સુરત : 112 વર્ષ જૂની આ હોસ્પિટલનું લોકાર્પણ કરશે પીએમ મોદી
Trending Photos
ચેતન પટેલ/સુરત : વડાપ્રધાન મોદી આજે સુરતની મુલાકાતે છે. તેઓ દોઢ વાગ્યાના અરસામાં સુરત એરપોર્ટ પહોંચશે અને ત્યાં જ ઇન્ટરનેશનલ ટર્મિનલનું લોકાર્પણ કરી જાહેર સભાને સંબોધન કરશે. સભા બાદ વડાપ્રધાન નરેન્ડ મોદી કતારગામ સ્થિત વિનસ હિસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. 40 કરોડના ખર્ચે બનનાર વિનસ હોસ્પિટલનું આજે પીએમ મોદી લોકાર્પણ કરશે.
આ હોસ્પિટલ 112 વર્ષ જૂની છે. વર્ષ 1912માં અશક્ત અને નિરાધાર લોકો માટે દવાખાનું શરૂ કરાયું હતું અને ત્યાર બાદ વર્ષ 1948માં આ દવાખાનાને હોસ્પિટલમાં બદલવામાં આવી હતી. જોકે સમયની સાથે આ હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની સારી ટેકનોલોજી અપગ્રેડ થઈ ન હતી. બાદમાં હીરા ઉદ્યોગકાર સેવતીલાલ શાહ દ્વારા આ હોસ્પિટલને અપગ્રેડ બનાવવાનો પ્રયાસ કરાયો. રૂ 40 કરોડના ખર્ચે અહીં અપગ્રેટેડ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. જે હોસ્પિટલનું આજે વડાપ્રધાન ઉદ્ઘાટન કરશે.
ઉદ્ઘાટન બાદ તેઓ જાહેર સભાને સંબોધન કરશે. જેમાં 3 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. તેમની સુરક્ષામાં 3278 પોલીસ કર્મીઓ અને અધિકારીઓ તૈનાત કરાયા છે. સાથે જ એસપીજીની ટીમો પણ તૈનાત રહેશે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે હોઈ તેમના આગમન પહેલા 12 જેટલા પાટીદારોની અટકાયત કરવામાં આવી છે. તેમજ કેટલાકને ઘરે જ નજર કેદ કરાયા છે. પોલીસની આ કામગીરીની સામે સુરત પાટીદારોમાં રોષ જોવા મળ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે