહાર તરફ ફોન રાખી લાંબી વાતો કરનાર લોકો એ હવે ચેતવાની જરૂર છે. કારણ કે રોડ પર આ રીતે જ્યારે કોઈ વાત કરતું હોય છે ત્યારે જ આવા આરોપી ઓ તેમ ની રેકી કરી બાદમાં મોબાઈલ લૂંટી ફરાર થઇ જતાં હોય છે. લોકો એ એક જગ્યાએ ઉભા રહી ફોન પર વાત કરી લેવી અથવા જે તરફથી વાહનો ન આવતા હોય તે તરફ ફોન રાખી વાત કરવાથી આવી ઘટનાઓથી લોકો બચી શકે છે તેવું પોલીસનું માનવું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news