PM મોદીએ વ્યારામાં આપી 2200 કરોડના વિકાસ કાર્યોની ભેટ, કહ્યુ: 'આદિવાસીઓએ પકવેલા કાજુ ગોવાના કાજુને ટક્કર મારે છે'

PM Modi in Gujarat: બપોરે વડાપ્રધાન કેવડિયા ખાતે મિશનના વડાઓની 10મી કોન્ફરન્સમાં હાજરી આપી હતી. ત્યારબાદ તાપી જિલ્લાના વ્યારા ખાતે વિવિધ વિકાસ પહેલનો શિલાન્યાસ કરી રહ્યા છે.

PM મોદીએ વ્યારામાં આપી 2200 કરોડના વિકાસ કાર્યોની ભેટ, કહ્યુ: 'આદિવાસીઓએ પકવેલા કાજુ ગોવાના કાજુને ટક્કર મારે છે'

PM Narendra Modi in Gujarat Visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી કેવડિયા ખાતે મિશન લાઈફની શરૂઆત કરાવી હતી, ત્યારબાદ. બપોરે વડાપ્રધાન કેવડિયા ખાતે મિશનના વડાઓની 10મી કોન્ફરન્સમાં હાજરી આપી હતી. તાપી જિલ્લાના વ્યારા ખાતે વિવિધ વિકાસ પહેલનો શિલાન્યાસ કર્યો. પીએમે લોકાર્થે રૂ. 2200 કરોડથી વધુના વિકાસ કાર્યો ખુલ્લા મૂક્યા હતા. પીએમ મોદી સોનગઢ તાલુકાના ગુણસદા ગામે સભાને સંબોધન કર્યું.

તાપી જિલ્લાના વ્યારામાં પીએમ મોદીનું સંબોધન Live:-

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના મગજમાં ચૂંટણી ચૂંટણી જ હોય છે. પરંતુ અમે આદિવાસીના વિકાસ માટે કામ કરીએ છીએ. એમને તો આદિવાસીઓની ઠેકડીઓ ઉડાવે છે. મેં આદિવાસીની પાઘડી પહેરી ત્યારે તેઓ  ઠેકડી ઉડાવે છે. સમય આવે ત્યારે હું હિસાબ ચૂકતે કરી લઉં છું. જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં આદિવાસી કલ્યાણ કરીએ છીએ. ભવિષ્ય માટે પણ વિકાસનો વિચાર કર્યો. કોંગ્રેસે ક્યારેય વિચાર કર્યો નથી. કોંગ્રેસના લોકો જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું, આદિવાસીઓ માટે ઘરમાં વીજળી હોઈ, પાકું ઘર હોય, સારી સ્કૂલ મળે, રસ્તા મળે તે માટે અભિયાન ચલાવ્યું. અમે એક એક મિશન પાર પાડ્યું. શહેરના લોકો કહેતા સાંજે વાળું કરતા હોય ત્યારે વીજળી આપો. સૌથી પહેલા જ્યોતિગ્રામ યોજના ડાંગ જિલ્લાને મળી. 24 કલાક વીજળી મળી. બીજા હોત તો વડોદરા આવે ફોટો પડાવવા.. ડાંગમાં કોણ ફોટો પડાવે. આદિવાસી વિસ્તારમાં ખેતીને નવું જીવન મળે તેવા પ્રયાસ કર્યા. વાળી યોજના આપણે લાવ્યા છીએ.

પીએમ મોદીએ કહ્યું, આદિવાસીઓ આજે કાજુની ખેતી કરતા થઈ ગયા. ગોવાની સામે ટકી રહે તેવા કાજુની ખેતી કરે છે ડાંગ. ઉનાળામાં પાણીની તંગી પડે. કોંગ્રેસના મુખ્યમંત્રીના ગામોમાં પાણીની ટાંકી બનાવી, પરંતુ પાણી મેં ભર્યું મુખ્યમંત્રી બનીને... આજે ગુજરાતના દરેક ઘરમાં પાઇપથી પાણી આવે છે. મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું છે.

— CMO Gujarat (@CMOGuj) October 20, 2022

પીએમ મોદીએ અહીં મંગુભાઈને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજે મંગુભાઈ મધ્યપ્રદેશના રાજયપાલ બન્યા છે. મંગુભાઈના નેતૃત્વમાં કામો શરૂ થયા હતા. બહેન દીકરી સ્કૂલે જતી થઈ. ડોકટર, એન્જીનીયર બનતી થઈ. કોંગ્રેસે આ કામ ક્યારેય વિચાર્યું નથી. અમે એકલવ્ય મોડલ સ્કૂલ બનાવી. ખેલ મહાકુંભમાં આદિવાસીઓ જ ઇનામ લઈ જાય. અમે એક લવ્ય સ્કૂલની સંખ્યા વધારી દીધી છે. આદિવાસીઓને પાકું ઘર, જમીનના પટ્ટા મળે તેવું કામ કર્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે, અમે સિકલસેલ રોગમાંથી મુક્તિ મળે તેવું કામ કર્યું છે. કોરોનાની મહામારીમાં પણ ગામડા, જંગલમાં રહેનારાઓની ચિંતા કરી. 80 કરોડ લોકોને અઢી વર્ષ સુધી અનાજ મળે તેની ચિંતા કરી. 3 લાખ કરોડ ખર્ચ કરવામાં આવ્યા. અમે ગેસના બાટલા આપ્યા. ભુપેન્દ્ર ભાઈને અભિનંદન આપું છું કે બે બાટલા ફ્રી આપવાનું નક્કી કર્યું.

પીએમ મોદીએ કહ્યું, આયુષમાન ભારતમાં 5 લાખનો વીમો ફ્રી. સોનાની લગડી જેવું આયુષ્યમાન કાર્ડ છે. મોદી સાહેબનો ફોટો જોવે એટલે દરવાજા ખુલ્લા. 15મી નવેમ્બર આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું. અટલજી પહેલા આદિવાસી માટે કોઈ મંત્રાલય નહોતું.

પીએમ મોદીએ જણાવ્યું કે, કોંગ્રેસ આ કામ નહીં કરી શક્યું. અમે આદિવાસીઓ માટે વાસ કાપી શકે અને વેચી શકે એવો કાયદો હું લાવ્યો. બજેટ ત્રણ ગણો વધાર્યો. પીએમ મોદીએ કહ્યું, આજે આદિવાસી દીકરી રાષ્ટ્રપતિ બની હોઈ. એવું પરિવર્તન અમે લાવ્યા છીએ. આઝાદીની લડાઈ લડ્યા.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ  તાપી જિલ્લાના વ્યારાની મુલાકાત લીધી હતી અને રૂ. 1970 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત કર્યુ હતું. સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના રસ્તાના સુધારાની સાથે સાથે સંપર્ક વિહોણા રસ્તાના નિર્માણ માટે પણ તેમણે શિલાન્યાસ કર્યુ હતું. આ સાથે તાપી અને નર્મદા જિલ્લામાં રૂ. 300 કરોડથી વધુના પાણી પુરવઠા પ્રોજેક્ટનો પણ વડાપ્રધાને શિલાન્યાસ કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યું, રોજી રોટીનું કેન્દ્ર બન્યું દેવ મોગરા. હું દેવ મોગરા ગયો હતો. સ્ટેચ્યૂ ઓફ યુનિટી આદિવાસીઓ માટે એક વિકાસની મિશાલ બની ગયું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news