સોમનાથ મંદિરને PM મોદીની નવી ભેટ, નવા સર્કિટ હાઉસમાંથી અરબી સમુદ્રનો સીધો નજારો માણી શકાશે
દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ (somnath) માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) આજે નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી આજે વર્ચ્યૂઅલ માધ્યમથી નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરવાના છે. આ અતિથિગૃહ 15 હજાર ચોરસ મીટરમાં ફેલાયું છે...અને અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વીડિયો કોન્ફરન્સન માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાશે. આ કાર્યક્રમમાં પ્રવાસન અને યાત્રાધામ મંત્રી પૂર્ણેશ મોદી પણ સમારોહમાં હાજર રહેશે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ (somnath) માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) આજે નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી આજે વર્ચ્યૂઅલ માધ્યમથી નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરવાના છે. આ અતિથિગૃહ 15 હજાર ચોરસ મીટરમાં ફેલાયું છે...અને અદ્યતન સુવિધાઓથી સજ્જ છે.
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ કે, છેલ્લા કેટલાક સમયથી જે રીતે સોમનાથમાં વિકાસ કાર્યો થઈ રહ્યા છે, તે સોમનાથ દાદાની વિશેષ કૃપા છે. સોમનાથ ટ્રસ્ટ સાથે જોડાયા બાદ અહી અનેક કામ થયા છે. સર્કિટ હાઉસને એવી રીતે બનાવાયુ છે કે, રોકાનાર લોકોને સી વ્યૂ જોવા મળશે. શાંતિથી રૂમમા બેસશે તો સમુદ્રની લહેરો પણ જોવા મળશે, અને મંદિરનુ શિખર પણ જોવા મળશે. આ વધતી સુવિધાન કારણે ગીર, દીવ, દ્વારકા, બેટ દ્વારકા વિસ્તારમાં જે મુસાફરો આવશે, તો આ વિસ્તારનું સોમનાથ ટુરિઝમ સેક્ટરનુ સેન્ટર પોઈન્ટ બની જશે. તે ઉર્જા કેન્દ્ર બનશે.
તેમણે કહ્યુ કે, આજે આઝાદીના અમૃત મહોત્સવમા દેશના ભૂતકાળમાંથી જે શીખવા માંગીએ છીએ, સોમનાથ તેનુ મહત્વનુ કેન્દ્ર છે. અલગ અલગ રાજ્યોમાઁથી સોમનાથ મંદિરમાં દર્શન કરવા દર વર્ષે અંદાજે એક કરોડ શ્રદ્ધાળુઓ આવે છે. આ શ્રદ્ધાળુઓ નવા અનુભવ લઈને પરત જાય છે. તેથી યાત્રા જેટલી મહત્વની હોય છે, તેટલુ જ મહત્વનુ તેનો અનુભવ હોય છે. તીર્થયાત્રામાં આપણી ઈચ્છા હોય છે કે મન ભગવાનમાં જ લાગેલુ રહે. સરકાર અને સંસ્થાના પ્રયાસોથી અનેક તીર્થોનો વિકાસ કર્યો છે. સોમનાથ મંદિર તેનુ જીવંત ઉદાહરણ છે. આજે અહી શ્રદ્ધાળુઓ માટે તમામ સુવિધા છે.
પીએમ મોદીએ જણાવ્યુ કે, સોમનાથમાં પીલગ્રીમ કોમ્પ્લેક્સનું પ્રસ્તાવ પણ અંતિમ ચરણમાં છે. ગુજરાતના અનેક સ્થળો પર આવા વિકાસકાર્યો થઈ રહ્યા છે. જે ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ મજબૂત કરી રહ્યા છે. ગત 7 વર્ષમા દેશમા પર્યટન વિકાસ ક્ષેત્રે મોટુ કામ થયુ છે. આ વિકાસ માત્ર સરકારી યોજનાનો ભાગ જ નથી, પરંતુ જનભાગીદારીનો ભાગ છે. પ્રાઈવેટ સેક્ટર્સ પણ આ માટે આગળ આવ્યુ છે. આવતીકાલથી દિલ્હીથી એક સ્પેશિયલ ટ્રેન મુસાફરો માટે શરૂ થઈ રહી છે. વિદેશી મુસાફરો માટે પણ વીઝા નિયમોને સરળ બનાવાયા છે, જેનો લાભ દેશને મળી રહ્યો છે. કોવિડને કારણે હાલ તકલીફ છે, પણ મારો વિશ્વાસ છે કે સંક્રમણ ઓછુ થતા જ પર્યટકોની સંખ્યા તેજીથી વધશે. સરકાર ટુરિસ્ટ સ્થળોએ પણ વેક્સીનેશન ઝડપી થાય તે કામગીરી કરી રહી છે.
સર્કિટ હાઉસની કેટલીક ખાસ વિશેષતા છે જેની પર નજર કરીએ તો...
- સર્કિટ હાઉસમાં 2 vvip સ્યૂટ રૂમ, 8 vvip રૂમ, 8 vip રૂમ છે.
- સર્કિટ હાઉસમાં 24 ડિલક્ષ રૂમ સાથે રસોડું, જનરલ અને vip ડાઈનિંગ રૂમ પણ ઉપ્લબ્ધ છે.
- સ્ટોર રૂમ, કોન્ફરન્સ રૂમ, 200 લોકોને સમાવતો ઓડિટોરિયમ હોલ પણ છે.
- અતિથિગૃહમાંથી અરબી સમુદ્રનો સીધો નજારો માણી શકાશે.
- સોમનાથ મંદિર પરિસરનો પણ નજારો માણી શકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે